Only Gujarat

Bollywood

અક્ષય કુમારને પામવા કંઈ પણ કરવા તૈયાર હતી દિગ્ગજ અભિનેત્રી રેખા, જાણો બન્નેનો એક અનોખો કિસ્સો

મુંબઇઃ દેશમાં કોરોના સામેની લડાઇમાં બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે 25 કરોડ રૂપિયાનું દાન આપીને અનેક ભારતીયોનો લાડલો બની ગયો છે ત્યારે અનેક સુપરહીટ ફિલ્મો આપનારા અક્ષય સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓથી આજે પણ અનેક લોકો અજાણ હશે. આજે અહી અક્ષય અને એક્ટ્રેસ રેખા સાથે જોડાયેલો એક કિસ્સો અહી કહેવામાં આવ્યો છે.
રેખા, અક્ષય અને રવીના ટંડન ફિલ્મ ખેલાડીઓ કા ખેલાડીનું શૂટિંગ કરી રહ્યા હતા. તે સમયે રેખા અક્ષયની નજીક જવાનો પ્રયાસ કરી રહી હતી. તે સમયે રવીના અને અક્ષય પણ એકબીજાની ખૂબ નજીક હતા.

ફિલ્મ ખેલાડીઓ કા ખેલાડીમાં અક્ષય અને રવીના સાથે રેખા પણ લીડ રોલમાં હતી. કહેવામાં આવી રહ્યુ છે કે ફિલ્મના શૂટિંગ દમિયાન રેખાની નજર અક્ષય કુમાર પરથી હટતી નહોતી. તે અક્ષયની નજીક જવાનો પ્રયાસ કરતી હતી.અક્ષયની નજીક જવાની રેખાના પ્રયાસો રવીનાને ખટકવા લાગ્યા હતા કારણ કે તે સમયે રવીના અક્ષયના પ્રેમમાં પાગલ હતી.

એકવાર તો રેખાએ પોતાના ઘરથી અક્ષય માટે જમવાનું લઇને આવી હતી ત્યારબાદ રવીનાએ અક્ષયને રેખાથી દૂર રહેવાનું કહી દીધું હતું.

એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં રવીનાએ માન્યું હતું કે, રેખાએ અક્ષયને મનાવવાના પ્રયાસો કર્યા હતા. ફક્ત ફિલ્મ માટે અક્ષયે રેખાની એ હરકતોને સહન કરી હતી. જોકે, રેખાએ હંમેશા આ મુદ્દે ચૂપકીદી સેવી હતી.

અક્ષય બાદ રેખા અને સંજય દત્ત વચ્ચે પણ સંબંધો રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે સુનીલ દત્તને આ કથિત અફેરની વાત મળી તો તેમણે રેખાને દીકરા સંજયથી દૂર રહેવાનું કહી દીધું હતુ.

 

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page