Only Gujarat

Gujarat

અકસ્માત સર્જાયો ત્યારે તથ્ય પટેલની જેગુઆર કારમાં સવાર પાંચેય મિત્રો કોણ હતાં? જાણો પાંચેયની કુંડળી

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ હાલ ગુજરાતમાં બહુ જ ચર્ચામાં છે ત્યારે તથ્ય પટેલ કોણ છે તેની તો બધાંને ખબર છે પરંતુ અકસ્માત સર્જાયો ત્યારે તેની કારમાં કોણ છે તેની હજુ કોઈને ખબર પડી નથી પરંતુ તે તમામ લોકો ચર્ચામાં છે. અમે તથ્ય સાથે કારમાં સવાર લોકોની માહિતી વાંચીને તમને એકવાર નવાઈ લાગશે. કારનો અકસ્માત સર્જાયો ત્યારે કારમાં પાંચ મિત્રો હતો જેમાં માલવિકા પટેલ, શાન સાગર, આર્યન પંચાલ, ધ્વનિ પંચાલ અને શ્રેયા વઘાસિયા કારમાં સવાર હતાં. પરંતુ અકસ્માત સર્જાયો ત્યારે પાંચેય મિત્રો ત્યાંથી નાસી છૂટ્યા હતાં. આ પાંચેય મિત્રોના પરિવારજનો વિશે જાણશો તો ચોંકી જશો. આ તમામ માહિતી એક ખાનગી ન્યુઝ વેબસાઈટમાં છપાઈ છે તે પ્રમાણે છે.

ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયો ત્યારે જેગુઆર કારમાં તથ્ય પટેલ સહિત પાંચ મિત્રો સવાર હતાં. અકસ્માત થતાં જ પાંચેય મિત્રો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતાં. જોકે બીજા દિવસે પોલીસે તે તમામની ધરપકડ કરી હતી. આ પાંચેય મિત્રો કોણ છે તેની ભાગ્યે જ ખબર હશે. સોશિયલ મીડિયામાં આ લોકોની પ્રોફાઈલ જોતાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં સૌથી વધુ ચર્ચા માલવિકા પટેલની થઈ રહી છે. માલવિકાએ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ડીલિટ કરી નાખ્યું છે જેમાં તથ્ય પટેલના વીડિયો અને ફોટો હતાં.

જેગુઆર કારમાં તથ્ય સાથે જે પાંચ મિત્રો હતા તે પાંચેય તથ્યના ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ્સ હતા. આ પાંચેયની કુંડળી હવે સામે આવી ગઈ છે જેમાં તેઓ મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતાં હોવાનું તેવું સામે આવ્યું છે. આ પાંચેય તથ્ય જેટલા વૈભવશાળી પરિવારના નથી. કારમાં સવાર ધ્વની પંચાલ અને આર્યન પંચાલ બંને ભાઈ-બેહન છે, બંને થલતેજ વિસ્તારમાં રહે છે જ્યારે શાન સાગર સોલા વિસ્તારમાં રહે છે. શાનના પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. શ્રેયા વઘાસિયા જસદણની રહેવાસી છે અને તેના પિતા ફાર્મિંગ મશીનરીનો બિઝનેસ કરે છે. શ્રેયા અને માલવિકા પટેલ સાથે મકરબા વિસ્તારના એક પીજીમાં રહે છે. જેમાં માલવિકા પટેલના પિતા રાજસ્થાનના બાંસવાડાના વતની છે અને તેના પિતા હોટલ ચલાવે છે.

સૌથી મોટી ચોંકાવનારી વાત એ છે કે, આ પાંચેય યુવક-યુવતીઓ કોલેજમાં અભ્યાસ કરે છે અને તેમની ઉંમર લગભગ 18 થી 20 વર્ષ વચ્ચેની છે.આ તમામની લાઈફ સ્ટાઈલ કોઈ સ્ટારથી કમ નથી. તેમના ઈન્સ્ટાગ્રામ પેજમાં અનેક તસવીરો અને વીડિયો છે જે જોઈને તેમની લાઈફ સ્ટાઈલનો અંદાજ આવી શકે છે. પરંતુ મહત્વની વાત એ છે કે, તથ્ય પટેલની તસવીરો જોતાં લાગે છે કે તે રોયલ લાઈફ જીવી રહ્યો છે. રીલ્સ જોઈને આ પાંચેય મિત્રોને તથ્યનો ચસ્કો લાગ્યો હતો અને તેઓ તથ્ય સાથે રોજ ફરતા હતા. આ છ લોકો રોજ નાઈટઆઉટ કરવા નીકળતા.

કોણ છે તથ્ય પટેલ?

– અકસ્માત કરનાર યુવક ગોતાના કુખ્યાત શખ્સનો છે દીકરો
– આરોપી તથ્ય પટેલ પ્રજ્ઞેશ પટેલનો દીકરો હોવાની માહિતી
– આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલની અગાઉ પોલીસે કરી હતી ધરપકડ

કેવી રીતે સર્જાયો અકસ્માત?

– સ્કોન બ્રિજ પર ડમ્પર અને થાર કાર વચ્ચે અકસ્માત થયો હતો
– અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા
– અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી
– અકસ્માતના થોડા સમય બાદ લક્ઝ્યુરિયસ કાર પૂર ઝડપી નીકળી
– લક્ઝ્યુરિયસ કાર ચાલકે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા
– 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચલાવી હતી
– લક્ઝ્યુરિયસ કાર ચાલક અડફેટે લેતા પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યુ થયા
– તથ્ય પટેલ નામના શખ્સે અકસ્માત સર્જ્યો હોવાની માહિતી મળી

You cannot copy content of this page