Only Gujarat

Bollywood FEATURED

બોલિવૂડમાં શરૂ થયો નવો ટ્રેન્ડ, સેલેબ્સ લગ્ન વગર જ બની રહ્યાં છે માતા-પિતા

ગ્લેમર ઈંડસ્ટ્રી હંમેશાં લોકો વચ્ચે નવો જ ટ્રેન્ડ સેટ કરે છે. પછી તે ફેશન, લુક્સ બાબતે હોય કે પછી સંબંધો અને પર્સનલ લાઇફ સાથે સંકળાયેલ બાબતે હોય. આજ-કાલ બોલિવૂડમાં એક નવા ટ્રેન્ડની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમયમાં ઘણાં સેલેબ્સ લગ્ન વગર પેરેન્ટ્સ બન્યાં છે. જેમના વિશે જણાવી રહ્યા છીએ આજે અમે.

કલ્કિ કોચલિન: કલ્કિએ આ વર્ષે ફેબ્રુઆરીમાં પોતાના ઘરમાં જ નાનકડી પરીને જન્મ આપ્યો. તેના બૉયફ્રેન્ડનું નામ ગેય હર્ષબર્ગ છે, જે ઈઝરાયલી મ્યૂઝિશિયન છે. કલ્કિ સોશિયલ મીડિયામાં દીકરીના ફોટોઝ શેર કરતી રહે છે. કલ્કિએ તેના પ્રેગ્નન્સી પીરિયડને ભરપૂર એન્જોય કર્યો હતો. કલ્કિએ બેબી બંપ ફ્લૉન્ટ કરતા ઘણા ફોટોઝ ઈંસ્ટાગ્રામમાં શેર કર્યા હતા. ઉલ્લેખનિય છે કે, કલ્કિ ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપની એક્સ વાઇફ છે. તેમનાં લગ્ન લગભગ 4 વર્ષ ચાલ્યાં પછી તેમણે ડિવોર્સ લીધા હતા.

એમી જેક્સન: ઘણી સાઉથ ઇન્ડિયન અને હિંદી ફિલ્મોમાં કામ કરી ચૂકનાર એમી જેક્સન હોટેલિયર જૉર્જ પેનાયિટોઉ સાથે રિલેશનશિપમાં છે. બંનેએ મે 2019 માં સગાઇ કરી હતી. તો સપ્ટેમ્બર 2019 માં એમીએ દીકરાને જન્મ આપ્યો. એમીનાં હજી તેના મંગેતર સાથે લગ્ન નથી થયાં. એમી જેક્સનનું કહેવું છે કે, બહુ જલદી તે જૉર્જ સાથે લગ્ન કરશે. એમી તેના ક્યૂટ દીકરાના ફોટોઝ શેર કરતી રહે છે. એમી આ પહેલાં એક્ટર પ્રતીક બબ્બરને પણ ડેટ કરી ચૂકી છે.

ગેબ્રિએલા: એક્ટર અર્જુન રામપાલ ગયા વર્ષે જુલાઇમાં ત્રીજી વાર પિતા બન્યો, અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલાએ દીકરાને જન્મ આપ્યો હતો. બંનેએ હજી સુધી લગ્ન નથી કર્યાં. પહેલાં લગ્નથી અર્જુનને બે દીકરીઓ છે.

નીના ગુપ્તા: દિગ્ગજ એક્ટર નીના ગુપ્તા એક સમયે વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટર વિવિયન રિચર્ડ સાથે રિલેશનશિપમાં હતી. આ સંબંધથી નીનાને દીકરી છે, મસાબા. જે એક મોટી ડિઝાઇનર છે. જોકે નીના અને રિચર્ડે ક્યારેય લગ્ન નથી કર્યાં.

નેહા ધૂપિયા: નેહા ધૂપિયાએ મે 2018 માં અંગદ બેદી સાથે ચૂપચાપ લગ્ન કરી સૌને ચોંકાવી દીધા હતા. ત્યારબાદ નવેમ્બર 2018 માં નેહાએ દીકરીને જન્મ આપ્યો. ત્યારબાદ અંગદે જાતે જ ખુલાસો કર્યો હતો કે, નેહા લગ્ન પહેલાંથી જ પ્રેગ્નન્ટ હતી.

You cannot copy content of this page