Only Gujarat

Bollywood

ટીવીની સંસ્કારી વહૂ પતિ પાસે જે કામ કરાવી રહી છે તે જોઇને તમે ચોંકી ઉઠશો

મુંબઇઃ કોરોનાના કારણે દુનિયાભરમાં ડરનો માહોલ છે. ભારતમાં કોરોનાને લઇને વડાપ્રધાન મોદીએ લોકડાઉન 3 મે સુધી વધારી દીધું છે. સામાન્ય લોકોની જેમ બોલિવૂડ અને ટીવી સેલિબ્રિટિઝ પણ લોકડાઉનના કારણે ઘરોમાં કેદ છે. તમામને ઘરમાં નાના-મોટા કામ કરવા પડી રહ્યા છે. આ વચ્ચે ટીવીની સિમરના નામથી ફેમસ દીપિકા કક્કડે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે. હાલમા દિવસોમાં કપલ ઘરમાં પરિવાર સાથે સમય પસાર કરી રહ્યુ છે.

દીપિકા દ્ધારા શેર કરવામાં આવેલી તસવીરોમાં જોઇ શકાય છે કે તે પોતે પેઇન્ટિંગ કરી રહી છે જ્યારે તેનો પતિ શોએબ ઇબ્રાહિમ વાસણ ધોઇ રહ્યો છે.

દીપિકા કક્કડ હાલના દિવસોમાં ઘર પર પોતાની એક જૂની ટી-શર્ટ પર પેઇન્ટિંગ કરી રહી છે. આ જાણકારી તેણે શેર કરી દીધી છે.

શોએબે પોતાના ઇન્સ્ટાગ્રામ પર રસોડામાં વાસણ ધોતો હોય તેવો ફોટો શેર કર્યો છે. આ રેડ કલરની ટી-શર્ટ અને લોઅલ પહેરેલો જોવા મળી રહ્યો છે.

નોંધનીય છે કે દીપિકાના સાસરિયા મુસ્લિમ છે તેમ છતાં તેમના વચ્ચે સારુ બોન્ડિંગ છે. દીપિકા પોતાના સાસરિયાની ખૂબ નજીક છે.

શો સસુરાલ સિમર કાના સેટ પર બંન્ને મિત્ર બન્યા હતા. બાદમાં દીપિકા અને શોએબે 2013થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

જ્યારે તે બિગ બોસ જીતીને ઘરમાં આવી હતી તો તેમણે કહ્યુ હતું કે જીતેલા રૂપિયા માટે તે મમ્મી માટે ઘર ખરીદીશ.

શોએબે પરિવારજનોની હાજરીમાં દીપિકાને નચ બલિએ (2017)ના સેટ પર લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતું. દીપિકાના આ બીજા લગ્ન હતા. દીપિકાએ કો-એક્ટર રોનક સૈમસન સાથે 2011માં પ્રથમ લગ્ન કર્યા હતા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page