Only Gujarat

Bollywood

‘નાગિન’એ કોરોનાકાળમાં ખરીદી પોતાની ફેવરિટ કાર, કિંમત છે કરોડ રૂપિયાથી વધુ

મુંબઈ: ટીવી શો ‘ઉતરન’થી ઘરે ઘરે જાણીતી થયેલી ગુજરાતી અભિનેત્રી રશ્મિ દેસાઈએ હાલમાં જ એક નવી કાર ખરીદી છે. રશ્મિએ આ કારનો ફોટો પોતાના ઈન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો છે. રશ્મિની આ બ્રાન્ડ ન્યૂ કાર રેન્જ રોવર છે, જેનો રંગ બ્લ્યૂ છે. નવી કાર ખરીદ્યા બાદ લોકો રશ્મિને સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ આપી રહ્યા છે. નોંધનીય છે કે રશ્મિએ જે કાર ખરીદી છે, તેની ભારતમાં કિંમત 70 લાખથી એક કરોડ રૂપિયા છે.

રશ્મિના માનેલા ભાઈ અને એક્ટર મૃણાલ જૈને પણ તેને શુભેચ્છા આપી. તો રશ્મિની મેનેજર અને ફ્રેન્ડ નિધિએ લખ્યું કે – રશુ તને નવી કામ માટે વધામણી. હું તારા માટે ખૂબ જ ખુશ છું. ઉલ્લેખનીય છે કે રશ્મિ પોતાની નવી કારમાં રાઈડ માટે પણ ગઈ. તેણે એક ફોટો શેર કર્યો, જેમાં લખ્યું કે, મારા રથ અને ચા સાથે હું પોતે. ફોટોમાં રશ્મિ કારમાં ચા સાથે નજર આવી રહી છે.

નોંધનીય છે કે રશ્મિ ઘણા સમયથી ગાડી લેવાની યોજના બનાવી રહી હતી પરંતુ કોરોનાના કારણે લૉકડાઉન થતા તે એવું નહોતી કરી શકી. ‘બિગ બૉસ’માંથી નિકળ્યા બાદ રશ્મિ મર્સિડિઝ કાર ખરીદવા માંગતી હતી. જો કે બાદમાં તેનો પ્લાન કેન્સલ થઈ ગયો અને હવે તેણે પોતાની મનપસંદ કાર રેન્જ રોવર લીધી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો ‘બિગ બૉસ 13’ બાદ રશ્મિ ‘નાગિન 4’માં નજર આવી હતી, જેમાં રશ્મિએ શલાકાનો રોલ નિભાવ્યો હતો. જો કે લૉકડાઉનના કારણે એ શો બંધ થઈ ગયો હતો. લૉકડાઉન દરમિયાન રશ્મિ શૉર્ટ ફિલ્મ ‘તમસ’માં પણ નજર આવી ચુકી છે. જેમાં તેની સાથે અદ્વિક મહાજન હતા. ણીતા ટીવી શો ઉતરનથી ઓળખ બનાવનાર રશ્મિનો જન્મ 13 ફેબ્રુઆરી 1986ના દિવસે ગુજરાતી પરિવરામાં થયો હતો. તેણે 2006માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

રશ્મિએ સૌથી પહેલા ટીવી શો ‘રાવણ’માં મંદોદરીની ભૂમિકા નિભાવી હતી. જો કે તેને 2009માં આવેલા શો ‘ઉતરન’થી ઓળખ મળી. જે બાદ રશ્મિએ ક્યારેય પાછું વળીને નથી જોયું. હાલ તે ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંથી એક છે.

You cannot copy content of this page