Only Gujarat

FEATURED National

ઘરની બહાર જાવ અને પોલીસ તમને કોરોનાવાઈરસના દર્દી સાથે બેસાડી દે તો…???

ચેન્નઈઃ કોરોનાવાઇરસ પર જાગૃતા લાવવા માટે પોલીસ દ્વારા અનેક પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણથી બચવા માટે લોકોને સમજાવવામાં આવે છે કે, ઘરે રહેવું કેટલું જરૂરી છે. આ ઉપરાંત રોડ પર પેન્ટિંગ્સથી લઈ લોકોને સંદેશવાળા હેલમેટ આપવામાં આવી રહ્યાં છે. એવામાં કોરોનાવાઇરસના પગલે સમગ્ર દેશમાં લાગુ કરાયેલા લૉકડાઉનનું મહત્ત્વ સમજાવવા તમિલનાડુના તિરુપુર પોલીસે એક સરાહનીય અભિયાન ચલાવ્યું છે.


તિરુપુર પોલીસે ચલાવેલા અભિયાનનો એક પ્રોમોશનલ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને ખૂબજ પસંદ કરી રહ્યા છે. તિરુપુર પોલીસ દ્વારા જાહેર કરાયેલાં વીડિયોમાં જોવા મળે છે કે, પાંચ યુવકો માસ્ક અને હેલમેટ પહેર્યાં વગર ટુ-વ્હીલર પર કારણ વગર રખડતાં હોવાથી પોલીસ તેમને રોકે છે. ત્યાર બાદ પોલીસ પાંચેય યુવકોને એમ્બ્યુલન્સમાં બેસાડે છે.


એમ્બ્યુલન્સમાં એક દર્દી પહેલાંથી જ સ્ટ્રેચર પર સૂતો હોય છે. પોલીસ પાંચેય યુવકોને કહે છે કે, દર્દી કોરોના ‘કોરોના પોઝિટિવ’ છે. આ પછી યુવકો એમ્બ્યુલન્સની બહાર નીકળવા બૂમાબૂમ અને ધમપછાડા કરે છે.

વીડિયોનાં અંતમાં મહિલા પોલીસ અધિકારી પ્રોમોશનલ વીડિયો પાછળનું મહત્ત્વ સમજાવતાં કહે છે કે, ‘લોકો લૉકડાઉનનું મહત્ત્વ નથી સમજતા અને ઘરની બહાર નીકળી જાય છે. લોકોને તે ખબર નથી કે કારણ વગર ઘરની બહાર નીકળવાથી તે ખુદને ખૂબ જ મોટાં ખતરામાં નાખે છે. લોકો અજાણ હોય છે કે કેવી રીતે તેમની લાગી શકે છે. આ વીડિયો દ્વારા સમજાવવામાં આવ્યું છે કે જીવન કેટલું જરૂરી છે.’

પોલીસે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ‘આ એક પ્રોમોશનલ વીડિયો છે. આ વીડિયોમાં યુવક અને દર્દી એક્ટિંગ કરતાં હતાં.’ આ વીડિયો સોશિયલ મીડિયામાં શેર થયાં પછી લોકો તીરુપુર પોલીસનાં ભરપેટ વખાણ કરી રહ્યા છે. ટ્વિટર પર વીડિયો શેર કરતાં અનેક લોકોએ લખ્યું કે, લોકોને સમજાવવા માટેની એક સારી રીત છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page