Only Gujarat

National

ઊંટ ચરાવીને ઘર ચલાવ્યું, હવે IPS બનીને ઘરડાં મા-બાપનું જ નહીં ગામનું નામ રોશન કર્યું

ઝુંઝુનૂં: આજના સમયમાં બાળકો પર સરકારી નોકરી મેળવવાનું એક જુનૂન સવાર હોય છે. એક નોકરી માટે તેઓ રાત-દિવસ મહેનત કરે છે. આવી જ રીતે રાજસ્થાનનો એક ગરીબ છોકરો પણ સરકારી નોકરી માટે અભ્યાસ કરી રહ્યો હતો. તેના માટે એક નોકરી મેળવવી જ મોટી વાત હતી. અભ્યાસનો ખર્ચ ઉઠાવવા અને પરિવારનું ભરણ પોષણ કરવા માટે તે ગામમાં ઊંટ ચરાવતો હતો અને ખેતર ખેડવા માટે તેમને તાલિમ પણ આપતો હતો. આ ઊંટોને તે પુષ્કરના મેળામાં જઈને વેચી દેતો હતો. આમાંથી જે કમાણી થતી હતી, તેમાંથી તે પોતાના પરિવાર અને અભ્યાસના ખર્ચ કરતો હતો પરંતુ આ કમાણી ખૂબ જ ઓછી હતી.

આવામાં તેણે સરકારી નોકરી માટે વિચારવાનું શરૂ કરી દીધું. સૌથી પહેલા તેણે હવાલદારની નોકરીની પરીક્ષા આપી. જેમાં નોકરી મેળવ્યા બાદ તેને લાગ્યું કે તે આગળ પણ કાંઈક મોટું કરી શકે છે. અને તેણે IAS, IPS બનવાનું વિચારી લીધું. આ કહાની છે કાચા ઘરમાં જીવન વિતાવનાર IPS અધિકારી વિજય સિંહ ગુર્જરની. તેમણે 6 વાર સરકારી નોકરી મેળવી પરંતુ અધિકારી બનવાનું જૂનૂન ના છોડ્યું. IAS, IPSની સક્સેસ સ્ટોરીમાં આજે જાણીએ કેવી રીતે વિજયે ખૂબ મહેનત કરી સેલ્ફ સ્ટડી કરીને IPS બનીને બતાવ્યું.

વિજય ગુર્જર સંઘર્ષ, મહેતન અને સફળતાના મિસાલ છે. બુલંદ હોંસલાના દમ પર ઉંચી ઉડાન ભરનાર અને સફળતાની સીડી ચડનાર વિજય રાજસ્થાનના ઝુંઝુંનૂં જિલ્લામાં નવલગઢ-ઉદયપુરવાટી માર્ગ પર આવેલા ગામ દેવીપુરાના રહેવાસી છે. લક્ષ્મણ સિંહના દીકરો વિજય ખેતી કરતો હતો, જેની સ્થિતિ સારી નહોતી. એવામાં તે ઊંટોને ચરાવવા જતા હતા. ટ્રેઈન્ડ ઊંટને પુષ્કર મેળામાં વેચી નાખતા, તેનાથી ઘરનો ખર્ચ ચાલી જતો હતો. જોકે, આ પૈસા ઘણાં જ ઓછા હતાં અને ઉચ્ચ અભ્યાસ માટે આ રકમ પૂરતી નહોતી.

એવામાં વિજયના પિતાએ તેમને સંસ્કૃતનો અભ્યાસ કરવાની સલાહ આપી. વિજયે અભ્યાસ પુરો કરી લીધો અને નોકરીની તલાશમાં લાગી ગયો. જે બાદ તે નોકરીની તલાશમાં દિલ્લી આવી ગયો, પરંતુ તેને ત્યાં કોઈ નોકરી ના મળી. આ દરમિયાન વિજયના એક મિત્રે તેને કોન્સ્ટેબલમાં ભરતી નીકળવાની વાત જણાવી. તે દિલ્લીમાં જ કોન્સ્ટેબલની તૈયારી કરવા લાગ્યો. પેપર આપ્યા અને 100માંથી 89 નંબર મેળવ્યા. જૂન 2010માં તેણે કોન્સ્ટેબલની નોકરી જોઈન કરી લીધી.

સામાન્ય રીતે એક વાર સરકારી નોકરી મળ્યા બાદ તેમાં જ જિંદગી ખપાવી દેતા હોય છે પરંતુ આ મામલામાં વિજય સિંહ ગુર્જરની કહાની સૌથી જુદી અને પ્રેરણાદાયી છે. વિજયે જણાવ્યું કે એક વાર નહીં પરંતુ તેમને છ વાર સરકારી નોકરી મળી હતી. દિલ્લી પોલીસના કોન્સ્ટેબલથી આઈપીએસ બનવા સુધીની સફર પુરી કરી પરંતુ સિલસિલો અહીં ના રોકાયો. તે આઈએએસ બનવાની તૈયારી કરવાની વાત કરતા જોવા મળ્યા.

પોતાની સફળતાનું રહસ્ય જણાવતા વિજય કહે છે કે તેઓ ખેડૂત પરિવાર સાથે સંબંધ રાખે છે. પરિવારમાં કોઈ વધારે ભણેલું નથી. તે એવરેજ સ્ટૂડન્ટ રહ્યાં છે. કોઈ માર્ગદર્શન આપનાર નહોતું. લોકો તેની મજાક ઉડાવતા હતા કે તેની સરકારી નોકરી લાગી જાય એ મોટી વાત હશે. વિજય જોઈન્ટ ફેમિલીમાં કાચા મકાનમાં રહીને ભણતો હતો.

પછી 2010માં દિલ્લી પોલીસમાં કોન્સ્ટબલના પદ પર નોકરી મળી. તેને લાગ્યું કે દિલ્લી પોલીસમાં ઈન્સ્પેક્ટરના પદ માટે તૈયારી શરૂ કરવી જોઈએ. તેમાં તે સફળ થયા. ત્યારે એક જ વાત સમજમાં આવી કે વ્યક્તિ સાચી રીતે લક્ષ્ય નક્કી કરીને મહેનત કરે તો જરૂર આગળ વધી શકે છે. પછી તેમણે યુપીએસસી વિશે વિચાર્યું અને સેલ્ફ સ્ટડી શરૂ કર્યું. વિજય નોકરી કરવાની સાથે જ 6 કલાક ભણવા લાગ્યા.

આઈપીએસ વિજય સિંહ ગુર્જરના પરિવારમાં પાંચ ભાઈ બહેનો છે, જેમાં તેમનો ત્રીજો નંબર છે. તેમના નાના ભાઈ અજય ગુર્જર પાડોશના ગામમાં લોહાર્ગલમાં પટવારીના પદ પર છે. તેમના લગ્ન 2015માં સીકરની સુનિતા સાથે થયા છે.

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી તો પણ ચાલુ રાખી અને બે વર્ષ બાદ જાન્યુઆરી 2013માં તેની પસંદગી સેન્ટ્રલ એક્સાઈઝમાં ઈન્સ્પેક્ટરના પદ પર થઈ ગઈ. તેઓ કેરલના તિરુવનંતપુરમાં એક વર્ષમાં રહ્યા અને ફેબ્રુઆરી 2014માં આવકવેરા વિભાગ દિલ્લીમાં ઈન્સ્પેક્ટર બની ગયા. સિવિસ સર્વિસિસમાં પસંદગી પામ્યા સુધી તેમણે આ સેવાઓ આપી.

ગુજરાત કેડર આઈપીએસ અધિકારી તરીકે પ્રશિક્ષણ પામી રહેલા વિજય રાજસ્થાન પ્રશાસન સેવામાં પણ પસંદગી પામ્યા હતા. આઈએએસની પરીક્ષા 2013માં 556મો રેન્ક અને આરએએસ પરીક્ષા 456મો રેન્ક પ્રાપ્ત કર્યો. વિજય ગુર્જરનું લક્ષ્ય આઈએએસ બનવાનું હતું. એટલે તેણે આઈપીએસની તૈયારી ચાલુ રાખી. તેમાં તેમને નિષ્ફળતા પણ મળી.

સિવિલ સર્વિસીઝ 2013, 2014 અને 2015માં પ્રારંભિક પરીક્ષા પાસ ના કરી શક્યા. પછી 2016માં સિવિલ સર્વિસિસની ફાઈનલ લિસ્ટ સુધી પહોંચ્યા. ચાર નિષ્ફળ પ્રયાસો પણ તેમની હિંમત ના તોડી શકી. પાંચમાં પ્રયાસમાં વર્ષ 2017માં યુપીએસસીની પરીક્ષામાં 574મો રેન્ક મેળવ્યો. IPS બન્યા બાદ જ વિજયે સૌથી પહેલા પોતાની માતાને એક પાકું ઘર બનાવીને આપ્યું હતું.

આઈપીએસ વિજય સિંહ ગુર્જરે હિંદીમાં શિક્ષણ લીધું છે. ગામ દેવીપુરાની ખાનગી સ્કૂલથી દસમાં ધોરણની પરીક્ષા બીજી શ્રેણી 54.5 ટકા અને 12મું ધારણ પ્રથમ શ્રેણી 67.23 ટકા સાથે પાસ થયા હતાં.

ત્યારબાદ રાજકીય સંસ્કૃત આચાર્ય કોલેજ ચિરાનાથી સંસ્કૃત ફિલ્ડમાં 54.5 ટકા સાથે ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી. સખત મહેનત અને લક્ષ્ય પર ફોકસ પર રહેવાની વાતને તેઓ સકસેસ મંત્ર માને છે. તેઓ કહે છે કે એક વાર નક્કી કરી લો તો સફળતા જરૂર મળશે.

You cannot copy content of this page