Only Gujarat

National TOP STORIES

મહારાષ્ટ્રમાં 90 વર્ષ જૂની દવાથી કોરોનાનાં દર્દીઓ થઈ રહ્યા છે સાજા, હવે તેની પર થશે ક્લિનીકલ રિસર્ચ

કોરોના વાયરસથી બચવા માટે આખી દુનિયાનાં વૈજ્ઞાનિકો રસી તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતમાં પણ આ દિશામાં ઝડપી કામ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન મુંબઇથી એક સારા સમાચાર આવ્યા છે. 90 વર્ષ જૂની દવાના ક્લિનિકલ ટ્રાયલ્સને અહીં મંજૂરી આપવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં 90 વર્ષની જૂની દવા પર સંશોધન કરવામાં આવી રહ્યું છે અને કોરોના સામેની લડતમાં તેના પરિણામો અત્યાર સુધી સારા હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ ડ્રગના ક્લિનિકલ ટ્રાયલ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પુણેની એક સંસ્થામાં, તેનું ક્લિનિકલ ટ્રાયલ દર્દીઓ પર કરવામાં આવશે.

મુંબઇના પરેલ સ્થિત હાફકીન સંસ્થામાં આ દવા પર સંશોધન કરવામાં આવી રહ્યું છે. આ રસી BCG એટલે કે Bacillus Calmette- Guerin છે. 1908 અને 1921ની વચ્ચે આ રસી બનાવવામાં 13 વર્ષનો સમય લાગ્યો હતો. તે ફ્રેન્ચ બેક્ટેરિયોલોજીસ્ટ આલ્બર્ટ કાલમેટ અને કેમિલ ગુરિન દ્વારા મળીને બનાવવામાં આવી હતી. અત્યાર સુધી બીસીજીનો ઉપયોગ ટીબીના દર્દીઓ માટે થાય છે. પરંતુ જો પરિણામો વધુ સારા આવે, તો આ રસી કોવિડ -19 સામે પણ એક મોટું હથિયાર બની શકે છે.

હાફકીન ઇન્સ્ટિટ્યૂટના સંશોધકો તેના પર સતત કામ કરી રહ્યા છે. જો સૂત્રોનું માનીએ તો, પ્રાથમિક સંશોધનમાં અત્યાર સુધી હાથ ધરવામાં આવેલા પરીક્ષણો ખૂબ જ સકારાત્મક હતા. પ્રારંભિક સંશોધનથી એ પણ બહાર આવ્યું છે કે જે લોકોએ બીસીજી રસીનો ઉપયોગ કર્યો છે, તેમના શરીરની ઈમ્યુનિટી કોરોના સામે લડવામાં ઘણી સારી છે.

આ આધારે, સંશોધનકારોનું માનવું છે કે આ રોગને લીધે જે લોકોએ આ રસી લીધી હોય એવાં લોકો કોરોનાને પરાજિત કરવામાં વધુ મજબૂત હોય છે. તેથી, સંશોધનકારોનું માનવું છે કે જો આ રસી લોકોને આપવામાં આવે તો ન માત્ર કોરોનાના લક્ષણોમાં ઘટાડો થવાની અપેક્ષા છે, પરંતુ તેની અસર પણ ઓછી થઈ શકે છે. જો કોઈને કોરોનાના ગંભીર લક્ષણો હોય, તો આ રસીથી તને ઘટાડી પણ શકાય છે અને દર્દીની સ્થિતિ સુધરી શકે છે.

સકારાત્મક પરિણામો
મેડિકલ એજ્યુકેશન અને ડ્રગ્સ વિભાગનાં ડોક્ટર સંજય મુખર્જીએ કહ્યું કે હાફકીન સંસ્થાએ પ્રારંભિક અભ્યાસ કર્યો છે અને તેના પરિણામો સકારાત્મક બહાર આવ્યા છે. તેના આધારે, આવી સંસ્થાઓની ઓળખ કરવામાં આવી છે જ્યાં આ રસી વિશે વધુ સંશોધન કરી શકાય છે.

મહારાષ્ટ્ર સરકાર વતી આઈસીએમઆર અને ભારતના ડ્રગ કંટ્રોલરને એક પત્ર પણ લખાયો હતો. મહારાષ્ટ્ર સરકારના ચીફ સેક્રેટરી અજય મહેતાએ બીસીજી રસી પર આગળ વધવાની મંજૂરી માંગી હતી. આખરે, ક્લિનિકલ ટ્રાયલ્સમાં તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. હવે ક્લિનિકલ પરીક્ષણોનાં પરિણામો આઇસીએમઆર સાથે શેર કરવામાં આવશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page