Only Gujarat

FEATURED National

7 ભજન ગાયકોની એક સાથે દર્દનાક મોત, લોહીથી લથપથ હતા મ્યુઝિક ઈન્સ્ટ્રૂમેન્ટ્સ

રાજસ્થાનમાં એક હ્રદયકંપાવનારો અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રોગ સાઇડથી આવી રહેલાં ટ્રેલરે એક વાનને ટક્કર મારી હતી. જેમાં બેસેલાં 7 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં જ નજીકના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશોને બહાર કાઢી હતી. જણાવી દઈએકે અકસ્માતમાં મૃતક ભજન ગાયક અને લોક કલાકારનું મોત નીપજ્યું હતું.

એવું કહેવામાં આવે છે કે આ દુ:ખદ અકસ્માત રોંગ સાઈડથી આવતા ટ્રેઇલરના કારણે થયો હતો. ટ્રેઇલરને ટક્કર મારતાં જ વેનના એન્જિનમાં શોર્ટ સર્કિટ થયો હતો, જેના કારણે તે બળવા લાગી હતી અને અંદર બેઠેલા તમામ મુસાફરોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર અને હાઇવે પેટ્રોલિંગના પ્રભારી ધર્મચંદ ખટિકે જણાવ્યું હતું કે તેઓ દુર્ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓએ જોયું કે રસ્તામાં દૂર સુધી લોહી વહેતું હતું અને લોકો ખરાબ રીતે ચીસો પાડી રહ્યા હતા. પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા, પરંતુ બે યુવકો ખરાબ રીતે તરફડીયા મારી રહ્યા હતા. કોઈક રીતે અમે તેમને હોસ્પિટલમાં લઈ જવાની કોશિશ કરી પણ તે પણ રસ્તામાં જ મરી ગયા હતા.

આ દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ લોકો બેન્ડ વગાડવા, મંદસૌરી ઢોલ વગાડતા અને લોકનાટ્ય વીર તેજાજીના રમતોનું મંચન કરતા હતા. આ લોકો ફક્ત ગીત ગાતા અને તેમના કુટુંબને ખવડાવતા હતા, પરંતુ હવે તેમના મૃત્યુ પછી પરિવારોમાં કમાણી કરવાનું કોઈ રહ્યુ નથી. કોઈનાં નાના બાળકો રોઈ રહ્યા છે તો કોઈની પત્ની બેભાન છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page