Only Gujarat

FEATURED National

મહિલા PSIની હત્યા કરનાર પોલીસ મિત્રની લાશ મળી, બંને એક બેંચથી PSI હતા

નવી દિલ્હીઃ દિલ્હીમાં એક એક ચકચારી બનાવા સામે આવ્યો છે. દિલ્હીના રોહિણી વિસ્તારમાં મહિલા સબ ઇન્સ્પેક્ટરની શુક્રવારની રાત્રે હત્યા કરી દેવામાં આવી. આ હત્યાનો આરોપ પીએસઆઇ દીપાંશુ પર હતો. તેણે પણ આત્મહત્યા કરી લીધી હતી. કરનાર પાસે એક ગાડીમાં દીપાંશુની લાશ મળી આવી હતી. આરોપીએ પોતાની ગનથી  ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.  આ જ ગનથી  તેણે મહિલા પીએસઆઇને  ગોળી મારી હતી. પોલીસે ‘લવ એંગલ’ની દિશામાં પણ તપાસ કરી રહી છે.

પોલીસના મતે મહિલા સબ-ઇન્સ્પેક્ટર પ્રીતિ અહલાવત અને દીપાંશુએ 2018માં દિલ્હી પોલીસ જોઇન કર્યું હતું. બંન્ને  બેચમેટ હતા. હાલમાં પોલીસ આ કેસની તપાસ જ કરી રહી છે કે આખરે  ક્યા કારણોસર દીપાંશુએ  પ્રીતિની હત્યા કરી આત્મહત્યા કરી છે.

રોહિણી વિસ્તારમાં શુક્રવારની મોડી રાત્રે લગભગ સાડા નવ વાગ્યે મહિલા સબ-ઇન્સ્પેક્ટર  પ્રીતિ અહલાવતની એક વ્યક્તિએ ગોળી મારી હત્યા કરી લીધી હતી. પ્રીતિ  પૂર્વ દિલ્હીના પડપડગંજ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં તૈનાત હતી. રાતના  સમયે તે પોતાની ડ્યૂટી પુરી કરીને મેટ્રોથી પૂર્વી રોહિણી મેટ્રો સ્ટેશન પહોંચી હતી અને પોતાના ઘરે જઇ રહી હતી. જ્યારે તે મેટ્રો સ્ટેશનથી ફક્ત 50 મીટર આગળ હતી કે પાછળથી એક યુવકે પ્રીતિ પર ગોળીઓ વરસાવી દીધી હતી. ત્રણ રાઉન્ડ ફાયરિંગમાં બે ગોળી પ્રીતિને વાગી  હતી જ્યારે એક બાજુમાંથી  પસાર થઇ રહેલી કારના પાછળના કારમાં વાગી હતી. પ્રીતિને એક ગોળી માથામાં વાગી હતી. ત્યારબાદ પ્રીતિ ત્યાં જ ઢળી પડી અને  ઘટનાસ્થળ પર તેનું  મોત થયું હતુ.

ઘટના બાદ કોઇએ પોલીસને 112 પર કોલ કરીને ઘટનાની જાણકારી આપી હતી. પોલીસ જ્યારે ઘટનાસ્થળ પર પહોચી તો તેને  જાણવા મળ્યું કે મરનાર મહિલા સબ ઇન્સ્પેક્ટર છે. ફોરેન્સિક ટીમે પણ  તપાસ શરૂ કરી હતી.

સોનીપતની રહેવાસી પ્રીતિ ભાડાના  મકાનમાં રોહિણીમાં રહેતી હતી. પોલીસને ઘટનાસ્થળ પરથી  સીસીટીવી પણ મળ્યા છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે આરોપી એકલો હતો. સીસીટીવી ફૂટેજ અનુસાર, પોલીસે દાવો કર્યો હતો કે તે જલદી આરોપીની ધરપકડ કરી લેશે. હવે આરોપીની ધરપકડ કરી લેશે. પરંતુ આરોપીએ પણ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page