Only Gujarat

Bollywood

આ સ્ટાર્સે સાત જન્મ નિભાવવાનું આપ્યું હતું વચન, પણ એક જ જન્મમાં થયા અલગ

મુંબઈઃ બોલીવુડના સિતારાઓ ફિલ્મની સાથે પોતાની અંગત લાઈફના કારણે પણ સમાચારોમાં રહે છે. સામાન્ય લોકોની જેમ તેમના જીવનમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળે છે. એવા અનેક સિતારાઓ છે, જેઓ છૂટાછેડાના કારણે ચર્ચામાં રહી ચૂક્યા છે. કેટલાક સિતારાઓ એવા પણ છે, જેમણે લગ્નના થોડા સમય બાદ જ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો, તો કેટલાક એવા પણ છે જેઓ લાંબા સમય સુધી એકબીજા સાથે રહ્યા અને બાદમાં અલગ થઈ ગયા. આજે અમે તમને બોલીવુડના આવા જ કપલ વિશે જણાવીશું જેમણે લાંબા લગ્નજીવન બાદ એકબીજા સાથે છૂટાછેડા લીધા.

મલાઈકા અરોરા અને અરબાઝ ખાનઃ અભિનેતા અરબાઝ ખાનનો જન્મદિવસ 4 ઑગસ્ટે હોય છે. અરબાઝની પત્ની અને બોલીવુડની ખૂબસૂરત અભિનેત્રી મલાઈકા અરોરા એકસાથે હતા. બંનેએ 18 વર્ષ સાથે રહ્યા બાદ એકબીજા સાથે છૂટાછેડા લઈ લીધા. મલાઈકા અને અરબાઝનો એક દીકરો અરહાન છે. છૂટાછેડા બાદ અરહાન મલાઈકા સાથે રહે છે જો કે તે પિતા સાથે અનેકવાર જોવા મળે છે.

અર્જુન રામપાલ અને મેહર જેસિયાઃ આ પણ બોલીવુડના ચર્ચિત કપલમાંથી એક હતા. અર્જુન અને મેહરે વર્ષ 2018માં છૂટાછેડા લીધા હતા. આ બંનેની બે દીકરીઓ પણ છે. છૂટાછેડા બાદ બંને દીકરીઓ મેહર પાસે રહે છે. અર્જુન અને મેહરે 1998માં લગ્ન કર્યા હતા.

દીયા મિર્ઝા અને સાહિલ સાંઘાઃ બોલીવુડ અભિનેત્રી દીયા મિર્ઝાએ વર્ષ 2014માં સાહિલ સાંઘા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના પાંચ વર્ષ બાદ તેમણે ગયા વર્ષે એકબીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. દીયાએ પોતાના છૂટાછેડાની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

ફરહાન અખ્તર અને અધુનાઃ બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને ગાયક ફરહાન અખ્તરે લાંબા સમય પછી પત્ની અધુના સાથે છૂટાછેડા લીધા હતા. આ બંનેએ વર્ષ 2000માં લગ્ન કર્યા હતા, જો કે પરસ્પર મતભેદના કારણે બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો હતા. ફરહાન અને અધુનાને બે દીકરીઓ શાક્યા અને અકીરા છે.

કરિશ્મા કપૂર અને સંજય કપૂરઃ બોલીવુડની ખૂબસૂરત અભિનેત્રી એક સમયે ખૂબ જ ચર્ચામાં હતી. તેણે દિલ્લીના બિઝનેસમેન સંજય કપૂર સાથે 2003માં લગ્ન કર્યા હતા, પરંતુ બાદમાં બંનેએ અલગ થવાનું નક્કી કર્યું. વર્ષ 2016માં તેમણે છૂટીછેડા લીધા. કરિશ્મા અને સંજયના બે બાળકો સમાયરા અને કિયાન છે. ત્યારે છૂટાછેડા પછી સંજયે ગર્લફ્રેન્ડ પ્રિયા સચદેવ સાથે લગ્ન કરી લીધા હતા.

સૈફ અલી ખાન અને અમૃતા સિંહઃ આ બોલીવુડના ચર્ચિત કપલમાંથી એક હતા.સૈફ અને અમૃતાએ 1991માં લગ્ન કર્યા હતા. અમૃતા, સૈફથી 12 વર્ષ મોટી હતી. જો કે એક સમય બાદ તેમની વચ્ચે મતભેદો થયા અને તેમણે અલગ રહેવાનો નિર્ણય કર્યો. સૈફ અને અમૃતાએ 2004માં છૂટાછેડા લીધા હતા.

You cannot copy content of this page