Only Gujarat

Health

સાયલન્ટ હાર્ટ અટેક છે એકદમ જોખમી, એકદમ ખામોશીથી વ્યક્તિને બનાવે છે શિકાર ને લઈ લે છે જીવ

નવી દિલ્હીઃ 29 સપ્ટેમ્બરે ‘વર્લ્ડ હાર્ટ-ડે’ની ઉજવણી કરવામા આવે છે. લોકોને હૃદય સંબંધિત બીમારીઓ અંગે જાગૃકત કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે બ્લડ ક્લૉટ્સ (લોહીના જામેલા થર)ના વચ્ચે આવી જવાના કારણે લોહી હૃદય સુધી પહોંચી શકતું નથી અને હૃદયમાં તીવ્ર દુખાવો ઉપડે છે. પરંતુ દર વખતે આમ નથી બનતું. ઘણીવાર આ અટેક એકદમ ચૂપચાપ લોકોનો જીવ લઈ લે છે અને કોઈને ખબર પડતી નથી. તેને સાયલેન્ટ હાર્ટ અટેક પણ કહે છે. સાયલેન્ટ હાર્ટ અટેકને એટલે ઘાતક માનવામાં આવે છે કારણ કે મોટાભાગના લોકોને આ અંગે ખબર નથી પડતી. જેથી તેઓ પોતાની સારવાર પણ કરાવી શકતા નથી.

સાયલન્ટ હાર્ટ અટેકમાં ઘણીવાર છાતીમાં દુખાવો ઉપડતો જ નથી અથવા તો નજીવો દુખાવો થાય છે અને તેને લોકો નજરઅંદાજ કરે છે, લોકોને લાગે છે કે આ ગેસની સમસ્યાને કારણે થઈ રહ્યું છે. સંપૂર્ણ વિશ્વમાં હૃદયની બીમારીથી થતા મૃત્યુમાં સાયલેન્ટ હાર્ટ અટેકથી મરનારા લોકોની સંખ્યા વધી છે. એક રિસર્ચ અનુસાર, હાર્ટ અટેકના કુલ કેસમાંથી 45 ટકા કેસ સાયલેન્ટ હાર્ટ અટેકના હોય છે. આ રીતે તેમને ખબર પણ નથી પડતી કે તેમને હાર્ટ અટેક આવ્યો છે.

સાયલેન્ટ હાર્ટ અટેકના લક્ષણો
આ પ્રકારના હાર્ટ અટેકમાં જરૂરી નથી કે છાતીમાં દુખાવો થાય. ઘણીવાર દર્દીના જડબા, ગરદન, હાથ, પેટ અથવા પીઠમાં પણ દુખાવો થાય છે. શ્વાસ લેવામાં સમસ્યાની સાથે નબળાઈ પણ અનુભવાય છે. તેમાં દર્દીઓને સતત ઉલ્ટીઓ થવાની સાથે ચક્કર આવે છે અને ખૂબ પરસેવો વળે છે, ગભરાટ જેવું ફિલ થાય છે. છાતીમાં તીવ્ર દુખાવો ના થવાના કારણે લોકો એ સમજી શકતા નથી કે આ હૃદય સંબંધિત બીમારી હોઈ શકે છે.

શિયાળામાં જોખમ વધુ
શિયાળામાં શરીરનું તાપમાન જાળવી રાખવા માટે હૃદયને બમણી મહેનત કરવી પડે છે અને તેના કારણે લોહીમાં ઘણા પ્રકારના ફેરફાર જોવા મળે છે, જેમાં લોહીના થર જામવાનું જોખમ પણ રહે છે. આ ઉપરાંત ઠંડીમાં રક્તવાહિનીઓ સંકોચાય જાય છે અને તે હાર્ટઅટેકનું કારણ બને છે. હાર્ટમાં ઓક્સિજનની માગ વધુ હોવાને કારણે, શરીરનું તાપમાન અસામાન્ય રીતે ઓછું થવાથી, છાતીમાં સંક્રમણ પેદા કરનારા પ્રદૂષિત વાયુના કારણે હાર્ટ અટેકના કેસ વધી રહ્યાં છે.

હાર્ટ અટેકના જોખમવાળા લોકોમાં મોટી વયના લોકો સાયલેન્ટ હાર્ટ અટેકના ઝાટકાને સહન કરી શકતા નથી. તેમના હૃદય પર એટલું દબાણ વધી જાય છે કે દર્દી કોઈને અવાજ આપીને બોલાવી પણ શકતો નથી. સાયલેન્ટ હાર્ટ અટેકમાં સૌથી વધુ નુકસાન બેદરકારીના કારણે થાય છે, કારણ કે સામાન્ય રીતે લોકોને છાતીમાં દુખાવો જ હાર્ટ અટેક હોય છે તેમ લાગે છે. તેથી લોકો અન્ય લક્ષણ પર ધ્યાન આપતા નથી. ગમે ત્યારે કોઈપણ સમસ્યામાં પહેલા તાત્કાલિક ડૉક્ટરની મુલાકાત લેવી જ યોગ્ય વિકલ્પ છે.

આ રીતે બચો સાયલેન્ટ હાર્ટ અટેકથી
અમુક નિયમોનું પાલન કરી સાયલેન્ટ હાર્ટ અટેકથી બચી શકાય છે. જેમકે ઠંડીમાં વોક પર જવાથી બચવું જોઈએ કારણ કે તેના કારણે બ્લડ પ્રેશર વધી જાય છે અને દિલ પર દબાણ વધે છે. તેના કરતા તડકામાં વોક કરવાને કારણે શરીરને ગરમી મળે છે અને વિટામીન ડી પણ મળશે. ઘરમાં રહીને હળવી કસરતો કરવી. પ્રાણાયમ કરો અને સમયાંતરે બ્લડ પ્રેશર ચેક કરતા રહો. આ ઉરકાંચ મસાલાવાળું ભોજન ખાવાથી બચો અને સાદું ભોજન કરો. બની શકે ત્યાંસુધી વાયુ પ્રદૂષણથી બચો.

You cannot copy content of this page