Only Gujarat

Bollywood FEATURED

સન્ની લિયોની જ નહીં જાહ્નવી કપૂર સાથે પણ થયું છે, રાતે સુતી વખતે પાડવા લાગતી ચીસો

મુંબઈ: હૉરર ફિલ્મો જોઈને ભલે લોકોને ડર લાગે પરંતુ દર્શકોનો એક મોટો વર્ગ તેને પસંદ કરે છે. પરંતુ જ્યારે વાત રીલ નહીં પણ રિયલ લાઈફની આવે તો લોકોનો રસ વધી જાય છે. અનેક વાર રિયલ લાઈફમાં સેલેબ્સ એવી ઘટનાઓથી ડરી ગયા છે, જે બાદ તેમની રાતની ઉંઘ ઉડી ગઈ ગયો. એક્ટ્રેસ સની લિયોની સાથે પણ આવું જ થયું. જ્યારે તે ખરાબ રીતે ડરી ગઈ હતી અને ચીસો પાડવા લાગી હતી. રાજસ્થાનમાં એક્ટ્રેસ સાથે બની હતી અજીબ ઘટના.

સની લિયોની પણ સ્ટાર્સની જેમ આખા દેશમાં કામ માટે ફરતી રહે છે પરંતુ રાજસ્થાનનો અનુભવ તે ભૂલી નહીં શકે. તેણે કહ્યું કે, સૂતા સમયે તેને રૂમમાં ડરામણો અનુભવ થયો. એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, તેને સ્લીપ પેરાલિસીસ(ઊંઘમાં હાલીચાલી ન શકવું) થયું હતું. તેણે પોતાને ઉઠાડવામાં માટે ખૂબ જ તાકાત લગાવવી પડતી હતી, તેના લાગ્યું કે કોઈએ તેને પકડી રાખી છે. આ ઘટના જ્યારે ત્રીજી વાર થઈ તો તે ઉઠીને ચીસો પાડવા લાગી, મને એકલી મુકી દે. સની જણાવે છે કે તેના ચીસો પાડવાની અસર પડી અને જે બાદમાં આરામથી સુઈ શકી.

‘દિલવાલે’ના શૂટિંગમાં ડરી ગઈ હતી કૃતિ
ફિલ્મ દિલવાલેના શૂટિંગ દરમિયાન કૃતિ સેનન સાથે પણ ડરામણી ઘટના બની હતી. તેની મેકઅપ આર્ટિસ્ટને હોટેલના રૂમમાં કોઈના હોવાનો આભાસ થયો હતો. કૃતિએ જણાવ્યું કે તેની મેકઅપ આર્ટિસ્ટને લાગતું હતું કે કોઈ તેને ધક્કો મારી રહ્યું છે. એ સમયે લોશનને એક બૉટલ ટેબલ પરથી પડી ગઈ જેને કોઈએ અડી પણ નહોતી. જેને ઉપાડીને પાછી રાખવામાં આવી તો તે પાછી પડી ગઈ. લોકોઅ ધ્યાનથી જોયું તો ન તો ટેબલ હલતું હતું કે ન તો પવન આવતો હતો. કૃતિએ જણાવ્યું કે આ ડરામણો અનુભવ હતો.

શ્રીદેવીની દિકરી સાથે કામ કરનાર થયા હતા બીમાર
શ્રીદેવીની દીકરી અને ધડક ગર્લ જાહ્નવી કપૂરે પણ એક હૉરર સીરીઝના શૂટિંગ વખતેની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેણે જણાવ્યું કે, કાંઈક તો અજીબ હતું, જેના કારણે તે પોતાનું માથું નહોતી હલાવી શકતી. એક પોસ્ટમાં તેણે ખુલાસો કર્યો હતો કે આ પ્રોજેક્ટનું કામ પુરું થયા બાદ તેની સાથે કામ કરતા 10 લોકો બીમાર પડી ગયા હતા.

You cannot copy content of this page