Only Gujarat

FEATURED National

તો શું હવે ફરી PUBG રમી શકીશું આપણે? ભારતમાં થઈ રહી છે બીજીવાર એન્ટ્રી?

PUBG એ ભારતમાં એક લોકપ્રિય રમત છે. જો કે, થોડા સમય પહેલા ભારત સરકારે ભારતમાં PUBG મોબાઇલ પર પ્રતિબંધ મૂક્યો હતો. અત્યારે, આ પ્રતિબંધ ક્યારે હટાવવામાં આવશે અથવા દૂર કરવામાં આવશે તે વિશે કોઈ માહિતી નથી.

દરમિયાન, PUBG કોર્પોરેશનમાંથી ભરતી માટે ખાલી જગ્યા ભરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો તેને એક સંકેત તરીકે લઈ રહ્યા છે કે ભારતમાં PUBG ઉપરથી પ્રતિબંધ હટાવવામાં આવી શકે છે. પરંતુજોબ પોસ્ટ પરથી એવું ક્યારેય પણ ધારી શકાય નહી કે, PUBG મોબાઇલ પાછી આવી રહી છે.

પોપ્યુલર બેટલ રોયાલ ગેમ PUBGના ડેવલોપર અને પબ્લિશર, PUBG કોર્પોરેશન દ્વારા Linkedin પર એક જોબ પોસ્ટ મૂકવામાં આવી છે. આ પોસ્ટ ‘કોર્પોરેટ ડેવલપમેન્ટ ડિવિઝન મેનેજર’ માટેની મુકવામાં આવી છે.

આપેલી માહિતી અનુસાર, PUBG કોર્પોરેશન એવી વ્યક્તિની શોધમાં છે જે, ઈન્ડિયન માર્કેટને ફોક્સ કરીને મર્જર અને એક્વેઝિશન અને ઈન્વેસ્ટમેન્ટ માટે ઓવરઓલ સ્ટ્રેટેજી ડેવલપ કરી શકે.

ઉપરાંત, આ રોલમાં, ઉમેદવારે દક્ષિણ કોરિયામાં ક્રાફ્ટનના હેડક્વાર્ટરથી ગાઈડન્સની સાથે PUBG ઈન્ડિયા માટે સેટઅપ પ્રોસેસને સપોર્ટ કરવાનું રહેશે. આ જ જાણકારીઓને આધાર માનીને અમુક લોકો માની રહ્યા છેકે, ભારતમાં પબજી મોબાઈલની વાપસી થઈ શકે છે. જોકે, જોબ ડિસક્રિપ્શનમાં ફ્કત PUBG જ લખવામાં આવ્યુ છે ના કે PUBG મોબાઈલ.

તમારી માહિતી માટે, ભારત સરકારે પાછલા મહિનાની શરૂઆતમાં દેશમાં PUBG મોબાઇલ પર પ્રતિબંધ મુકી દીધો હતો. જો કે, ભારતમાં PC અને ગેમિંગ કન્સોલ પર ઉપલબ્ધ PUBGને એક્સેસ કરી શકાય છે. આવી સ્થિતિમાં, એવી સંભાવના પણ છે કે આ હાયરિંગ PUBG માટે થઈ રહ્યું છે, મોબાઇલ વર્ઝન માટે નહીં.

You cannot copy content of this page