Only Gujarat

National TOP STORIES

5 વર્ષમાં CM અરવિંદ કેજરીવાલની સંપત્તિમાં કેટલો થયો વધારો? જાણો

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી 8 ફેબ્રુઆરીએ યોજાવાની છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે નવી દિલ્હીની વિધાનસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. અરવિંદ કેજરીવાલનું ઉમેદવારી ફોર્મ જ નહીં પરંતુ તેમની સંપત્તિ પણ ચર્ચામાં રહી હતી. અરવિંદ કેજરીવાલની એફિડેવિટ પ્રમાણે તેમની સંપત્તિ અંદાજે દોઢ કરોડ રૂપિયા વધી ગઈ છે. વર્ષ 2015ના એફિડેવિટ પ્રમાણે અરવિંદ કેજરીવાલની સંપત્તિ 2 કરોડ 9 લાખ 85 હજાર 336 રૂપિયા હતી જે હવે 2020માં વધીને 3 કરોડ 40 લાખ રૂપિયા થઈ ગઈ છે.

એફિડેવીટ પ્રમાણે, 2015માં અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ પાસે રોકડ અને એફડીમાં કુલ 15 લાખ રૂપિયા હતાં જે 2020માં વધીને 57 લાખ રૂપિયા થયા છે. પાર્ટીના એક પદાધિકારીના જણાવ્યા પ્રમાણે, સ્વૈચ્છિક સેનાનિવૃત્તિ લાભ એટલે કે વીઆરએસ તરીકે સુનીતા કેજરીવાલને 32 લાખ રૂપિયા અને એફડી મળી બાકીની તેમની બચત છે.

2015માં કેજરીવાલની પાસે રોકડ અને એફડી 2 લાખ 36 હજાર રૂપિયા હતા જે 2020માં વધીને 9 લાખ 65 હજાર રૂપિયા થઈ ગયા છે. કેજરીવાલની પત્નીની સ્થાવર મિલકતમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે કેજરીવાલની સ્થાવર મિલકત 92 લાખ રૂપિયાથી વધીને 177 લાખ રૂપિયા થઈ ગઈ છે.

2015 અને 2020ની એફિડેવીટ પ્રમાણે કેટલી છે કેજરીવાલની સંપત્તિ

 

 સંપત્તિનું વિવિરણ

2015 2020
કેજરીવાલ પાસે રોકડ 15 હજાર 12 હજાર
પત્ની પાસે રોકડ 10 હજાર 9 હજાર
આશ્રિત પાસે રોકડ 1 હજાર 1 હજાર
કુલ 26 હજાર 22 હજાર
બેંકમાં જમા (કેજરીવાલ) 2.11 લાખ 9.82 લાખ
બેંકમાં જમા (પત્ની) 5.58 લાખ 23.06 લાખ
બેંકમાં જમા (આશ્રિત) 30 હજાર 38 હજાર
કુલ 7.98 લાખ 33.26 લાખ
માત્ર પત્ની પાસે મ્યુચ્યુઅલ ફંડ 36 હજાર 15.31 લાખ
કાર પત્નીના નામે મારૂતિ બલેનો – 6.20 લાખ
માત્ર પત્ની પાસે ગોલ્ડ 300 ગ્રામ, 9 લાખ 320 ગ્રામ, 12 લાખ
માત્ર પત્ની પાસે ચાંદી 400 ગ્રામ, 24 હજાર 1 કિલો, 40 હજાર
જમીન (કેજરીવાલના નામે) ગાજિયાબાદા, યૂપી – 55 લાખ ગાજિયાબાદ, યૂપી – 1.4 કરોડ
સિવની, હરિયાણા – 37 લાખ સિવની, હરિયાણા – 37 લાખ
રહેણાંક મકાન (પત્નીના નામે) ગુરુગ્રામ, હરિયાણા – 1 કરોડ ગુરુગ્રામ, હરિયાણા – 1 કરોડ
લોન (પત્નીના નામે) 30 લાખ બેંકમાંથી કોઈ લોન નહીં
11 લાખ સંબંધીઓ પાસેથી
કુલ 2,09,85,336 3,44,42,870

 

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page