કેવું હોય છે IASનું સરકારી ઘર, પહેલી જ વાર પત્નીએ બતાવ્યું

IAS અધિકારીઓનું ઘર કેવું હોય? તે સવાલ સામાન્ય જનતાને ઘણીવાર થતો હોય છે. ઘરમાં કેવી કેવી સુખ સુવિધા હોય, તેઓ કેવી રીતે રહેતા હોય…તેવા સવાલો અવાર-નવાર થતા હોય છે. હાલમાં IAS અભિષેકની પત્ની તથા યુ ટ્યૂબર શ્રુતિ શિવાએ ઘરનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે.

શ્રુતિ શિવા સો.મીડિયામાં ઘણી જ લોકપ્રિય છે. વીડિયોમાં શ્રુતિએ પતિ IAS હોવાને કારણે વારંવાર ઘર બદલવાની વાત કહી હતી. શ્રુતિએ ઉત્તર પ્રદેશના બુલંદશહેરના સરકારી ઘરનો વીડિયો શૅર કર્યો છે.

શ્રુતિએ ખુર્જા બજાર તથા બંજારા માર્કેટમાંથી ખરીદેલી વસ્તુઓની વાત પણ કરી હતી. શ્રુતિએ દાદીનો બેડ પણ બતાવ્યો છે. આ ઉપરાંત એન્ટિક તથા ડેકોરેટિવ પીસ પણ બતાવ્યા હતા.

શ્રુતિએ કહ્યું હતું કે તે છેલ્લા બે વર્ષથી આ ઘરમાં રહે છે અને ટૂંક સમયમાં તેઓ બીજે ટ્રાન્સફર થતાં જતાં રહેશે. શ્રુતિએ સરકારી ઘરમાં રહેતા કર્મચારીઓના વખાણ કર્યા હતા. આ પહેલાં શ્રુતિએ 2020માં પણ પોતાનું સરકારી ઘર બતાવ્યું હતું.

શ્રુતિ મૂળ ઉત્તરાખંડના કોટદ્વારની રહેવાસી છે. તેણે દેહરાદૂનમાં અભ્યાસ કર્યો છે. શ્રુતિએ પબ્લિક હેલ્થમાં માસ્ટર કર્યું છે. આ ડિગ્રી તેણે અમેરિકાની યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડામાંથી લીધી છે. શ્રુતિ નાની હતી ત્યારે જ પિતાનું અવસાન થયું હતું. માતાએ સિંગલ પેરેન્ટ બનીને શ્રુતિને મોટી કરી છે.

IAS પતિ કરતાં વધુ કમાણીઃ શ્રુતિએ કહ્યું હતું કે તેનો સરકારી ઘરનો વીડિયો ઘણો જ વાઇરલ થયો હતો. ત્યારબાદ તેને અન્ય હોમ ડેકોર વીડિયો વાઇરલ થયો હતો અને પછી તેની યુ ટ્યૂબ ચેનલ ચાલવા લાગી હતી.

ત્યારબાદ શ્રુતિએ આ જ પ્રોફેશનને ફૂલ ટાઇમ બનાવી દીધું. તે રાઇટિંગ, વીડિયોગ્રાફી, એડિટિંગ તથા અપલોડિંગનું કામ જાતે કરે છે. ક્યારેક રાઇટર રાખે છે.

શ્રુતિએ કહ્યું હતું કે જ્યારે સબ્સ્ક્રાઇબર્સ 50 હજારથી વધી જાય તો કમાણી શરૂ થઈ જાય છે. સ્પોન્સરશિપ પણ મળે છે.

એક-બે લાખ સબ્સ્ક્રાઇબર્સ થઈ જાય તો ઘણીવાર સ્પોન્સરને ના પાડવી છે. તેની આવકનો મુખ્ય સોર્સ સ્પોન્સરશિપ છે.

શ્રુતિ મહિને પતિ કરતાં વધુ કમાણી કરે છે.