Only Gujarat

Health

એક રૂપિયો પણ ખર્ચ કર્યા વગર આ રીતે ફટોફટ ઉતારો વજન, લબડી ગયેલું પેટ થશે સપાટ

લોકો વેઇટ લોસ કરવા માટે ઘણાં પ્રકારના પ્રયત્ન કરતાં હોય છે. એવામાં 30 વર્ષની આસિસ્ટન્ટ પ્રોફેસરે પોતાનું વધેલું વજન દેશી રીતે કોન્ટ્રોલ કર્યું છે. લગભગ 80 કિલોમાંથી 27 કિલો વજન ઘટાડવા માટે આ મહિલાએ તનતોડ મહેનત કરી છે. આજે તે ફિટનેસ ગુરુ બની ગઈ છે અને લોકોની મદદ કરી રહી છે. કૃતિકા ખુંગેર ગુરુગ્રામથી છે અને તે આજે એક ફિટનેસ, યોગા અને ઇન્સ્ટ્રક્ટર છે. તો આજે અમે તેની વેઇટ લોસની સક્સેસ સ્ટોરી જણાવીએ. જેનાથી તમને પણ ફિટનેસ અંગે પ્રેરણા મળશે.

એક સમયે કૃતિકાનું વજન વધીને 80 કિલો સુધી પહોંચી ગયું હતું. જેને લીધે તે ખૂબ જ ડિમોટિવેટ થઈ ગઈ હતી. પછી તેમણે વિચાર્યું કે, તે વજન કન્ટ્રોલ કરશે. તેમણે ફિટ રહેવા માટે પહેલાં પોતાની લાઇફસ્ટાઇલ બદલી નાખી. જિમમાં ગયા વગર કૃતિકાએ એક વર્ષમાં 27 કિલો વજન ઓછું કરી લીધું હતું. આવો જાણીએ તેમના વેઇટ લોસ વિશે.

કૃતિકા કહે છે કે,‘ હું બાળપણથી જાડી હતી. સ્કૂલમાં છોકરાઓ મારી મજાક કરતાં હતાં, પણ મેં ક્યારેય વજન ઘટાડવાનો પ્રયત્ન કર્યો નહોતો. મેં તેની સાથે જીવવાનું સીખી લીધું હતું. મોટા થયાં પછી જ્યારે હું બીજાને જોતી હતી ત્યારે મને લાગતું હતું કે ફિટ રહેવું કેટલું જરૂરી છે. પછી મેં ગંભીરતાથી પોતાની બોડી પર કામ કરવાનું શરૂ કર્યું.’

‘યોગ, ડાયટમાં બદલાવ અને ઘર પર વર્કઆઉટ કરી મેં પોતાનું વજન ઘટાડી દીધું હતું. મેં જિમમાં એક રૂપિયાનો પણ ખરચો કર્યો નથી.’ કૃતિકાએ કહ્યું કે, ‘વજન ઘટાડવા માટે હું સાત દિવસ અલગ-અલગ રીતે આહાર લેતી હતી.’

બ્રેકફાસ્ટ
વેજિટેબલ પૌઆ અથવા વેજિટેબલ દાળની ખિચડી અથવા વેજિટેબલ ઉપમા અથવા તો સેન્ડવિચ, પનીર વેજિટેબલ સલાડ, ઓવરનાઇટ ઓટ્સ, મળદાળ. આ ઉપરાંત સવારની શરૂઆત એક કપ નવસેકા આંબળા અને જીરુંના પાણીથી કરતી હતી.

મિડ-મોર્નિંગ સ્નેકઃ એક કપ ગ્રીન ટી, બદામ, કિશમિશ અને અખરોટ.
લંચઃ બે મલ્ટીગ્રીન ચપાતી, એક વાટકી લીલા શાકભાજી, દહીં અને સલાડ.
ડિનરઃ સલાડ, સૂપ, દાળની ખિચડી.
પોસ્ટ-વર્કઆઉટ મીલઃ એક સ્કૂપ બેસ્ડ પ્રોટીન.

વજન ઘટાડવા માટે કૃતિકા દરરોજ સવારે 5 વાગ્યે ઊઠતી હતી. તેમણે જણાવ્યું કે, ‘સવારે ઊઠ્યા પછી તે નિયમિત યોગ, એચઆઈઆઈટી અને કાર્ડિયો કરતી હતી. આ પછી તે પુરતું પાણી પણ પીતી હતી અને શરીરને હાઇડ્રેડ કરતી હતી. જેમાં મારું એનર્જી લેવલ વધતું હતું અને શરીરમાં ભેગાં થયેલાં વિષાક્ત પદાર્થ બહાર નીકળી જતાં હતાં. વજન ઓછું કરવા માટે હું જિમ ગઈ નથી.’

કૃતિકાએ વધુમાં કહ્યું કે, ‘જ્યારે પરિણામ સારું દેખાય છે, ત્યારે કોઈ વસ્તુ પ્રત્યે જુનૂન પોતાની રીતે ઊભું થઈ જાય છે. મારું વજન ધીરે-ધીરે ઘટી રહ્યું હતું, લૂકમાં પણ ઘણો ફેર પડી રહ્યો હતો. સાથે જ મારા શરૂરમાં સોજા ઓછા થઈ ગયાં હતાં અને હવે સુસ્તી પણ અનુભવાતી નહોતી. પોતાના લુકમાં સુધારો જોઈ મને ઘણી હિંમત મળી હતી.’

વજન ઘટાવાથી ખુશ કૃતિકા કહે છે કે, ‘મેં પોતાના ડાયટ અને વર્કઆઉટ અંગે ખૂબ જ વફાદાર હતી. જીવનશૈલીમાં પણ મેં ઘણાં બદલાવ કર્યાં છે. મેં સવારે જલદી ઊઠવાની આદત નાખી હતી. આ ઉપરાંત સુગર, પૈકટ ફૂડ અને રિફાઇન્ડ ઓઇલ ખાવાનું બંધ કરી દીધું હતું.’

You cannot copy content of this page