Only Gujarat

International

જબરા છે આ તાલિબાનીઓ, પોતાના આકાની જમીનમાં દાટેલી કાર શોધી કાઢી

તાલિબાન લડવૈયાઓએ 21 વર્ષ પછી તેમનાં સ્થાપક મુલ્લા ઓમરની કારને જમીનમાંથી ખોદીને શોધી કાઢી છે. આ એ જ કાર છે કે જેમાં બેસીને મુલ્લાં ઉમર અમેરિકા ભાગી ગયો હતો અને કંધારથી જાબુલ આવ્યો હતો. ત્યારબાદ તેને જમીનમાં દાટીને તે ગાયબ થઇ ગયો હતો. મળતી માહિતી મુજબ જાબુલ પ્રાંતની જ એક જગ્યાએથી આ કારને શોધી કાઢવામાં આવી છે. આ કારને હવે અફઘાનિસ્તાનના નેશનલ મ્યુઝિયમમાં રાખવામાં આવશે.


9/11 હુમલાં બાદ અમેરિકાએ તાલિબાનને પાઠ ભણાવવા માટે અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો. આ હુમલાઓથી બચવા મુલ્લા ઓમર આમતેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગી રહ્યો હતો. તે પોતાની ટોયોટા કારમાં કંધારથી જાબુલ આવ્યો હતો અને તે પછી તે કાર કોઈને પણ મળી નહીં. જે કાર જાબુલથી શોધી કાઢવામાં આવી છે તે ટોયોટા કાર જ છે. આ કારના ફોટાં પણ વાયરલ થઈ રહ્યાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે, કે આ કાર 21 વર્ષ બાદ પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે, કારણ કે કારને પ્લાસ્ટિકના કવરમાં ઢાંકીને જમીનમાં દાટી દેવામાં આવી હતી.


મુલ્લા ઉમરનો જન્મ વર્ષ 1960માં અફઘાનિસ્તાનના કંધાર પ્રાંતમાં થયો હતો. તેમણે વર્ષ 1980ના દાયકામાં સોવિયેત સામેના યુદ્ધમાં પણ ભાગ લીધો હતો. એવું કહેવાય છે, કે આ યુદ્ધમાં મુલ્લા ઉમરે પોતાની આંખ ગુમાવી દીધી હતી.


જો કે, સોવિયેટ સાથે યુદ્ધ બાદ મુલ્લા ઉમરે વર્ષ 1994માં તાલિબાનની સ્થાપના કરી હતી અને વર્ષ 1996માં તેણે અફઘાનિસ્તાનની સત્તા પણ કબ્જે કરી લીધી હતી. 9/11ના હુમલા બાદ જ્યારે અમેરિકાએ વર્ષ 2001માં અફઘાનિસ્તાન પર હુમલો કર્યો ત્યારે તાલિબાનને સત્તામાંથી બહાર થવું પડ્યું હતું.


મુલ્લા ઓમર તેમનાં મૃત્યુ સુધી તાલિબાનનાં નેતા રહ્યાં. એવું જણાવવામાં આવ્યું છે, કે મુલ્લા ઉમર લાંબા સમયથી કોઈ બીમારીથી પીડાઈ રહ્યો હતો અને તેના કારણે વર્ષ 2013માં તેનું મોત થયું હતું. જો કે, તાલિબાને પોતાના કમાન્ડરના મોતના સમાચાર બે વર્ષ સુધી છુપાવી રાખ્યા હતા. વર્ષ 2015માં દુનિયાની સામે આવ્યું કે મુલ્લા ઉમરનું મોત થયું છે.

You cannot copy content of this page