Only Gujarat

FEATURED Sports

પાંચ મહિના સુધી નહીં મળી શકે આ ક્રિકેટર પોતાની લાડલીને, પત્નીથી રહે છે અલગ

દુબઈઃ આઈપીએલ 2020નો ટૂંક સમયમાં પ્રારંભ થઈ રહ્યો છે. આ સમયે તમામ ખેલાડીઓ IPLની તૈયારીઓ કરી રહ્યાં છે. આ વર્ષે આઈપીએલ યુએઈમાં રમાશે. કોરોનાને કારણે ઘણા ખેલાડીઓ અમુક મહિનાથી કોઈ મેચ રમી શક્યા નથી. અમુક ખેલાડીઓ સોશિયલ મીડિયા પર પોતાના પરિવારજનો યાદ આવતા હોવાથી તેમની તસવીર શેર કરી રહ્યાં છે. ચહેલે પિતાની તસવીર શેર કરી છે. આ દરમિયાન મોહમ્મદ શમીએ પોતાની સૌથી મોટી પીડા વ્યક્ત કરી હતી. મોહમ્મદ શમી પણ આઈપીએલ રમવા માટે દુબઈમાં છે. પરંતુ તે પોતાની દીકરી આઈરાને ઘણો મિસ કરી રહ્યો છે.

શમીએ કહ્યું કે, તે આઈરાને લૉકડાઉનમાં એક પણ વખત મળી શક્યો નથી અને તેને મળ્યા વગર જ દુબઈ પહોંચવું પડ્યું. દીકરીને યાદ કરતા શમી ભાવુક થયો હતો.

શમી ક્રિકેટ ઉપરાંત પોતાના વ્યક્તિગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. વિવાદો સાથે તેનો જુનો સંબંધ છે. પત્ની સાથેના વિવાદના કારણે શમીની છબિ ખરડાઈ હતી. જોકે પત્નીએ લગાવેલા મેચ ફિક્સિંગ જેવા ગંભીર આરોપ ખોટા નીકળ્યા અને બીસીસીઆઈએ શમીને આ મામલે ક્લિનચીટ આપી હતી.

શમી આગામી અમુક મહિના પણ દીકરીને મળી શકશે નહીં કારણે કે તે 2 મહિના આઈપીએલ માટે દુબઈમાં રહેશે. જે પછી તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની સીરિઝ માટે ત્યાંથી સીધો ટીમ સાથે ઓસ્ટ્રેલિયા જશે. જોકે હાલ એક પિતા તરીકે શમી દીકરીથી દુર રહેવાના દુઃખનો સામનો કરી રહ્યો છે.

શમીએ કહ્યું કે, દીકરી આઈરાને તે ઘણો મિસ કરી રહ્યો છે અને આ કારણે દુઃખી પણ છે. આ સમયે તે રડવા પણ લાગે છે. શમીની પત્ની હસીન જહાંએ પતિ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ શમીના પરિવારજનો પર પણ આરોપ લગાવ્યો હતો. શમીની દીકરી આઈરા પોતાની માતા અને નાની સાથે રહે છે. તે ઘણા મહિનાથી પિતાને મળી શકી નથી.

પતિ સાથેના વિવાદ ઉપરાંત શમીની પત્ની હસીન જહાં સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો મુકવાના કારણે પણ ચર્ચામાં રહે છે. બીજી તરફ આઈપીએલ 2020માં શમી વધુ સારું પ્રદર્શન કરી પોતાની દીકરીને ખુશ કરવાનો પ્રયાસ કરશે. અશ્વિન પંજાબ છોડીને દિલ્હીની ટીમ સાથે જોડાયો હોવાથી બોલિંગ યુનિટમાં શમીની જવાબદારીઓ વધી ગઈ છે.

You cannot copy content of this page