Only Gujarat

Gujarat

ગુજરાતમાં અહીં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયું સ્વર્ગને ભૂલી જાવ એવું મુક્તિધામ

મુક્તિધામનું નામ પડે એટલે ભલભલાના ધબકારા વધી જાય છે. મુક્તિધામમાં કોઈ જવાનું પસંદ કરતું નથી પરંતુ ઉત્તર ગુજરાતના આંગણે બનેલું મુક્તિધામ સ્વર્ગને પણ ભુલાવી દે તેવું છે. આ મુક્તિધામ ડીસામાં બનાસ નદીના કિનારે 14 વીઘામાં તૈયાર કરવામાં આવ્યું છે. જેનો અંદાજીત ખર્ચ 5થી 7 કરોડના થયો છે.

અહીં અંતિમ સંસ્કાર માટે તો લોકો આવે છે. પરંતુ સાથે જન્મ દિવસની ઉજવણી, પ્રે વેડિંગ શૂટ માટે પણ લોકો આવી રહ્યાં છે. મુક્તિધામનું 80 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. પાંચ કરોડનો ખર્ચ થઇ ગયો છે.

ડીસામાં બનાસ નદી નજીક 14 વીઘા જેટલી જમીનમાં રૂપિયા 5થી7 કરોડના ખર્ચે મુક્તિધામ આકાર પામી રહ્યું છે.

આ મુક્તિધામ એ ફક્ત મુક્તિધામ જ નહીં પરંતુ ડીસા સહિત આસપાસના વિસ્તારના લોકો માટે પિકનીક પોઇન્ટ કે પ્રિ વેડિંગ શૂટિંગ પોઇન્ટ સાબિત થઇ રહ્યું છે.

સામાન્ય રીતે મુક્તિધામમાં કોઇ જવા માંગતું નથી. અહીં લોકો ભય અનુભવતા હોય છે. પરંતુ ડીસામાં બની રહેલું મુક્તિધામમાં લોકો ભય મુક્ત થશે.

આ મુક્તિધામની એન્ટ્રીને જ કોઈ રિસોર્ટ કે પાર્ટી પ્લોટની એન્ટ્રી હોય તેવી તૈયાર કરવામાં આવી છે. આ મુક્તિધામમાં અંતિમક્રિયા માટે આધુનિક ડિઝાઇન વાળો સિમેન્ટ ડોમ તૈયાર કર્યો છે.

બાળકોની દફનક્રિયા માટે અલગ જગ્યા ફાળવાઈ છે. મુક્તિધામમાં પ્રાર્થના ખંડ, સિનિયર સિટિઝનો માટે લાયબ્રેરી હોલ, વિશાળ બાગ બગીચો,બાળકો માટે રમત ગમતના સાધનો, સ્મૃતિ પરિસર, સ્નાનગૃહ, શૌચાલય સહિતની સુવિધા છે.

તેમજ ગ્રામ્ય સંસ્કૃતિ ધરાવતું પેટિંગ, વર્ષો જૂનો કૂવો જેમાં તમામ શકુંલનું વેસ્ટ પાણી તેમજ વરસાદનું પાણી જુના કુવામાં રિચાર્જ કરાય છે.

મુક્તિધામને બે ભાગોમાં વહેંચવામાં આવ્યું છે. જેમાં એક ભાગ માત્ર અંતિમક્રિયાઓ માટે છે.બીજા ભાગમાં લોકો પિકનિક માટે હરવા ફરવા આવી શકે.

આ મુક્તિધામની સુંદરતાને જોઈ કેટલાક લોકો તો અહીં પ્રિવેડિંગ શૂટ માટે પણ આવી રહ્યાં છે. ત્યારે અત્યાર સુધી 5 કરોડના ખર્ચે માત્ર 80 ટકા જેટલું કામ જ પૂર્ણ થયું છે. આ 80 ટકા કામ પૂર્ણ થતાં જ આ મુક્તિધામ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page