Only Gujarat

Gujarat

લાડલી દિકરી કિંજલ દવેને પિતાએ ગિફ્ટમાં આપી લક્ઝુરિયર્સ કાર, હવે પડશે જોરાદાર એન્ટ્રી

કર્ણપ્રિય સૂરોની માલિક અને ગુજરાતની જાણીતી ગાયિકા કિંજલ દવે વધુ એક લાખેણી કારની માલિક બની છે. જેનો ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. કિંજલની સાથે ફોટામાં તેના પિતા લલિતભાઈ પણ નજરે પડી રહ્યા છે અને પિતા પાસેથી ખુશી ખુશી કારની ચાવી સ્વિકારતી કિંજલ દવે દેખાઇ રહી છે.

કિંજલે જે નવી કાર ખરીદી છે તે કિયા કંપનીની સેલ્ટોસ કાર છે અને તેની કિંમત 17થી 18 લાખની આસપાસ છે. આ પહેલા કિંજલ દવે ઈનોવા કાર વાપરતી હતી. નવી કારની તસવીરો આવ્યા બાદ લોકોમાં કિંજલ દવેની લાઇફ સ્ટાઇલ અને તેની સાથે જોડાયેલા વિવાદોની પણ ચર્ચા શરૂ થઇ ગઇ છે.

ચાર ચાર બંગડી…ફેમ કિંજલ દવે ફરી એકવાર સોશિયલ મીડિયામાં કેન્દ્ર સ્થાને બની છે અને તેની પાછળનું કારણ તેનું કોઈ નવું ગીત નહીં, પણ નવી કાર છે. ઇસ્ટાગ્રામ પર કિંજલે એક તસ્વીર પોસ્ટ કરતાની સાથે જ તે વાયરલ થઇ ગઇ. આ તસ્વીરમાં કિંજલ કિયા કંપનીની નવી બ્લેક કલરની કાર સાથે નજરે પડી રહી છે.

બીજી એક તસ્વીરમાં કિંજલની સાથે તેના પિતા લલિતભાઈ પણ છે અને પિતાના હાથે તે કારની ચાવી લેતા જોવા મળી રહી છે. આ સાથે ગુજરાતની આ કોયલ બે કારની માલિક બની ગઇ છે. આ પહેલા કિંજલે ઇનોવા કાર ખરીદી હતી. હવે તેના કારના કાફલામાં કિયા કંપનીની સેલ્ટોસ લક્ઝરી કાર પણ સામેલ થઇ ગઇ છે. એવું કહેવાય છે કે આ કાર તેના પિતાએ ભેટમાં આપી છે.

વેલ, કારની વાત નીકળી છે તો તમને જણાવી દઇએ કે ગુજરાતી હિટ આલ્બમ ચાર ચાર બંગડી વાળી ગાડી (આઉડી) લાવી દઉના આલ્બમમાં વપરાયેલી કાર હત્યા કેસમાં પકડાઇ હતી. કિંજલ દવેના આલ્બમમાં વપરાયેલી કારમાં વર્ષ 2017માં અપહરણ થયું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. અમદાવાદની વટવા પોલીસે તે કારને પણ જપ્ત કરી હતી.

જો વાત કરીએ કિંજલની તો કિંજલ દવેનો જન્મ વર્ષ 1999માં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેના પિતા હીરાઘસુ એટલે કે રત્નકલાકાર હતા. તેઓ હીરા ચમકાવવા ઉપરાંત ગીતો લખવાના પણ શોખીન હતા.

કમનસીબે હિરાનો ધંધો ભાંગી પડતાં પરિવારની આવક બંધ થઈ ગઈ. પિતાએ સંગીત કાર્યક્રમમાં જઈને ગાવાનું શરૂ કર્યું. પિતાને ગાતા જોઈને કિંજલને પણ સંગીતમાં રસ જાગ્યો. તે અરસામાં તેમની મુલાકાત મનુ રબારી સાથે થઇ અને બંનેએ સાથે મળીને અનેક ગીતો લખ્યા.

જો કે કિંજલ સાત વર્ષની નાની વયથી જ સ્ટેજ પર્ફોર્મ કરતી હતી અને તેનો અવાજ પણ સૂરીલો હતો. તેથી મનુ રબારીએ તેના માટે ગીતો લખવાના શરૂ કર્યા અને જોત જોતામાં બંનેની જોડીએ ઘણાં હીટ ગીતો ગુજરાતની જનતાને આપ્યા.

ગુજરાતની સંગીતની દુનિયામાં કિંજલ દવેના નામના સિક્કા પડવા લાગ્યા. સ્ટેજ પ્રોગામ, ગરબા, ડાયરા કે સામાજિક પસંગમાં કિંજલની ડિમાન્ડ ખૂબ વધવા લાગી. કિંજલના કાર્યક્રમોમાં ભરચક પબ્લિક ઉમટવા લાગી.

હાલ કિંજલ દવે વર્ષે 200થી વધુ પ્રોગામ કરે છે. કિંજલ દવે કાર્યક્રમ દીઠ અંદાજે સરેરાશ 1થી 2 લાખ રૂપિયાની ફી લે છે. ગુજરાતમાં જ નહીં ગુજરાત બહાર વિદેશમાં પણ કિંજલ દવેનો ક્રેજ છે. કિંજલે અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કેનેડા સહિતના દેશોમાં પોગ્રામ કર્યા છે.

You cannot copy content of this page