ડીપ નેક ડ્રેસે અંકિતા લોખંડેને અસહજ કરી નાખી, ન દેખાવાનું દેખાતા શરમથી લાલ લાલ થઈ ગઈ

ટીવી તથા બોલિવૂડ એક્ટ્રેસ અંકિતા લોખંડે હાલમાં જ પતિ વિકી જૈન સાથે અવોર્ડ શોમાં જોવા મળી હતી. અંકિતા તથા વિકીની તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે. અંકિતા ગ્રીન બેકલેસ સીક્વન્ડ થાઇ હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી હતી. વિકીએ બ્લેક સૂટ પહેર્યો હતો. નોંધનીય છે કે ટીવી સિરિયલ ‘પવિત્રા રિશ્તા’માં અર્ચનાનો રોલ પ્લે કરીને અંકિતા ઘેર-ઘેર જાણીતી બની હતી.

અંકિતાના લુકની વાત કરીએ તો તેણે શિમરી ગ્રીન બેકલેસ ડ્રેસ પહેર્યો હતો. ડ્રેસની નેકલાઇન વી શૅપની હતી. આ સાથે જ હાઇ હિલ્સ, રિંગ્સ, ઇયરરિંગ્સ, આઇ શૅડો, હેવી મસ્કરા તથા પિંક ગ્લોસી લિપસ્ટિકથી લુક કમ્પ્લિટ કર્યો હતો.

અંકિતા ડ્રેસમાં અસહજ લાગી: અંકિતા લોખંડે ડીપ નેક ડ્રેસમાં અસહજ હોય તેમ લાગતું હતું. તે વારંવાર પોતાનો ડ્રેસ સરખો કરતી જોવા મળી હતી.

અંકિતા જ્યારે પોતાની કારમાંથી ઉતરતી હતી ત્યારે તેણે ગળા પર હાથ મૂકી દીધો હતો. રેડ કાર્પેટ પર પણ તે થોડી વારે ડ્રેસ વ્યવસ્થિત કરતી હતી.

હાલમાં જ પોતાના ઘરની ઝલક બતાવી: વિકી જૈન તથા અંકિતા લોખંડેએ ગયા વર્ષે 14 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. હાલમાં જ અંકિતાએ પોતાના ઘરની ઝલક બતાવી હતી.

અંકિતા-વિકી ‘સ્માર્ટ જોડી’ બની: અંકિતા તથા વિકી રિયાલિટી શો ‘સ્માર્ટ જોડી’ના વિનર બન્યા હતા.

આ શોના વિનર તરીકે તેમને 25 લાખ રૂપિયા મળ્યા હતા.A