Only Gujarat

Gujarat

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના તોફાની બેટિંગ, મહુધા 12 ઈંચ તો નવસારીમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડ બાદ વિરામ લીધો હતો પરંતુ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, વલસાડ તાપી સહિતના ભાગોમાં રાત્રે ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. આ સિવાય ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. નવસારી-સુરત કોસ્ટલ હાઈવે તથા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે.

24 કલાક માં રાજ્યના 139 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. સુરતના મહુવામાં 11.8 ઈંચ તોફાની વરસાદ થયો છે. મોડી રાત્રે પણ કેટલાક ભાગોમાં થયેલા ભારે વરસાદના કારણે સ્થિતિ કપરી બની છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે.

24 કલાકમાં નવસારી તાલુકામાં 10.6 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય ડાંગના સુબિરમાં 7.7 ઈંચ, સુરતના બારડોલીમાં 7.6 ઈંચ, નવસારીના જલાલપોરમાં 7.3 ઈંચ વરસાદ ખાબક્યો છે. વલસાડના કપરાડામાં 7.1 ઈંચ વરસાદ નોંધાયો છે.

પૂર્ણા નદી ભયનજક સપાટીની ઉપર વહી રહી છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાવાની ઘટના બની છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે અને હાલ તે પાણી તેની ઉપર વહી રહી છે. કલેક્ટર દ્વારા અગાઉથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા ગ્રામજનોને સલામત સ્થળ પર ખસી જવાની સૂચના આપવામાં આવી છે.

આજના દિવસે વલસાડ, નવસારી અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સિવાય રાજ્યના દક્ષિણ ભાગના સુરત, ડાંગમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

You cannot copy content of this page