Only Gujarat

National

પાંચ-પાંચ બાળકો હતાં છતાંય પતિએ કર્યાં બીજા લગ્ન, પહેલી પત્નીએ સૌતનની કરી એવી હાલત કે…

મુરાદાબાદ: યુપીના મુરાદાબાદમાં ગત સોમવારે (8 જૂન) એક મહિલાએ પોતાની ગર્ભવતી સૌતનને જાહેરમાં ગોળી મારી હતી. ગોળી માર્યા બાદ તે ભાગી નહીં પરંતુ પિસ્તોલ બતાવીને સૌતનની પાસે પહોંચી તે મરી કે નહીં. લોકોએ પોલીસને ફોન કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપી મહિલાની ધરપકડ કરી હતી. પૂછપરછમાં મહિલા પોલીસ સમક્ષ ચોંકાવનારા ખુલાસા કર્યા. તેણી પર હત્યાનું ભૂત એ હદે સવાર હતું કે, તેણે પહેલા સૌતનને ગોળી મારી તો તે તેના બગલમાંથી નીકળી હતી અને તે પડી ગઈ હતી. જે પછી આરોપી મહિલા પોતાની સૌતન પર બેસી ગઈ અને એક પછી એક 4 ગોળી મારી તેની હત્યા કરી હતી.

સૌતનને ગોળી મારનારી શબાનાએ પોલીસને જણાવ્યું કે, 20 વર્ષ અગાઉ તેના લગ્ન ટ્રાન્સપોર્ટમાં કામ કરતા મોહમ્મદ જફર સાથે થયા હતા. તેમને 5 બાળકો પણ છે. પરંતુ દોઢ વર્ષ અગાઉ જફરના જીવનમાં માનસી શર્મા નામની યુવતીની એન્ટ્રી થઈ હતી. જફર સાથે લગ્ન કરી તેણે પોતાનું નામ આલિયા રાખ્યું હતું. જફરે તેને પોતાના ઘરથી થોડા અંતરે એક ભાડાનું ઘર અપાવી દીધું. જ્યારે પ્રથમ પત્ની શબાનાને આ અંગે જાણ થઈ તો તે ભાંગી પડી. તેણે આ અંગે જફર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તે રોષે ભરાયો હતો, જે પછી શબાનાએ આ અંગે ક્યારેય વાત નહોતી કરી.

પોલીસ પૂછપરછમાં શબાનાએ કહ્યું કે, જફરે જ તેને પિસ્તોલ લાવી આપી હતી. વાસ્તવમાં અમુક દિવસ અગાઉ ઘરમાં ચોરી થઈ હતી, જેના કારણે ડરીને જફરે ડરીને સુરક્ષા માટે શબાનાને લાયસન્સ વગરની પિસ્તોલ લાવી આપી. પરંતુ આ નિર્ણય જફરને જ ભારે પડ્યો અને તેની બીજી પત્નીની હત્યા કરવામાં આવી. હાલ પોલીસે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આ કેસમાં જફરને પણ આરોપી બનાવવામાં આવ્યો છે. પ્રારંભમાં શબાના સાથે ઝઘડાથી બચવા જફરે આલિયાની વાત છુપાવી હતી, જોકે શબાનાને શંકા જતા તેણે સૌતન અંગે તપાસ શરૂ કરી. લોકલ પોલીસની પણ મદદ લીધી અને અંતે આલિયા અંગે તેને ખબર પડી જ ગઈ.

શબાના કોઈ પ્રોફેશનલ કિલર નહોતી, તેણે યુટ્યૂબ પર પિસ્તોલ ચલાવવાનું શીખ્યું. તેની પર સૌતનની હત્યાનું ભૂત સવાર હતું. 5 બાળકોની માતા શબાના આટલી હિંસક થઈ શકે છે તે જાણી પોલીસકર્મીઓ પણ ચોંક્યા હતા. પોલીસની તપાસ અનુસાર, આલિયા ઉર્ફ માનસીનો ભાઈ પોલીસકર્મી છે. હાલ તે સહારનપુરમાં ફરજ પર છે. આલિયા પરિણીત હતી, જોકે તેના પતિએ તેને છોડી દીધી હતી. જે પછી જફરની નિકટ આવી અને અંતે બંને લગ્ન પણ કરી લીધા હતા.

You cannot copy content of this page