Only Gujarat

Bollywood TOP STORIES

આખરે કેમ મેનેજરની કથિત આત્મહત્યા બાદ સુશાંત એકદમ ડરી ગયો હતો?

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં સ્મિતા પારેખની પણ સીબીઆઇએ પૂછપરછ કરી હતી. સ્મિતા સુશાંતની મિત્ર હતી. મીડિયા રિપોર્ટસ મુજબ, દિશા સલિયનના મોત બાદ સુશાંત ડરી ગયો હતો. તેમણે સ્મિતા પારેખને ફોન કરીને જણાવ્યું હતું કે, હવે તે લોકો મને નહીં છોડે. સ્મિતાએ મીડિયા સમક્ષ પણ આ વાત જણાવી હતી. સીબીઆઇએ સ્મિતા પારેખનું નિવેદન નોંધ્યું હતું. સુશાંત સિંહ રાજપૂતના કેસમાં દિશા સલિયનના કનેક્શનને શોધવામાં આવી રહ્યું છે. સુંશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાનીએ પણ કંઇક આવું જ નિવેદન આપ્યું છે. સિદ્ધાર્થે જણાવ્યું હતું કે જ્યારે સુશાંતને દિશાના મોતની જાણ થઇ તો તે ખૂબ જ પરેશાન થઇ ગયો હતો

સિદ્ધાર્થ પિઠાનીની સીબીઆઇ સતત પૂછપરછ કરી રહી છે. પિઠાનીએ સીબીઆઇને જણાવ્યું હતું કે સુશાંતે દિશાના મોતના સમાચાર સાંભળતા જ કોર્નરસ્ટોન નામની કંપનીના મેનેજર ઉદય સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તે સમયે સુશાંત એટલા તણાવમાં હતા કે તેમણે પિઠાનીને તેમના રૂમમાં સૂવાનું કહ્યું. સુશાંત સલિયનના મોત વિશે વિસ્તારથી જાણવા માંગતા હતા.

સિદ્ધાર્થ પિઠાનીએ સીબીઆઇને આપેલા નિવેદન મુજબ જ્યારે સુશાંતને દિશાના મોતની જાણ થઇ તો તે ખૂબ અપસેટ થઇ ગયો હતો. ત્યાર બાદ તેમણે કોર્નરસ્ટોન કંપનીના મેનેજર ઉદય સાથે વાત કરી હતી. આ કંપનીએ જ દિશાને સુશાંતના મેનેજર તરીકે અપોઇન્ટ કરી હતી.

સીબીઆઇ હાલ તે પણ તપાસ કરી રહી છે કે, દિશાએ આત્મહત્યા કરી હતી કે તેની હત્યા થઇ હતી. દિશા સલિયનને કથિત રીતે મુંબઇના મલાડમાં એક બિલ્ડિંગની 14માં માળથી છલાંગ લગાવી દીધી હતી. આ ઘટનાને પણ મુંબઇ પોલીસ આત્મહત્યા જણાવી રહી છે. ત્યારે તેમની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યાં છે કે આ આત્મહત્યા હતી કે પછી દિશાની હત્યા કરાઇ હતી.

રિપબ્લિક ટીવી મુજબ સુશાંતની મિત્ર સ્મિતા પારેખે જણાવ્યું હતું હતું કે દિશાના મોતના સમચાર સાંભળીને સુંશાંત અસ્વસ્થ થઇ ગયો હતો. તેમણે બહેન મીતૂને જણાવ્યું હતું કે તે લોકો હવે મને નહી છોડે. ત્યારબાદ 14 જૂને રહસ્યમય રીતે સુશાંતનું પણ નિધન થઇ ગયું. મુંબઇ પોલીસે એક વખત ફરી તેને આત્મહત્યાની ઘટના ગણાવી છે.


પ્રશાંત કુમાર નામનો કાર્યકર્તા, જે ઇન્સાફ ઓફ એસએસઆર ( insaf FOR SSR) નામથી અભિયાન ચલાવે છે. તેમણે જણાવ્યું હતું દિશાએ સુશાંતને તે પાર્ટીમાં થયેલા કથિત દુર્વ્યવહાર વિશે વાત કરી હતી અને તે જ દિવસે તેમનું મોત થઇ ગયુ.


ડ્ર્ગ રેકેટની વાત કરીએ તો તેમાં મુખ્ય પાંચ લોકોની મુખ્ય ભૂમિકા સામે આવી છે, જેમાં રિયા ચક્રવર્તી, તેમનો ભાઇ શોવિક ચક્રવર્તી, સૈમુઅલ મિરાડાં, ડ્રગ પેડલર જૈદ વિલત્રા, જે સેમ્યુઅલ મિરાન્ડાને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. બાસિત પરિહાર જેમણે સૈમુઅલને જેદ વિલાત્રા સાથે મુલાકાત કરાવી હતી. અને પાંચમું પાત્ર ગૌવાના એક રિસોર્ટનો ડ્રાઇવર ફૈયાઝ અહમદ, ફૈયાઝ અહમદ ડ્રગ્સ પહોંચાડવાનું કામ કરતો હતો. અત્યાર સુધીમાં ડ્રગ્સના મામલે 9 લોકોની ધરપકડ થઇ ચૂકી છે. તેમાંથી 3ને જામીન મળી ગયા છે. સેમ્યુઅલ મિરાન્ડાએ પહેલા મુંબઇ પોલીસ અને સીબીઆઈને જણાવ્યું હતું કે સુશાંતની બહેન અને તેના પતિ સિદ્ધાર્થ તેમને સુશાંતના ઘરના મેનેજર તરીકે અપોઇન્ટ કર્યો હતો.

સેમ્યુઅલ પહેલા એક રોયલ કેરેબિયન ક્રૂઝમાં કામ કર્યું હતું. નોકરી છોડ્યા બાદ તેમને એક કન્સલ્ટન્સી ફર્મ દ્વારા આ નોકરી મળી હતી. તેમનું કામ ઘરનું મેનેજેમેન્ટ કરવાનું હતુ. આ કામ માટે તેમના માસિક 80,000 રૂપિયા સેલેરી મળતી હતી.

You cannot copy content of this page