Only Gujarat

National TOP STORIES

50 કરોડ રૂપિયા ગણતા પોલીસને લાગ્યા 6 કલાક પછી જે સામે આવ્યું તે જાણીને ચોંકી જશો

લોકડાઉનના કારણે દેશના મોટાભાગના લોકોને મોટો આર્થિક ફટકો પડ્યો છે ને એવામાં 6 શખ્સો કોથળા ભરાઇ એટલી રૂપિયાના બંડલ લઇને નિકળ્યા હતા. પરંતુ તેઓને ખબર ન હતી કે કાનુનના હાથ લાંબા હોય છે. મહારાષ્ટ્રના પુણેની ક્રાઇમ બ્રાંચે 50 કરોડ રૂપિયાથી વધુની ફેક કરંસી પકડી પાડી છે. આ ફેક કરંસીમાં કેટલાક અન્ય દેશની કરંસી પણ સામેલ છે. પકડાયેલા રૂપિયામાં મોટાભાગની નોટ ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલું છે.

જો કે હજુ સાચી હકિકત સામે આવી નથી કે આ પાછળ શું ષડયંત્ર છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ નકલી કરંસીથી છેતરપીંડિ કરવા જઇ રહ્યાં હતા. એટલું જ નહીં આ નકલી કરંસી સાથે પકડાયેલા છ શખ્સોમાં આર્મીના જવાન પણ સામેલ છે. આથી હવે આર્મીની ઇન્ટેલિજન્સ પણ તપાસમાં લાગી છે.

પુણે ક્રાઇમ બ્રાંચે બુધવાર 10 તારીખે અંદાજે 50 કરોડ રૂપિયાની કિંમતની નકલી નોટ જપ્ત કરી. જેમાં ભારત અને અમેરિકા સહિત અનેક દેશની કરંસી સામેલ છે. જો કે મોટાભાગની નોટ પર ચિલ્ડ્રેન બેંક ઓફ ઇન્ડિયા લખેલું છે. આ મામલે આર્મીના એક જવાન સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાંચને શંકા છે કે આ નોટની મદદથી ઠગાઇ કરવાના ઇરાદે લઇ જવામાં આવી રહી હતી.

પુણેના ડીસીપી ક્રાઇમબ્રાંચ બચ્ચન સિંહે જણાવ્યું કે બે દિવસ પહેલા અમે મિલિટ્રી ઇન્ટેલિજન્સ પાસેથી નકલી કરંસી ગેંગ અંગે સૂચના મળી હતી. ત્યારબાદ સંયુક્ત ઓપરેશન ચલાવી અમે છ લોકોને શહેરના વિમાનનગર વિસ્તારના એક ફ્લેટમાંથી ઝડપી પાડ્યા. એટલું જ નહીં આર્મીનો જવાન આ સમગ્ર ગેંગનો માસ્ટરમાઇન્ડ છે.

ડીસીપીએ જણાવ્યું કે જપ્ત કરવામાં આવેલી નકલી કરંસીમાં ભારતીય નોટની કિંમત 43.4 કરોડ રૂપિયા અને અમેરિકન ડોલરની કિંમત 4.2 કરોડ રૂપિયા છે. મોટાભાગની ભારતીય નોટ પર ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલું છે. હાલ તપાસ કરવામાં આવી રહી છે કે આ રેકેટની લિંક ક્યાં જોડાયેલી છે. આટલી મોટી સંખ્યામાં નોટ ક્યાં પ્રિન્ટ કરવામાં આવી અને તેની પાછળનો હેતું શું છે. તો નકલી નોટની સાથે એક બંદૂક પણ મળી આવી છે.

ક્રાઇમ બ્રાંચે જણાવ્યું કે જે છ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં શેખ અલીમ(36), સુનીલ સારડા(40), અબ્દુલ ગની (43), અબ્દુલગાની ખાન (18), રિતશ રત્નાકર (34) અને તુફેલ અહમદ (28) છે. શેખ અલીમ ખાન ખડકીમાં બોમ્બે સેપર્સ બટાલિયનમાં નાયકના પદ પર કાર્યરત છે.

You cannot copy content of this page