Only Gujarat

Bollywood

ખૂબ જ ગ્લેમરસ છે મિથુન ચક્રવર્તીના દીકરાની વહુ, જુઓ આ રહી તસવીરો

મુંબઈઃ બોલિવૂડના ‘ડિસ્કો ડાન્સર’ એટલે કે મિથુન ચક્રવર્તીને દરેક લોકો જાણે છે, પણ તેમના પરિવારના સભ્યો વિશે ઓછાં લોકો જાણતાં હશે. મિથુનના દીકરા મહાક્ષયની વહુ મદાલસા અત્યારે પોપ્યુલર ટીવી સિરિયલ ‘અનુપમા’માં કાવ્યા ઝવેરીનો રોલ પ્લે કરી રહી છે. 13 જુલાઈથી ઓન એર થયેલી આ સિરિયલમાં મદાલસાનો રોલ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, મિથુનના દીકરાની વહુ મદાલસા ખૂબ જ સુંદર છે અને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રસ છે.

ઓછાં લોકો જાણતાં હશે કે, મદાલસા ફૅમશ એક્ટ્રસ શીલા શર્મા અને પ્રોડ્યુસર-ડિરેક્ટર સુભાષ શર્માની દીકરી છે. શીલાએ 90ના દશકમાં ‘મહાભારત’માં દેવકીનો રોલ પ્લે કર્યો હતો.

મદાલસાના લગ્ન જુલાઈ, 2018માં મિથુન ચક્રવર્તીના મોટા દીકરા મહાક્ષય (મિમોહ) ચક્રવર્તી સાથે થયાં છે. શીલા શર્માએ તેમની દીકરી મદાલસાના લગ્ન પર કહ્યું હતું કે, ‘મારી ખુશીનું ઠેકાણું નથી, હું ખૂબ જ ખુશ છું.’શીલાએ એમ પણ કહ્યું હતું કે, ‘મિથુનનો પરિવાર સંસ્કારી છે અને અમારા મનમાં દીકરીના લગ્નજીવન અંગે કોઈ શંકા નથી.’

મદાલસા પણ તેમની માની જેવી રીતી એક્ટ્રસ છે. મદાલસાએ વર્ષ 2009માં તેલુગુ ફિલ્મ ‘ફિટિંગ’થી એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. આ ઉપરાંત તેમણે કન્નડ ફિલ્મ ‘શૌર્ય’માં પણ કામ કર્યું છે. મદાલસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે ઘણીવાર તેના બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.

મિથુન ચક્રવર્તીના દીકરાની વહુ મદાલસા શર્માએ ઘણી રિજનલ ફિલ્મોમાં કામ કર્યું છે અને તે હવે ટીવીની દુનિયામાં એન્ટ્રી કરી ચૂકી છે. અનુપમાના રોલ વિશે મદાલસાએ જણાવ્યું કે, ‘તે કાવ્યાનો રોલ પ્લે કરી રહી છે જે એક બિઝનેસ વુમન છે.’

મદાલસાના જણાવ્યા મુજબ, ‘આ કેરેક્ટર ખૂબ જ મજાનું છે અને તેમાં ઘણાં શેડ્સ છે. કાવ્યા સ્ટ્રોન્ગ છે. ઇન્ડિપેન્ડેન્ટ છે અને પોતાના પગ પર ખૂબ જ ઊભી છે. મને લાગે છે કે, દર્શકોને આ રોલ ખૂબ જ પસંદ આવશે.’

એક ઇન્ટરવ્યૂમાં મદાલસાએ કહ્યું કે, ‘હું આ સિરિયલ કરી ખૂબ જ ખુશી થઈ રહી છે. હું હંમેશા રાજન શાહી સર સાથે કામ કરવા માગતી હતી અને અત્યારે આ ઓફર આવી તો મેં એક ક્ષણ પણ વિચાર કર્યો નહીં. આ મારી ટીવી પર શરૂઆત છે અને જાણીતા બેનર સાથે સફર શરૂ કરવી ગર્વની વાત છે.’

મદાલસાને બાળપણથી એક્ટિંગ માહોલ મળ્યો છે. આ કારણે એક્ટિંગ ઉપરાંત તેમને કોઈ બીજા ફિલ્મમાં જવાનું વિચાર્યું નહીં. મોમોહ સાથે પહેલી મુલાકાત પછી મદાલસાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘અમે બંને ઘણાં વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ.’

મદાલસાના જણાવ્યા મુજબ, ‘મારી માએ થોડાં વર્ષ પહેલાં મિમોહ સાથે એક ફિલ્મ કરી હતી. આ દરમિયાન એક ઇવેન્ટમાં હું મા સાથે ગઈ હતી. ત્યાં પહેલીવાર મિમોહને મળી હતી. આ પછી અમે સારા ફ્રેન્ડ બની ગયા અને ધીરે-ધીરે એકબીજાને પ્રેમ કરવા લાગ્યાં હતાં. આ પછી સમય સાથે લગ્નનો નિર્ણય કર્યો છે. મદાલસાને તેના પતિનો કેરિંગ નેચર ખૂબ જ પસંદ છે.’

મદાલસાના જણાવ્યા મુજબ, ‘પહેલીવાર જ્યારે હું મારા સસરા એટલે કે મિથુન ચક્રવર્તીને મળી તો તેમણે મને પૂછ્યું કે, મેં તેમને પૂછ્યું કે હું તમારા દીકરાની જિંદગીમાં હંમેશા માટે સામેલ થઈ શકુ છું કે નહીં. આ વાત તેમણે તેમના દીકરાને પણ પૂછી હતી. તે ખૂબ જ વાસ્તવિક માણસ છે.’

પોતાના સસરા મિથુન વિશે મદાલસાએ કહ્યું કે, ‘તે ખૂબ જ વિનમ્ર છે. તે મારા પિતા છે અને તે મારા માટે સૌભાગ્યની વાત છે. દરેક વખતે કંઈક સારું શીખવા મળે છે. નાની-નાની વાતનું પણ તે મારા માટે ધ્યાન રાખે છે.’

આટલું સ્ટારડમ મળ્યા પછી તે આજે પણ કોઈ કામને સારી રીતે કરવા માટે મહેનત કરે છે અને આ વાત મેં તેમની પાસે શીખી છે. આ ઉપરાંત તે ખૂબ જ સારું જમવાનું બનાવે છે.

અનુપમા ટીવી સિરિયલની વાર્તા એક માની આસપાસ ફરે છે, જે પોતાનું આખુ જીવન ત્યાગી પરિવારને સમર્પિત કરી દે છે. જોકે, તેને ક્યારેય આ માટે પ્રસંશા મળતી નથી અને હંમેશાં તેની અવગણના કરવામાં આવે છે. એટલું જ નહીં તેના બાળકો પણ તેને ગંભીરતાથી લેતાં નથી.

પતિ મિમોહ ચક્રવર્તી સાથે મદાલસા.

મદાલસાનો બોલ્ડ અંદાજ.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page