Only Gujarat

National

સગા બાપે દીકરીને પિંખવાનો કર્યો પ્રયાસ, લાડલી બેવાર ભાગી ગઈ ઘરેથી

મોહાલીઃ પંજાબના મોહાલી જિલ્લાના જીરકપુરમાં પિતા તથા દીકરીના સંબંધોને કલંક લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જીરકપુરમાં રહેતી સગીરાએ પિતા પર છેડતીનો આરોપ મૂક્યો છે. જ્યારે સગીરાએ માતાને આ અંગે વાત કરી તો માતાએ પણ તેને મોં બંધ રાખવાની તથા કોઈને ના કહેવાની ધમકી આપી હતી. આ જ કારણે સગીરાએ જાતને બચાવવા માટે બેવાર ઘરેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અંતે તેણે ચાઇલ્ડ હેલ્પલાઇનની મદદ લીધી હતી.

ફરિયાદ મળ્યા બાદ ચાઇલ્ડ હેલ્પલાઇન કમિટીના અનિલ કુમાર ગુપ્તા, કુલવિંદર કૌર, નીતિ મોહન તથા સુખવિંદર સિંહે સગીરાના કેસની માહિતી જીરકપુર પોલીસ સ્ટેશનમાં આપી હતી. ફરિયાદ મળ્યા બાદ પોલીસે સગીરાના પેરેન્ટ્સ વિરુદ્ધ કેસ કરીને કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે કહ્યું હતું કે તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં બંનેની ધરપકડ થશે.

ઘરેથી બેવાર ભાગવાનું કારણ પણ જણાવ્યુંઃ સગીરાએ પિતાની હરકતોથી ત્રાસીને બેવાર ઘરેથી ભાગી ગઈ હતી. પોલીસે તેને શોધીને પરિવારને સોંપી હતી. તેણે ભાગી જવાનું કારણ આપતા કહ્યું હતું કે પિતા તેની પર ગંદી નજર રાખતા હતા. આટલું જ નહીં જ્યારે તે ઘરમાં એકલી હોય અથવા રાત્રે સૂતી હોય તો તેના પિતા તેની પર જબરજસ્તી કરતા હતા. પિતાની હરકતોથી હેરાન પરેશાન થઈને તેણે ઘર છોડવાનો નિર્ણય કર્યો હતો. જોકે, બંને વાર પોલીસે તેને શોધી કાઢી હતી.

ગામડે જઈને જાનથી મારી નાખવાની ધમકી આપીઃ સગીરાએ કહ્યું હતું કે જ્યારે પોલીસ તેને શોધીને ઘરે લાવી પછી પણ પિતા પોતાની હરકતો છોડી નહોતી. બીજીવાર છેડછાડ કરવાનું શરૂ કર્યું હતું. પીડિતાએ પોતાની આપવીતી માતાને કહી હતી. જોકે, માતાએ સાથ આપાવને બદલે માર માર્યો હતો. ત્યારબાદ પેરેન્ટ્સ તેને બિહાર સ્થિત મૂળ ગામ લઈ ગયા હતા. અહીંયા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેને જીરકપુર પરત લાવવામાં આવી તો તેણે ચાઇલ્ડ હેલ્પલાઇનમાંથી મદદ માગી હતી.

You cannot copy content of this page