Only Gujarat

International

મહિલાઓને દર મહિને જરૂર પડે છે એ પેડ તરફ નથી ગયું કોઈનું ધ્યાન, આ મહિલાએ કર્યું એવું કામ કે લોકો કરે છે સલામ

દુનિયા કોરોના સામે જંગ લડી રહી છે. આ જીવલેણ બીમારીએ ચીનના વુહાનથી નીકળીને જ તબાહી મચાવી છે, તે શૉકિંગ છે. કોરોનાનો કોઈ ઈલાજ નથી મળ્યો. પરંતુ તેનાથી બચવા માટે દુનિયાના અનેક દેશોમાં લૉકડાઉન કરવામાં આવ્યું છે. જેમની આર્થિક સ્થિતિ સારી છે તેઓ તો ઘરે આરામથી રહે છે પરંતુ રોજ કમાઈને ખાતા મજૂરોની હાલત ખૂબ જ ખરાબ છે. દુકાનો બંધ છે. રાશન ખતમ થઈ ગયું છે. પરંતુ આ વચ્ચે એ મહિલાઓ વિશે પણ વિચારવું જરૂરી થઈ જાય છે, જેમની પાસે સેનિટરી પેડ નથી, અથવા તો ખતમ થઈ ગયા છે. આ મહિલાઓની મદદે આવી છે મલેશિયાની પેડ વાળી દીદી. આ દિવસોમાં મલેશિયામાં વિમલા કનગરત્નમની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. તે ગરીબ મહિલાઓને દઈને પેડ ડિલીવર કરી રહી છે…

મલેશિયામાં અત્યાર સુધીમાં કોરોનાના 5, 700 કેસ સામે આવી ચુક્યા છે. અહીં કોરોનાએ હજી એટલી તબાહી નથી મચાવી કારણ કે સરકારે કડકાઈથી લૉકડાઉન કરી દીધું. લૉકડાઉનના કારણે દેશની તમામ દુકાનો અને મૉલ્સ બંધ કરી દેવામાં આવ્યા. કોરોનાના કારણે થયેલા આ લૉકડાઉનમાં લોકો રાશન સ્ટોક કરવા લાગ્યા. તો અનેક સ્ટોર્સમાં સેનિટરી નેપકિન ખતમ થઈ ગયા.

સરકારે લોકોને અનાજ સપ્લાઈ કરવાની વ્યવસ્થા તો કરી પરંતુ મહિલાઓને દર મહિને જરૂર પડે છે તેવા પેડ તરફ કોઈનું ધ્યાન ન ગયું.આ પરેશાનીમાં મહિલાઓની મદદે આવી વિમલા. લૉકડાઉનમાં ઘરે-ઘરે જઈને મહિલાઓને સેનિટરી પેડ્સ ડિલીવર કરી રહી છે. આ વચ્ચે તેમને એક પિતાનો ફોન આવ્યો , જે લૉકડાઉનના કારણે પોતાની દીકરી અને પત્ની માટે પેડ નહોતા ખરીદી શકતા.

આ કૉલ બાદ વિમલાએ નક્કી કર્યું કે તે જરૂરિયાતમંદ મહિલાઓને પેડ ડિલીવર કરશે. વિમલાએ જણાવ્યું કે આ ફોને તેને ખળભળાવી મુકી હતી. લૉકડાઉનમાં સૌનું ધ્યાન ખાવા-પીવાની ચીજો પર તો ગયું. પરંતુ આ જરૂરી ચીજ પર ન ગયું.

વિમલા, જે ખુદ એક દીકરીના માતા છે, તેમણે જણાવ્યું કે મહિલાઓ આ કામથી ખૂબ જ ખુશ છે. અનેક જગ્યાએ તેમને પેડ વાળા દીદી બોલાવવામાં આવે છે. તેમણે પોતાનો વ્હોટ્સએપ નંબર શેર કર્યો છે, જેના પર મહિલાઓ પોતાની જરૂરિયાત મોકલે છે. એકલા શરૂ કરેલા આ કામમાં હવે વિમલાની સાથે તેના કેટલાક મિત્રો પણ જોડાયા છે. આ સંકટની ઘડીમાં અનેક આવે કોરોના વૉરિયર્સ લોકોન મદદે આવી રહ્યા છે.

You cannot copy content of this page