Only Gujarat

Health

કોરોનાવાઈરસથી ડરવાની જરૂર નથી, બચવા માટે આજથી જ ડાયટમાં સામેલ કરો આ 7 વસ્તુઓ

અમદાવાદઃ કોરોનાવાઈરસે આખી દુનિયામાં દહેશત ફેલાવી રાખી છે. ભારતમાં પણ તેમાંથી બાકાત નથી. અહીં પણ અત્યાર સુધીમાં 111 લોકો કોરોનાવાઈરસનો ભોગ બન્યા છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની સલાહ એ છે કે આ ઘાતક મહામારીથી બચવા માટે ભોજનનું પણ ધ્યાન રાખવાની જરૂર છે. ચીનના વૈજ્ઞાનિકો કેટલાક દિવસો પહેલા જ જણાવ્યું હતું કે આ વાઈરસ નબળાં અને વૃદ્ધ લોકોને જલ્દી પોતાનો શિકાર બનાવે છે. તેનાથી બચવા માટે હાઈ એન્ટી વાઈરલ ફૂડને તમારા ડાયેટમાં સામેલ કરવું ખૂબ જ જરૂરી છે. આ વસ્તુઓ ઈમ્યૂનિટી સિસ્ટમને બૂસ્ટ કરશે અને વાઈરસ પોતાની સુરક્ષા કરશે.

નારિયેળનું તેલઃ ઘરમાં જમવાનું બનાવવા માટે સરસવના તેલ કે રિફાઈન્ડ તેલની જગ્યાએ નારિયેળના તેલનો ઉપયોગ કરવાનું સારું રહેશે. એમાં લૉરિક એસિડ અને કેપ્રીલિક એસિડ હોય ,છે જે તમારી ઈમ્યૂનિટી બૂસ્ટ કરશે.

વિટામીન સીઃ એન્ટી ઓક્સીડન્ટથી ભરપૂર પણ ઈમ્યૂન સિસ્ટમને બહેતર બનાવવા માટે કામ કરે છે. આ માટે તમારા ડેઈલી ડાયેટમાં આમળા, લાલ કે પીળાં શિમલા મરચા, સંતરા, જામફળ અને પપૈયા જેવી વસ્તુઓ સામેલ કરવી જોઈએ.

બેરીઝઃ દ્રાક્ષ, બ્લૂ બેરીઝ, ક્રેનબેરીઝ, સ્ટ્રૉબેરીઝ, કોકોઆ, ડાર્ક ચોકલેટ જેવી જમાવાની વસ્તુઓ માત્ર પારજાંબલી કિરણો ફંગલ ઈન્ફેક્શનના મામલામાં અસરદાર છે એવું નથી પરંતુ આ તમામ પ્રકારના વાઈરસથી પણ શરીરની સુરક્ષા કરે છે.

બાદિયા (એક જાતનો ગરમ મસાલો): ભોજનનો સ્વાદ વધારતા બાદિયાનો ઉપયોગ એન્ટી-વાઈરલના રૂપમાં પણ થાય છે. જેમાં શિકિમિક એસિડ મળે છે, જે ઈન્ફ્લૂએન્ઝા પીડિત દર્દીઓને પણ આપવામાં આવે છે.

આદુઃ આદુમાં અનેક પ્રકારના એન્ટી વાઈરલ તત્વો હોય છે. એટલે તેને ભોજનમાં જરૂરથી સામેલ કરો. વરિયાળી કે મધ સાથે તેનું સેવન કરવાથી સારા પરિણામો મળશે. દિવસમાં 3-4 વાર આદુનું સેવન કરવાથી તમારી ઈમ્યૂન સિસ્ટમ સારી રહેશે.

તુલસીઃ ઈમ્યૂનિટી સિસ્ટમને સારી બનાવવા માટેના તત્વોથી ભરપૂર તુલસી ખૂબ જ ગુણકારી છે. રોજ માત્ર એક ચમચી તુલસી લેવાથી તમારી ઈમ્યૂનિટી સિસ્ટમ સુધરે છે. 3-4 મરી અને એક ચમચી મધ સાથે તેનું સેવન કરશો તો તમને રોગો સામે લડવાની તાકાત મળશે.

લસણઃ લસણમાં પણ અનેક પ્રકારના એન્ટી વાઈરલ તત્વો જોવા મળે છે. સૂપ કે સલાડની સાથે તમે તેને કાચુ પણ ખાઈ શકો છો. એક મોટી ચમચી મધ સાથે લસણનું સેવન તમારી ઈમ્યૂનિટી સિસ્ટમને બૂસ્ટ કરી શકે છે.

શું ના ખાવું જોઈએ? કોરોનાવાઈરસના ખતરાથી બચવા માટે ભોજનમાં કેટલીક ચીજોથી દૂર રહેવું, જે સારું છે. તબીબોનું કહેવું છે કે આ સમયે વસ્તુઓને કાચી ખાવી સ્વાસ્થ્ય માટે સારી નથી.

કાચું માંસ ના ખાઓઃ સારું એ છે કે માંસને સારી રીતે ધોઈને અને બરોબર પકવીને જ તેને ખાઓ.

કાચા ઈંડા : ખાવા પણ ખતરાથી ખાલી નથી. સામાન્ય રીતે જિમ જતા કોઈ લોકો ડાયેટમાં કાચા ઈંડા સામેલ કરે છે.

You cannot copy content of this page