Only Gujarat

FEATURED National

કોલ ગર્લ હતી પોતાની મસ્તીમાં મસ્ત પણ અચાનક જ ખબર પડી કે ગ્રાહક તો હતો કોરોના પોઝિટિવ

લુધિયાણા: અહીં લાંબા સમયથી ચાલી રહેલા દેહ વ્યાપારના એક અડ્ડા પર આખરે પોલીસ પહોંચી ગઈ. આ લોકો પોતાને મળતી જાણકારીના આધારે પોલીસથી બચતા હતા. પરંતુ આ વખતે પોલીસે કોઈને ખબર ન પડવા દીધી અને આરોપીઓને દબોચી લીધા.

પોલીસે 3 વિદેશી સહિત 1 સ્થાનિક કૉલ ગર્લને પકડી છે. સાથે જ 2 કસ્ટમર પણ પકડાયા છે. જેમાંથી એક કોરોના પોઝિટિવ નિકળ્યો. જેની ખબર જ્યારે કૉલ ગર્લ્સને પડી તો તેમની હાલત ખરાબ થઈ ગઈ. પોલીસે, બધાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શિમલાપુરી વિસ્તારની પોલીસને આ ખબર મળી હતી કે લાંબા સમયથી અહીં દેહ વ્યાપારનો અડ્ડો ચાલી રહ્યો હતો. જાણો આખી ઘટના…

શિમલાપુરી પોલીસ સ્ટેશનના પ્રમુખ વરુણજીત સિંહે જણાવ્યું કે પકડવામાં આવેલા કોરોના પોઝિટિવ કસ્ટમરને હાલ 14 દિવસો માટે મૈરિટોરિયસ સ્કૂલમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

જો કે દેહ વેપાર ચલાવતા ત્રણ આરોપી મોકો જોઈને ત્યાંથી ફરાર થઈ ગયા. આરોપી દિલ્લી અને વિદેશથી કૉલ ગર્લ્સ બોલાવતા હતા.

પોલીસને 4 કૉલ ગર્લ્સ સહિત 6 લોકોને પકડ્યા. કસ્ટમરના કોરોના પોઝિટિવ નિકળવાના ખબર મળતા જ કૉલ ગર્લ્સના ચહેરા પર હવાઈઓ ઉડવા લાગી.

જો કે કૉલ ગર્લ્સના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પકડાયેલા બંને કસ્ટમર લુધિયાણાના છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page