Only Gujarat

National

55 વર્ષીય મહિલા પર બળાત્કાર કરીને પ્રાઇવેટ પાર્ટમાં તવીનો હાથો નાખી દીધો

છત્તીસગઢમાં રવિવારે સવારે જાંજગીર-ચંપા ખાતે એક વૃદ્ધ મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. તેના ઘરમાં જમીન પર અર્ધનગ્ન હાલતમાં પડેલી લાશ મળી આવી હતી. મહિલાના ચહેરા અને ગુપ્તાંગ પર પણ ઇજાના નિશાન જોવા મળ્યા હતા. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. ફોરેન્સિક ટીમોને પણ બોલાવવામાં આવી છે. આ લાશની હાલત જોઇને એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રેપ બાદ મહિલાની હત્યા થઇ હોઇ શકે છે. આ મામલો અકાલતારા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.


અહીં એક મહિલા પર નિર્ભયા જેવી જ હેવાનિયત ગુજારવામાં આવી હતી. 55 વર્ષની એક મહિલા પર સૌથી પહેલા બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેના ગુપ્તાંગ પર તવાથી અપ્રાકૃતિક કૃત્ય કરવામાં આવ્યું હતું, તેનું ગળું અને છાતી પગથી કચડી નાખવામાં આવી હતી, જેના કારણે મહિલાનાં હાડકાં તૂટી ગયા હતા, ફેફસાં ફાટી ગયા હતા અને મહિલાનું મોત ઘટનાસ્થળે જ નીપજ્યું હતું. પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરી છે.


રવિવારે અકાલતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તેના ઘરમાંથી મહિલાની લાશ અર્ધનગ્ન હાલતમાં મળી આવી હતી. વોર્ડ-2માં રહેતી 55 વર્ષીય મહિલાનાં પતિનું લગભગ ત્રણ વર્ષ પહેલાં જ મોત થયું હતું. તેને કોઈ સંતાન પણ નહોતું. મહિલા ઘરે એકલી રહેતી હતી અને બીજાના ઘરે કામ કરતી હતી. રવિવારની સવારે જ્યારે મહિલા લાંબા સમય સુધી ઘરની બહાર ન નીકળી તો પાડોશીઓ તેને જોવા માટે દોડી આવ્યા હતાં. અંદર રૂમના દરવાજા પાસે મહિલાની અર્ધનગ્ન હાલતમાં લાશ પડી હતી.


બળાત્કાર અને સૃષ્ટી વિરુદ્ધના કૃત્યો આચરીને કરવામાં આવેલી મહિલાની હત્યાને ધ્યાનમાં રાખીને આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસની એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, ઘટનાના દિવસે આ વિસ્તારમાં બદમાશ સૂરજ ભોઇ જોવા મળ્યો હતો. ત્યારબાદ પોલીસે તેને શોધવાનું શરૂ કર્યું. થોડાં કલાકો બાદ આરોપીને અકાલતારાના એક ઢાબા પરથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પહેલાં તો તેણે પોતાનો ગુનો કબૂલ્યો નહિ, પરંતુ કડક પૂછપરછ દરમિયાન તેણે મહિલા પર બળાત્કાર અને હત્યા કર્યાની કબૂલાત કરી હતી.


આરોપી સૂરજે પોલીસને જણાવ્યું હતું કે, 2 જુલાઈની રાત્રે તે પોડિભંથામાં ફરતો હતો. પછી તેણે જોયું કે ઘરનો દરવાજો ખુલ્લો છે. ત્યાં એક સ્ત્રી એકલી સૂતી હતી. આ જોઈને તે અંદર ઘૂસી ગયો અને તેને ધમકાવીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. તે ફરીથી બળાત્કાર કરવા માગતો હતો, પરંતુ ત્યાં સુધીમાં મહિલા ત્યાંથી છટકી ગઈ હતી અને બહાર આવી હતી અને ચીસો પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ વાત પર આરોપીએ મહિલાના વાળ પકડીને અંદર ખેંચી લીધી હતી.


આરોપીએ મહિલાને જમીન પર ફેંકી દીધી હતી અને ઘરમાં રાખેલા તવાથી તેને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો. મહિલા પીડાથી કણસવા લાગી. આરોપી મહિલાની છાતી પર ચઢી ગયો અને હાથથી તેનું ગળું દબાવવા લાગ્યો. ત્યારબાદ પણ મહિલાએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આના પર આરોપીએ ગળા પર પોતાનો પગ મૂક્યો, જેના કારણે મહિલાનું મોત થયું હતું. આ પછી મહિલાના હાથમાં પહેરેલી ચાંદીની બંગડીઓ કાઢીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.


પોલીસ સ્ટેશનના પ્રભારી લાખેશ કેનવતે જણાવ્યું હતું, કે આરોપી સૂરજ ભોઇ એક બદમાશ છે. જુદાં-જુદાં ગુનાઓ માટે તેને અગાઉ અડધો ડઝનથી વધુ વખત જેલમાં જઈ ચૂક્યો છે. જ્યારે પણ આરોપી જેલમાંથી બહાર આવતો ત્યારે થોડાં દિવસ સુધી નવા ગુના અને રણનીતિ ઘડતા હતા અને તેને અંજામ આપતા. આ સંબંધમાં તે ઘણી વખત જેલમાં પણ ગયો હતો. સોમવારે તેને કોર્ટમાં રજૂ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

You cannot copy content of this page