Only Gujarat

Bollywood FEATURED

ડિવોર્સી અને બે દીકરીઓની માતાને સિંગર મીકા સિંહ ડેટ કરી રહ્યો છે?

મુંબઈઃ કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન લાગુ છે. લોકો ઘરમાં જ પરિવાર સાથે ટાઇમ સ્પેન્ડ કરી રહ્યાં છે. લોકો વિવિધ ઉપાય કરી ઘરમાં જ સમય વિતાવી રહ્યાં છે. એવામાં જાણીતી સીરિયલ ‘બડે અચ્છે લગતે હૈં’ની એક્ટ્રેસ ચાહત ખન્નાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મીકા સિંહ સાથે કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી છે.

આ તસવીરોને જોઇને લાગી રહ્યું છે કે ચાહત ખન્ના ક્વોરન્ટીનમાં મીકા સિંહ સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે મીકા સિંહ ચાહતના પાડોશી પણ છે.

ફોટોઝમાં બંને વચ્ચે સુંદર કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. આ તસવીરોમાં પણ એક્ટ્રેસ મીકા સિંહ સાથે બાલકનીમાં પોઝ આપતી તો ક્યારેક બેડરૂમમાં રોમાન્ટિક થતી નજર આવી રહી છે. આ તસવીરો જોયા બાદ લાગી રહ્યું છે કે લગ્ન અને તલાક બાદ ચાહત ખન્ના ફરી એકવાર પ્રેમમાં પડી ગઇ છે.

ઉલ્લેખનીય છે કે ચાહત ખન્ના બે લગ્ન કરી ચૂકી છે. પ્રથમ લગ્ન તેણે ભરત નરસિંઘાની સાથે 2006માં કર્યા હતા. જોકે, એક વર્ષ બાદ જ ચાહતના છુટાછેડા થઇ ગયા.

ત્યારબાદ એક્ટ્રેસે ફરહાન મિર્ઝા સાથે 2013માં લગ્ન કર્યા હતા. બંનેનો આ સંબંધ 2018માં તુટી ગયો હતો. આ લગ્નમાં ચાહતને બે બાળકો જૌહર અને અમાયરા છે. કહેવામાં આવે છે કે બીજી દીકરીના જન્મ બાદ ચાહત પતિ ફરહાનથી અલગ થઇ ગઇ હતી.

ફરહાનથી અલગ થયા બાદ એક્ટ્રેસ પોતાની દીકરીઓની દેખભાળ સિંગલ મધર તરીકે કરી રહી છે.

ચાહત ખન્નાએ ફોટો શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું કે મીકા સિંહ સાથે ટ્યુનિંગ ક્વોરન્ટીન લવ. તો મીકા સિંહે પણ એક્ટ્રેસની સાથે કેટલાક રોમેન્ટિક ફોટોઝ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે.

મીકાએ આ ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું કે ક્વોરન્ટી દરમિયાન ઘરમાં ઘણું બધુ છે શીખવા જેવું. સંગીત શીખો. આર્ટ શીખો, પાર્ટનરને પ્રેમ કરો. પોતાનું મનપસંદ ખાવાનું બનાઓ.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page