Only Gujarat

National TOP STORIES

દેશી એન્જીનીયરે કર્યો દેશી જુગાડ: કોરોના યોદ્ધા માટે તૈયાર કરી ‘જાદુઈ છતરી’

દેશમાં એન્જીનીયર ક્ષેત્રે હાલની બેકારીને જોઇને સોશિયલ મીડિયા પર દરરોજ નીતનવા જોક્સના મેસેજ આવતા રહે છે. પરંતુ કોરોના મહામારીમાં એન્જીનીયરીંગના એક વિદ્યાર્થીએ કમાલ કરી દેખાડી છે. આ દેશી એન્જીનીયરે એક જાદુઇ છતરી બનાવી છે. ગમે તેટલી ગરમી અને માહામારીના ભય વચ્ચે કોરોના વોરિયર્સ પોલીસ જવાનને ઠંડક આપે છે આ જાદુઇ છતરી.

ગરમ હવા લોકડાઉનના પ્રોટોકોલનું પાલન કરાવવા માટે રસ્તા પર ચેકપોસ્ટ પર તહેનાત પોલીસકર્મીઓ માટે મોટો પડકાર બની રહી છે. સમગ્ર દેશમાં આ વર્ષે ગરમીની સાથે કોવિડ-19નો પણ કહેર છે. આ દરમિયાન અમદાવાદમાં કોરોના પોઝિટિવની સંખ્યા સૌથી વધુ છે. આથી મોટા પ્રમાણમાં પોલીસદળ ડ્યુટી પર તહેનાત રહેવું પડે છે.

એન્જીનીરીંગનું શિક્ષણ મેળવનારા 23 વર્ષિય અદીબ મંસૂરીએ આ ધોમધકતી ગરમીમાં પોતાના વિસ્તારમાં પોલીસકર્મીઓને ડ્યુટી કરતાં જોઇ વિચાર્યું કે તેમના માટે કંઇક કરવું જોઇએ. પોતાના કૌશલ્ય અને જ્ઞાનનો ઉપયોગ કરી અદીબે બે છતરી ડિઝાઇન કરી જે સોલાન પેનલવાળી હાઇટેક છતરી છે. આ છત્રીમાં પંખા લગાવવામાં આવ્યા છે અને સાથે ચાર્જિંગ સોકેટ અને 20 વોટ સુધુની ક્ષમતાવાળી સોલાર પેનલ પણ છે. છત્રીમાં બેટલી બેકઅપ પણ છે જેનો ઉપયોગ રાતે કરી શકાય છે.

અદીબ જણાવ્યું કે આ મુશ્કેલ સમયમાં આપણા બધાની સુરક્ષા માટે પોલીસકર્મીએ પોતાના પરિવારથી દૂર રહે છે તેઓ સતત કામ કરી રહ્યાં છે. તપતી ગરમીમાં તેઓ રસ્તા પર છે. આપણા શહેરમાં અગાઉ પણ આવી ઘટનાઓ બની છે. લોકડાઉનમાં તમામને એકજૂટ કર્યા છે અને બધા એક બીજાની મદદ કરી રહ્યાં છે. એક એન્જીનીયરીંગના વિદ્યાર્થી તરીકે મારું આ યોગદાન છે.

અદીબ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસકર્મીઓ માટે ફ્રીમાં બે છતરી આપી છે. એક છતરીની કિંમત ત્રણ હજાર રૂપિયા છે. આ છતરીને લઇને પોલીસ તરફથી પણ સકારાત્મક પ્રતિક્રિયાઓ મળી રહી છે.

અદીબ એલ જે ઇન્ટીટ્યુટ ઓફ એન્જીનીયરિંગ એન્ડ ટેક્નોલોજીમાં એન્જીનીયરીંગના છેલ્લા વર્ષના વિદ્યાર્થી છે. તેઓ કહે છે કે પોલીસકર્મીઓને આ છતરી પસંદ આવી છે. પંખા અને ચાર્જિંગ પોઇન્ટ તેમના માટે ખુબ જ ઉપયોગ છે. તેઓએ મને આવી પાંચ છતરી બનાવવાનો ઓર્ડર પણ આપ્યો છે. આ છતરી બનાવવા માટે કેટલીક જરૂરી વસ્તુઓ બજારમાંથી ખરીદવી પડે છે. આ માટે કોલેજ આર્થિક મદદ કરી રહ્યું છે.

અદીબના મનમાં આ છતરી બનાવવાનો આઇડિયા જાન્યુઆરીમાં સૂર્યના પ્રકાશથી ચાલતા ટેબલ ફેનને જોઇને આવ્યો હતો. તેઓએ તુરંત પોતાની કોલેના ઇન્ક્યુબેટર સેન્ટરમાં એડમિશન લીધું અને કોલેજના સુરક્ષા ગાર્ડ માટે એક પ્રોટોટાઇપ છતરી પર કામ કરવાનું શરૂ કર્યું.

અદીબનું કહેવું છે કે માર્ચ અને જુન દરમિયાન શહેરમાં ગરમી સૌથી વધુ પડે છે. રસ્તા કિનારે શાકભાજી, જ્યુસ અથવા નારિયેળ વેચતા લોકોને જોઇને મન દુખી થાય છે. બાળપણમાં જ્યારે આ બધુ જોતો ત્યારે લાગતુ કે ગરમી સહન કરવાની આ બધા લોકોમાં ક્ષમતા છે પરંતુ હવે સમજાય છે કે પોતાની જરૂરિયાતો માટે નાછૂટકે ગરમીમાં કામ કરવું પડે છે.

અદીબ મંસૂરીએ પોતાના ઇનોવેશનની કહાની બેટર ઇન્ડિયા સાથે શેર કરી છે. તેઓએ જણાવ્યું કે કોલેજ તરફથી આર્થિક મદદ અને પ્રોફેસરના માર્ગદર્શનના કારણે કોલેજ સુરક્ષા ગાર્ડ માટે છતરી તૈયાર કરી અને સફળ પરિક્ષણ પણ કર્યું હતું.

હવે શહેરના પોલીસ દ્વારા પ્રોત્સાહન અને સકારાત્મક પ્રતિક્રિયા મળ્યા બાદ અદીબને આશા છે કે તે તેને વ્યાવસાયિક રૂપથી બનાવી શકશે અને પોતાની પ્રોડક્ટ લોન્ચ કરી શકશે.

You cannot copy content of this page