22 વર્ષથી ગુમનામીભર્યું જીવન જીવે છે ‘રાજા હિન્દુસ્તાની’ ફિલ્મની આ અભિનેત્રી, નામ જાણીને ચોંકી જશો

24 વર્ષ પહેલા આવેલી આમીર ખાન અને કરિશ્મા કપૂરની ફિલ્મ રાજા હિન્દુસ્તાનીના ગીત પરદેશી પરદેશી આજે પણ લોકોને મોઢે છે. જો કે આ ગીતમાં સુંદર બંજારણના રોલમાં નજર આવેલી એક્ટ્રેસ પ્રતિભા સિન્હાને ભાગ્યે જ કોઇ ઓળખતા હશે. પ્રતિભા એક સમયની જાણીતી એક્ટ્રેસ માલા સિન્હાની પુત્રી છે. પ્રતિભાએ 1992માં આવેલી ફિલ્મ મહેબૂબ મેરે મહેબૂબથી કરિયરની શરૂઆત કરી હતી. જો કે તેનુ કરિયર ખુબ જ નાનું રહ્યું અને તેણીએ માત્ર 13 ફિલ્મમાં જ કામ કર્યું.

સંગીતકાર નદીમ સૈફી સાથે પ્રતિભા સિન્હાના અફેરની ખુબ જ ચર્ચા જાગી હતી. પરીણિત નદીમના પ્રેમમાં તે એટલી પાગલ હતી કે તે પોતાનું કરિયર પણ દાવ પર લગાવી દીધું હતું.

પ્રતિભાએ એક વખત એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે ટૂંક સમયમાં જ નદીમ સાથે લગ્ન કરવાની છે. જો કે બાદમાં તેણીએ જાતે જ આ ન્યૂઝનું ખંડન કરી કહ્યું હતું કે તે લગ્ન નથી કરી રહી.

પ્રતિભાએ એક વખત એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે ટૂંક સમયમાં જ નદીમ સાથે લગ્ન કરવાની છે. જો કે બાદમાં તેણીએ જાતે જ આ ન્યૂઝનું ખંડન કરી કહ્યું હતું કે તે લગ્ન નથી કરી રહી.

પ્રતિભાનું કોડ નેમ Ambassador અને નદીમનું Ace હતું. જ્યારે મીડિયાને બંનેના સિક્રેટ કોડ નેમની જાણ થઇ તો પ્રતિભાએ જાહેરમાં નદીમની સાથે પોતાના રિલેશનની વાતનો સ્વીકાર કર્યો હતો.

જ્યારે આ વાતની જાણ માલા સિન્હાને થઇ તો તે ખુબ જ નારાજ થઇ અને પ્રતિભાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. નદીમ સૈફી પહેલાથી જ પરણિત હતા એવામાં પ્રતિભાથી તેમના સંબંધ માલાને મંજૂર ન હતા. તેોએ બંનેને અલગ કરવાના અનેક પ્રયાસ કર્યા. પરંતુ નદીમથી દૂર જવા તૈયાર ન હતી.

રિપોર્ટ્સ પ્રમાણે પ્રતિભાની સાથે અફેરના ન્યૂઝને લઇને નદીમ પણ ખુબ જ પરેશાન થઇ ગયા હતા. ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે માલા સિન્હાએ નદીમના ઘરે ફોન કરી ખુબ જ ગાળા-ગાળી પણ કરી હતી. બાદમાં પ્રતિભાએ પોતાની માતા તરફથી માફી પણ માગી હતી.

નદીમે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મા અને દિકરી મળી મારી સાથે ગેમ રમી રહી છે. તે મારા નામનો ઉપયોગ કરી વધુમાં વધુ પબ્લિસિટી મેળવવા માગે છે. તે માત્ર પ્રતિભા સિન્હાની મદદ કરવા માગતા હતા. કારણ કે પ્રતિભા એક ટેલેન્ટેડ એક્ટ્રેસ છે અને આથી તે તેની નજીક હતા પરંતુ અમારી બંને વચ્ચે કંઇ નથી.

પ્રતિભા સિન્હા છેલ્લે 1998માં આવેલી ફિલ્મ મિલિટ્રી રાજમાં નજર આવી હતી. ત્યારબાદથી તેના કોઇ સમાચાર આવ્યા નથી. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તે હાલ પોતાની માતા માલા સિન્હા સાથે ગુમનામ જીવન જીવે છે.

પ્રતિભાનું કરિયર ખુબ જ નાનું રહ્યું હતું. તેણીએ માત્ર 13 ફિલ્મોમાં જ કામ કર્યું છે. પ્રતિભા સિન્હાએ કલ કી આવાજ, દિલ હે બૈતાબ, એક થા રાજા, તુ ચોર મે સિપાહી, રાજા હિન્દુસ્તાની, ગુદગુદી, દિવાના મસ્તાના, કોઇ કિસી સે કમ નહીં, જંજીર અને મિલિટ્રી રાજ જેવી ફિલ્મોમાં કામ કર્યું.