પત્નીએ પતિ પર સગી બહેન સાથે નાઝાયઝ સંબંધ હોવોનો મૂક્યો આક્ષેપ અને…

સહારનપુરના દેવબંધના ધર્મપુર સરાગવી નિવાસી દિલીપે પહેલાં તેની પત્ની પ્રતિભાનું ગળું દબાવીને હત્યા કરી દીધી અને પછી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. માહિતી મળતાં પોલીસે રૂમના દરવાજાને તોડીને બંનેના શબ બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલ મોકલી દીધા હતાં. મહત્ત્વનું છે કે, આ ઘટના બુધવારે મોડી રાતે થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.


દોઢ વર્ષ પહેલાં થયાં હતાં લગ્ન
ગામ ધર્મપુર સરાગવીના દિલીપના લગ્ન દોઢ વર્ષ પહેલાં કુતુબશેરના દબ્બલપુરા બેતિયા નિવાસી પ્રતિભા સાથે થયાં હતાં. લગ્ન પછી બંનેના સંબંધ સરખા ચાલતાં નહોતાં. દિલીપ ઉત્તરાખંડની કોઈ કંપનીમાં સુરક્ષા ગાર્ડનું કામ કરતો હતો.


10 દિવસ પૂર્વ દિકરાને જન્મ આપ્યો હતો
લગભગ 10 દિવસ પૂર્વે દિલીપની પત્નીએ દિકરાને જન્મ આપ્યો હતો. આ પછી તે પોતાની ડ્યૂટી પરથી રજા લઈને ઘરે આવ્યો હતો. પરિજનોનું કહેવું છે કે, આ દરમિયાન ઘરમાં કંઈક એવી પરિસ્થિતિ બની કે દિલીપે પોતાનું ભાન ગુમાવી દીધું. બુધવારની રાતે તેણે પોતાની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. આ પછી તેણે ખુદ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.


જ્યારે મળી સ્યૂસાઈડ નોટ
મૃતક દિલીપના ખિસ્સામાંથી સ્યૂસાઇડ નોટ મળી છે. જેમાં લખ્યું છે કે, તે પોતાની જિંદગીથી હેરાન હતો. જ્યારે મારા લગ્ન થયાં હતાં. ત્યારે બધા ખૂબ જ ખુશ હતાં. પણ ખબર નહોતી કે, તેને જેની સાથે લગ્ન કર્યા છે તે આખા ઘરને બરબાદ કરી નાંખશે. દિલીપે લખ્યું મારી પત્ની મારા ઉપર મારી બહેન સાથે ગેરસંબંધ હોવાનો આરોપ લગાવતી હતી. ખબર નહીં એક-એક દિવસ કેવી રીતે પસાર કરી રહ્યો છું. સ્યૂસાઇડ નોટમાં દિલીપે લખ્યું કે, બુધવારે રાતે મારી પત્નીએ મારી માને પણ લાત મારી હતી. હું પ્રતિભાથી ખૂબ જ હેરાન હતો. આ કારણે મેં પત્નીની હત્યા કરી નાંખી અને સ્યૂસાઈડ કરી રહ્યો છું.


મારી મા અને બહેન આવે પછી જ અંતિમ સંસ્કાર થાય
સ્યૂસાઈડ નોટમાં લખ્યું છે કે, મારા બાળકનું નામ યશ રાખવામાં આવે અને મારી મા અને બંને બહેનો આવે નહીં ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરે નહીં. સ્યૂસાઈડ નોટના અંતમાં લખ્યું છે કે, માકા સાસુ-સસરાએ પણ કહ્યું છે કે, તારા તારી બહેન સાથે ગેરસંબંધ છે. મારો ફોન કોડ 6397 છે.


પોલીસ સ્ટેશનના પ્રભારી યોગેશ શર્માએ કહ્યું છે કે, મૃતક પાસેથી એક સ્યૂસાઈડ નોટ મળી છે. જેમાં ઘટનાનું કારણ ગૃહકલેહ લખવામાં આવ્યું છે. મૃતક દંપત્તિના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પ્રતિભાનું મોત કેવી રીતે થયું તેનું સાચુ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા પછી ખબર પડશે.

You cannot copy content of this page