Only Gujarat

Bollywood

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે નામ જોડાવાને લઈને રિયા ચક્રવર્તીએ તોડ્યું મૌન

મુંબઇઃ બોલિવૂડમાં એક્ટર અને એક્ટ્રેસના ડેટિંગના સમાચાર આવતા રહે છે. કોઇ પણ સેલેબ્સ કોઇ અન્ય સેલેબ્સ સાથે જોવા મળે છે તો તેમના ડેટિંગની અફવાઓ ફેલાવા લાગે છે. એવામાં હાલના દિવસોમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને એક્ટ્રેસ રિયા ચક્રવર્તીના ડેટિંગની ખબરો સામે આવી છે. આ ખબરો પર હવે રિયાએ પોતાનું મૌન તોડ્યું છે.

છેલ્લા અનેક મહિનાઓથી અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને એક્ટ્રેસ રિયા ચક્રવર્તી એકસાથે અનેક પાર્ટીઓ અને પબ્લિક પ્લેસમાં સાથે જોવા મળી ચૂક્યા છે. તેમને જોતા લોકોમાં તેમના ડેટિંગની ચર્ચા શરૂ થઇ ગઇ છે. હવે રિયાએ પોતે આ બાબતોને લઇને મૌન તોડ્યું છે. રિયાએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં જે વાત કરી તે સાંભળીને તમામ ચોંકી ઉઠ્યા છે.

રિયાએ ઇન્સ્ટાગ્રામ લાઇવ મારફતે ઇ-ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ના મે અથવા સુશાંત સિંહ રાજપૂતે રિલેશનશીપની વાતનો ક્યારેય સ્વીકાર કર્યો છે. આ બધા રિપોર્ટ્સ સત્ય નથી. હું અને સુશાંત સારા મિત્રો છીએ. હું તેને છેલ્લા આઠ વર્ષોથી ઓળખું છું. હું મારા તમામ મિત્રોને ખૂબ પ્રેમ કરું છું અને આ વાતને છૂપાવતી નથી.

રિયા સુશાંતની વાત કરતા કહ્યું કે જ્યાં સુધી સુશાંતની વાત છે તે મારો એક સારો મિત્ર છે અને એક સારો વ્યક્તિ પણ છે. હું તેના વિશે તો નથી જાણતી પરંતુ મારા માટે તો તે સૌથી ક્યૂટ અને આકર્ષક વ્યક્તિ છે. પરંતુ અત્યાર સુધી હું જાણતી નથી કે તે મારા વિશે શું વિચારે છે. નોંધનીય છે કે સુશાંત અને રિયા અનેકવાર સાથે જોવા મળ્યા છે. જ્યારે સુશાતના જન્મદિવસ પર રિયાની પોસ્ટે આ વાતને વધુ હવા આપી હતી.

સુશાંત પણ એકવાર આ અંગે વાત કરી ચૂક્યો છે. સુશાંતે કહ્યું હતું કે, જો કાંઇક નવુ હોય તો તેના વિશે કાંઇ પણ કહેવું ખોટું છે. હું પોતાના સંબંધિત ચીજો પર વાત કરવાનું પસંદ કરું છું. જો વાત કોઇ અન્ય વ્યક્તિની હોય છે તો હું તેના વિશે વાત કરતો નથી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page