કથાવાચિકા જયા કિશોરીએ છે ખૂબ જ ફેમસ, લગ્ન કરવા રાખી હટકે શરત

કથાકાર અને ભજનગાયિકા દયા કિશોરી માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ફેમસ છે. વર્ષ 1996માં જન્મેલી જયા લગભગ 9 વર્ષની ઉંમરથી જ આધ્યાત્મ સાથે જોડાયેલી છે. આમ તો તેમનું નામ જયા શર્મા છે પણ તેમના પ્રશંસકો વચ્ચે તે જયા કિશોરીના નામથી ઓળખિતી છે. જયા કિશોરીજી લાઇફ મેનેજમેન્ટ ટિપ્સ અને મોટિવેશનલ સ્પીચ માટે ચર્ચિત છે. તે જીવન સાથે જોડાયેલાં અલગ-અલગ વિષયો પર સમયે-સમયે સેમિનાર અને વેબીના દ્વારા પોતાની વાત જણાવે છે. સોશિયલ મીડિયા પર તેમના લાખો ફોલોઅર્સ છે. જે તેમના સવાલ પોસ્ટ કરીને તો ક્યારેક તેમના લાઇવ દરમિયાન પોતાના મનની દુવિધા અંગે પૂછે છે.


પરિવારમાં કોણ-કોણ છે?
નાની ઉંમરમાં જ ભગવત ગીતા, નાની બાઈનો માયરો, નરસીના ભાત જેવી કથાઓ સંભળાવીને પ્રસિદ્ધ થયેલી જયા કિશોરીની અંગત જિંદગી ખૂબ જ ચર્ચામાં રહે છે. ઉલ્લેખનીય છે કે, તેમનો પરિવાર કોલકાતામાં રહે છે. જયા કિશોરીના પિતાનું નામ શિવ શંકર શર્મા છે. તેમની માતાનું નામ સોનિયા શર્મા છે. તેમની એક બહેન છે જેનું નામ ચેતના શર્મા છે.


લગ્ન માટે રાખી છે ખાસ શરત
જયા કિશોરીના પ્રશંસક તેમની અંગત જિંદગી વિશે જાણવા માટે પણ ઉત્સુક છે. જેવું કે તેમના લગ્ન ક્યારે થશે. કોણ-કોણ ફ્રેન્ડ છે, પરિવાર સાથે કેવું બોન્ડિંગ છે. ઇન્ટરનેટ પર એવા સવાલોને ખૂબ જ સર્ચ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર તેમના લગ્ન અંગે પણ ઘણાં સવાલો આવે છે. જયા કિશોરીએ એક વીડિયોમાં તેમના લગ્ન અંગેના સવાલ પર ચર્ચા કરી હતી.

સંસ્કાર ટીવી દ્વારા જાહેર કરવામાં આવેલાં આ વીડિયોમાં જયા કિશોરીએ કહ્યું કે, ‘ જો તેમના લગ્ન કોલકાતામાં થાય છે તો સારું છે. એવામાં તે પોતાના ઘરે ગમે ત્યારે જઈ શકે છે. પણ જો તે બીજે લગ્ન કરે છે તો તેમની શરત છે કે, તેમના માતા-પિતા પણ તે જગ્યાએ શિફ્ટ થશે. જેથી તેમના માતા-પિતા પણ ક્યાંક ઘર લઈને સાથે રહી શકે છે.’


બાળપણમાં તોફાની નહીં, ખુદને માનતી હતી ચંચળ
એક બીજી ક્લિપમાં પોતાના બાળપણને યાદ કરતા જયા કિશોરીએ જણાવ્યું કે, ‘બાળપણમાં તે તોફાની નહોતી, પણ ચંચળ હતી. તે કહે છે કે, બાળપણમાં તેમને તોફાન કર્યા નથી. જોકે, તેમના પગ ક્યારેય એક જગ્યાએ ટકતાં નહોતાં.’


પાડોશીઓના ઘરે આવતી-જતી હતી. તે કહે છે કે, ‘અહીં-ત્યાં જવાને લીધે તેના પાડોશીઓ સાથે સારા સંબંધ રહ્યા છે. એક જગ્યાએ બેસવા કરતાં તે દરેક સમયે કંઈકને કંઈક કરતી હતી.’

You cannot copy content of this page