Only Gujarat

Gujarat

પહેલીવાર ટીના અંબાણીએ બહેનો સાથેની તસવીર કરી શેર, જુઓ સુંદર તસવીર

ઈન્ટરનેશનલ વુમન્સ ડેના અવસર પર સેલેબ્સ એક બીજાને વિશ કરી રહ્યા છે. આજનો દિવસ મહિલાઓને જશ્ન મનાવવાનો દિવસ છે. અભિનેત્રી આ અવસરને વુમન એમ્પાવરમેન્ટને પ્રોત્સાહન આપી રહી છે. બિઝનેસમેન અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણીએ આ ખાસ દિવસ પર પોતાની બહેનો સાથેની તસવીર શેર કરી છે. આ તસવીર ટીના અંબાણીના પુત્ર અનમોલના લગ્નની છે. તસવીરની સાથે ટીનાએ પોતાની બહેનોના નામ એક ઈમોશનલ મેસેજ આપ્યો છે.


ટીના અંબાણીએ ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે. તસવીરમાં તે પોતાની ચાર બહેનોની સાથે જોવા મળી રહી છે. તમામ ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા હતાં. તસવીરમાં ટીના પોતાની બહેનની સાથે વાતચીત કરી રહી હતી અને હસતી જોવા મળી રહી છે.


તસવીરની સાથે ટીનાએ કેપ્શનમાં લખ્યું કે, મારી બહેનોને અને મારા જીવન સાથે જોડાયેલ ખૂબસૂરત મહિલાઓને ચિયર્સ. તમે લોકોએ મને મહિલાની સંપૂર્ણતાનો અહેસાસ કરાવ્યો, મલ્ટીટાસ્કિંગના ગુણ શીખવાડ્યા, મને મહિલાની અંદરના અનંત પ્રેમનો અહેસા કરાવ્યો. તમને બધાને વુમન્સ ડેની શુભેચ્છાઓ. ભગવાન કરે કે અમે પૂરી ક્ષમતાની સાથે રહે, પ્રેમ કરે અને પોતાના પેશનને નિખારતાં રહીએ.


ચાહકોને ટીનાની બહેનો સાથેની તસવીર બહુ જ પસંદ આવી રહી છે. તસવીર જ બહુ સરસ છે. આ તસવીર પર લોકો ભરપૂર કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, વાહ, તમે 5 શાદાર મહિલાઓ. બીજા યુઝરે લખ્યું કે, બહુ ખૂબસૂરત, તમે બધાં હંમેશા સ્વસ્થ રહો. અન્ય એક યુઝરે લખ્યું કે, હેપ્પી વુમન્સ ડે મેમ. તમે એક ઈન્સ્પિરેશન છો. ટીના અંબાણીના મોટા પુત્રના લગ્ન હાલમાં જ થયા હતાં. આ દરમિયાન ફિલ્મ જગત સાથે જોડાયેલા અનેક સેલેબ્સ જોવા મળ્યા હતાં. મુકેશ અંબાણીનો પરિવાર પણ લગ્નમાં સામેલ થયો હતો.


ટીના અંબાણી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં મોટું નામ રહ્યું છે. તેમનું કરિયર બહુ નાનું રહ્યું પરંતુ તેમણે તેમના સમયમાં ટોપ અભિનેત્રીઓ સાથે કામ કર્યું. તેમણે વર્ષ 1978માં દેશ પરદેશ ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેમણે કર્જ, લૂટમાર, આપકે દિવાને, રોકી, સુરાગ, સૌતન, બડે દિલવાલે, પુકાર, અલગ-અલગ, યુદ્ધ, ભગવાન દાદા, કામગ્નિ, મુકદ્દર કા ફેસલા, અને જીગરવાલા જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

You cannot copy content of this page