Only Gujarat

FEATURED International

પતિએ કર્યો ચોંકાવનારો ખુલાસો, બિલાડીને કારણે પત્ની થઈ ગઈ પ્રેગ્નન્ટ

વિશ્વમાં ઘણા એવા કિસ્સાઓ બને છે જે ખૂબ આશ્ચર્યજનક હોય છે. તેમના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. પરંતુ જ્યારે તમે વિગતો જાણો, તો પછી હસવું પણ આવી જાય છે. હવે આ પતિને જ જોઈ લો. સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ તેની પત્નીના ગર્ભાવસ્થાના સમાચાર લોકો સાથે શેર કર્યા. આ સમાચાર વાંચીને બધા જ ચોંકી ગયા. વાસ્તવમાં, આ માણસે કહ્યું કે તેની પત્ની ગર્ભવતી છે અને તેને માતા બનાવનાર બીજું કોઈ નહિ પણ તેની પાલતુ બિલાડી છે. આ સમાચાર વાંચીને બધા જ ચોંકી ગયા. હકીકતમાં, કોઈ પણ એવું માનવા તૈયાર નહોતા કે કોઈ એક બિલાડી સ્ત્રીને કેવી રીતે પ્રેગ્નન્ટ કરી શકે. આ પછી, એ વ્યક્તિએ સંપૂર્ણ ખુલાસો કર્યો.

 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર, એક પુરુષે તેની પત્નીની ગર્ભાવસ્થા વિશે માહિતી આપતા કહ્યું કે તેણી માતા બનવાની છે અને તેના ગર્ભધારણનું કારણ બીજું કોઈ નહિ પરંતુ તેની પોતાની બિલાડી છે. આ દંપતીને પહેલેથી જ એક પુત્રી છે. કોરોના મહામારી સમાપ્ત થયા પછી બંને બીજા બાળકની યોજના બનાવી રહ્યા હતા. પરંતુ અચાનક જ તેની પત્ની ગર્ભવતી થઈ ગઈ.

આ વ્યક્તિએ જણાવ્યું કે તેની પત્ની પહેલા ગર્ભનિરોધક ગોળી ખાતી હતી. પરંતુ તેની આડઅસર પછી, દંપતીએ કોન્ડોમનો ઉપયોગ શરૂ કર્યો. કોન્ડોમ 98% અસરકારક હોવા છતાં પણ સ્ત્રી ગર્ભવતી થઈ ગઈ. જ્યારે પત્નીના ગર્ભાવસ્થાના રિપોર્ટ્સ પતિના હાથમાં આવ્યા ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો.

દંપતીને માનવામાં જ ન આવ્યું કે કોન્ડોમના ઉપયોગ પછી પણ પત્ની કેવી રીતે ગર્ભવતી થઈ ગઈ ? ત્યારબાદ પતિએ ડ્રોઅરમાંથી કોન્ડોમનું પેકેટ બહાર કાઢ્યું. આ પછી, બધો ખુલાસો થયો.વાસ્તવમાં, બિલાડીએ તમામ કોન્ડોમના પેકેટ્સમાં કાણાં પાડી નાખ્યા હતા. દંપતીને આ વાતની ખબર જ ન હતી. આ કારણોસર, સેક્સ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરવા છતાં પણ પત્ની ગર્ભવતી બની ગઈ.

 

આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકોની અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી છે. ઘણા લોકોએ તેને મનોરંજક ગણાવ્યું. તો ઘણા લોકોએ આ દંપતીને આશ્વાસન આપ્યું.

You cannot copy content of this page