Only Gujarat

Bollywood

બાળપણમાં રણબીર હતો બેશરમ, ટીચર સ્કર્ટ પહેરીને આવતાં તો રણબીર ટેબલ નીચે બેસીને…..

મુંબઇઃ દુનિયામાં કોરોના વાયરસના કારણે ડરનો માહોલ છે. તમામ સેલિબ્રિટીઝ પોતાના ઘરમાં કેદ છે. આ દરમિયાન બોલિવૂડ સેલેબ્સ સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ વાંચવા મળી રહ્યા છે. આજે તમને રણબીર કપૂર સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો જણાવી રહ્યા છીએ. આ કિસ્સો ત્યારનો છે જ્યારે રણબીર કપૂર સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. રણબીરે આ કિસ્સો એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યો હતો. નોંધનીય છે કે રણબીર કપૂર ટૂંક સમયમાં આલિયા ભટ્ટ સાથે એક ફિલ્મમા જોવા મળશે. એટલુ જ નહી આલિયા અને રણબીર વર્ષના અંત સુધીમાં લગ્ન કરી શકે છે.


સ્કૂલના દિવસોમાં લગભગ તમામ લોકો મસ્તી કરતા હોય છે. રણબીર કપૂરે પણ પોતાના સ્કૂલના દિવસોમાં ખૂબ મસ્તી કરી હતી.


રણબીરે બાળપણનો એક કિસ્સો જણાવતા કહ્યું હતુ કે, તે બાળપણમાં ખૂબ મસ્તીખોર હતો. સ્કૂલના દિવસોમાં તેમની તમામ ટીચર્સ સાડી પહેરીને આવતી હતી અને તેમાંથી એક ટીચર હતી જે સ્કર્ટ પહેરીને આવતી હતી.


રણબીરે કહ્યુ કે, તે એ ટીચરના પગને જોવા માટે માટે પોતાની ટેબલ નીચે છૂપાઇ જતો હતો. તે સમયે તે ફક્ત આઠ વર્ષનો હતો અને તેની આ હરકતના કારણે તેની માતા નીતૂ કપૂરને સ્કૂલમાં બોલાવવામાં આવી હતી


નીતૂ કપૂરને સ્કૂલમાં બોલાવીને ટીચરે કહ્યુ કે, કઇ રીતે રણબીર ટેબલ નીચે બેસીને તેમના પગ જોઇ રહ્યો હતો. આ ઘટનાને રણબીરે શરમાં મુકી દીધો અને કોઇ પણ પ્રકારની ટિપ્પણી કર્યા વિના તે માથું ઝૂકાવીને ઉભો રહી ગયો હતો. એટલું જ નહી તેમની મમ્મી નીતૂ કપૂરને પણ શર્મિદગી ઉઠાવવી પડી હતી.


નોંધનીય છે કે રણબીર અભ્યાસમાં સારો નથી. જ્યારે પણ ફેઇલ થાય છે ત્યારે તેમની માતાને સ્કૂલમાં બોલાવી હતી. ત્યારે નીતૂએ તેમને ધમકી આપી હતી કે તે આ વાત પપ્પા ઋષિ કપૂરને બતાવી દેશે. રણબીર પપ્પાથી ખૂબ ડરતો હતો. અને તે મમ્મીને આગામી પરીક્ષામાં પાસ થવાનું વચન આપતો હતો.

રણબીરના અફેરના કિસ્સા ઓછા નથી. હાલમા તે આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યો છે. બંન્ને આ વર્ષના અંતમાં લગ્ન કરી શકે છે. રિપોર્ટ અનુસાર, બંન્ને ડેસ્ટિનેશન વેડિંગ કરવાના બદલે મુંબઇમાં જ હિંદુ રીત રિવાજો અનુસાર લગ્ન કરશે.


મિડ-ડેના એક રિપોર્ટ અનુસાર, બંન્ને 21 ડિસેમ્બરના રોજ લગ્ન કરી શકે છે અને કાર્યક્રમ ચાર દિવસ સુધી ચાલશે. રણબીર ટૂંક સમયમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે પ્રથમવાર આલિયા ભટ્ટ સાથે કામ કરી રહ્યો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page