Only Gujarat

Gujarat TOP STORIES

નવરાત્રિની સાથે જ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર થશે એન્ટ્રી, ખેડૂતોના પેટમાં ફાડ પડી

હાલ ગુજરાતમાં વરસાદે વિદાય લીધી હોય તેવું લાગી રહ્યું છે જોકે અચાનક આગામી પાંચ દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થશે. ત્યારે છેલ્લા બે દિવસથી તેલંગાણા અને આંધ્ર પ્રદેશે વરસાદે ઘમરોળી લીધું છે. બન્ને રાજ્યોમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. ત્યારે હવે મુંબઈ થઈને વરસાદે ફરીથી એકવાર ગુજરાતમાં એન્ટ્રી કરી છે. ગુજરાતમાં છેલ્લા ઘણાં દિવસોથી વરસાદ ન વરસતાં ચોમાસાએ વિદાય લીધી હોય તેવું લાગી રહ્યું હતું જોકે હવામાન વિભાગે ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરી છે. જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસમાં રાજુલા તેમજ જાફરાબાદ સહિતના આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. વરસાદની આગાહીને કારણે ખેડૂતોમાં ચિંતામાં વધારો થયો છે ત્યારે ખેડૂતો પોતાની જણસ અને ઘાસચારો યોગ્ય રીતે ઢાકીને રાખે જેથી કોઈ નુકશાન ન થાય. આ ઉપરાંત દરિયો તોફાની બનતાં માછીમારીને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં પાંચ દિવસ થંડરસ્ટોમની સ્થિતિ રહેશે. દરમિયાન પ્રતિ કલાકે 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

નવરાત્રિની સાથે-સાથે ગુજરાતમાં ફરીથી વરસાદી મહોલ સર્જાય તેવી સંભાવના છે તેમ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે, આજથી એટલે શુક્રવારથી આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ સર્જાશે. જેમાં ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણમાં પણ હળવો વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે, 16મી ઓક્ટોબરે નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દિવ અને કચ્છમાં હળવો વરસાદ પડશે.

17મીએ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, દિવ, પાટણ અને મહેસાણામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. આ ઉપરાંત ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ તુટી પડશે. 18મીએ સોરાષ્ટ્રના અનેક વિસ્તારમાં તેમજ કચ્છ અને દિવ, દમણ તથા દાદરા નગર હવેલીમાં છૂટો છવાયો વરસાદ પડશે.

17મીએ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, દિવ, પાટણ અને મહેસાણામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. આ ઉપરાંત ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ તુટી પડશે. 18મીએ સોરાષ્ટ્રના અનેક વિસ્તારમાં તેમજ કચ્છ અને દિવ, દમણ તથા દાદરા નગર હવેલીમાં છૂટો છવાયો વરસાદ પડશે.

You cannot copy content of this page