Only Gujarat

Religion

આજે નવરાત્રીના પાંચમા દિવસે ‘માં સ્કંધમાતા’ કોને આપશે ઈચ્છીત વરદાન? વાંચો રાશિફળ

રાશિફળ: 21-10-2020:  આજે નવરાત્રીના પાંચમા દિવસે “માં સ્કંધમાતા” કોને આપશે ઈચ્છીત વરદાન? જુઓ આપનું રાશિફળ..

નવરાત્રિના પાંચમા દિવસેમાં નવદુર્ગાના પાંચમા સ્વરૂપ “માં સ્કંધમાતા” નું પૂજન અર્ચન થાય છે. ભગવાન સ્કંધ એટલે કે કુમાર કાર્તિકેય ના માતાના રૂપે તેમનું પૂજન અર્ચન થાય છે. તેમના સ્વરૂપમાં ભગવાન સ્કંધજીને બાળ રૂપે તેમના ખોળામાં બેઠા હોય છે સાથે જ તેમને ચાર ભુજાઓ છે અને તે પદ્માસનની અંદર સિંહ ઉપર બિરાજમાન થયેલા હોય છે. આજે તેમની પૂજા તેમજ નીચે આપેલા મંત્રનો જાપ કરવાથી મનુષ્યને સુખ, શાંતિ અને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.

મેષઃ આજે બીજાને કરેલી સહાય તમારા માટે લાભદાયક રહેશે અને ધીરજના ફળ મીઠા એ ધ્યાનમાં રાખીને આગળ વધવું સાથે પોતાના મનની વાત મૂકવામાં વિલંબ કરવો નહી સાથે રોકાયેલા પૈસા પાછા મળી શકે, અંગત પ્રશ્નોથી ચિંતિત રહેશો.

  • કાર્યક્ષેત્ર: ઉતાવળિયો નિર્ણય નુકશાન કરાવી શકે છે તેમજ કાર્યક્ષેત્રમાં સંવાદિતા જણાય.
  • પરિવાર: પારિવારિક કલેસ ટાળવો, વારસાગત મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય.
  • નાણાકીય: આર્થિક માર્ગોમાં કઠિન સમય હળવો બનતો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: નકારાત્મક વિચારોથી દુર રહેવું.
  • સ્વાસ્થ્ય: જૂની ચિંતાઓ દૂર થતી જોવા મળે.
  • આજનો મંત્ર: ॐ स्कन्दमात्रे नमः

વૃષભઃ સમજી વિચારીને નિર્ણય લેવો અને પડતર કાર્યમાં પ્રગતિ જણાય સાથે જ આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં જણાય, સ્નેહીજનોની મદદથી નવા નિર્ણયો લઈ શકાય તેમજ પારિવારિક માધુર્યતા જળવાઈ રહે, નાણાકીય મોકળાસ દુર થતી જણાય.

  • કાર્યક્ષેત્ર: પડતર કાર્યમાં પ્રગતિ જણાય, કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે.
  • પરિવાર: પારિવારિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને, દાંપત્યજીવનનો આનંદ જળવાઈ રહેશે.
  • નાણાકીય: મકાન-જમીનને લગતા પ્રશ્નોનું નિરાકરણ જણાય, નાણાકીય મૂંઝવણોનો માર્ગ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: સકારાત્મક દ્રષ્ટિકોણ આપના સફળતા અપાવે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય સારું જણાય.
  • આજનો મંત્ર: ॐ स्कन्दमात्रे नमः 

મિથુનઃ અવિચારી ખર્ચ ટાળવા સાથે જ વિલંબમાં પડેલા કાર્ય આગળ વધી શકે, કાર્યક્ષેત્રમાં પોતાનો હક માંગવામાં સંકોચ કરવો નહીં, નવી યોજના પર કાર્ય આગળ વધે, કુટુંબમાં સામાન્ય અશાંતિ જણાય, આત્મવિશ્વાસ વધે એવો પ્રસંગ જણાય.

  • કાર્યક્ષેત્ર: અશાંતિના વાદળો વિખરતા જણાય સાથે જ કાર્યક્ષેત્રમાં સંવાદિતા જણાય.
  • પરિવાર:  અંગત પ્રશ્નોને કારણે મુંઝવણોમાં વધારો જણાય, કળ થી કામ લેવું.
  • નાણાકીય: આર્થિક પરિસ્થિતિ વિકટ બનતી જણાય તથા પ્રગતિ કારક તક મળી શકે.
  • વિદ્યાર્થી વર્ગ: આજે કઈક નવું શીખવાનું મળશે.
  • સ્વાસ્થ્ય: જૂની બીમારીનું નિરાકરણ આવતું જણાય.
  • આજનો મંત્ર: ॐ स्कन्दमात्रे नमः

કર્કઃ આજે આર્થિક રોકાણમાં વડીલવર્ગની સલાહ મહત્વપૂર્ણ બની રહે સાથે જ કાર્યક્ષેત્રમાં આપના પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય, સામાજિક-વ્યવસાયિક કામગીરીમાં સાનુકુળતા જણાય, ખર્ચ વધવાના પરિણામે નાણાંકીય ભીડ જણાય.

  • કાર્યક્ષેત્ર: સુસુપ્ત થયેલી સમસ્યાઓ ફરીથી માથુ ઊંચકતિ જણાય અને કાર્યક્ષેત્રમાં લાભ સંભવ.
  • પરિવાર: સામાજિક ચિંતાનો ઉકેલ જોવા મળે અને સંબંધીના સહયોગથી મહત્વના કાર્ય પૂર્ણ થાય.
  • નાણાકીય: સામાજિક ચિંતાનો ઉકેલ જોવા મળે અને સંબંધીના સહયોગથી મહત્વના કાર્ય પૂર્ણ થાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં નવા પડાવ સર થાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્યની ચિંતા દૂર થતી જણાય.
  • આજનો મંત્ર: ॐ स्कन्दमात्रे नमः

સિંહઃ આજે સામાજિક સંબંધમાં મીઠાશ વધે અને ગેરસમજ-મનદુઃખ ટાળવા, કાર્યક્ષેત્રની મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ જણાય, આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી હિતાવહ, નેગેટીવ વિચારોથી દુર રહેવું.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સાથ-સહકાર મળી રહેશે તેમજ કાર્યક્ષેત્રમાં ઉતાવળયો નિર્ણય લેવો નહિ.
  • પરિવાર: નાણાકીય રોકાણ નું ધાર્યું ફળ ન જણાય, આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ.
  • નાણાકીય: નાણાકીય રોકાણ નું ધાર્યું ફળ ન જણાય, આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: લક્ષાંક મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી રાખવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ स्कन्दमात्रे नमः

કન્યાઃ કૌટુંબિક મતભેદ-મનભેદ ટાળવા સાથે જ દિવસમાં હકારાત્મક દૃષ્ટિકોણ રાખવાનો પ્રયત્ન કરવો, સામાજિક માન સમ્માન વધે તથા પારિવારિક મધુરતા જળવાઈ રહે, પરિશ્રમનો સ્પર્ધાત્મક બાબતોમાં સફળતાનો મધુર સ્વાદ ચાખવા મળે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં ફોકસ રાખવાની જરૂર જણાય તથા કાર્યનું ફળ જોવા મળે.
  • પરિવાર: અંગત સમસ્યા ઘેરાતી જણાય તેમજ સામાજિક કાર્યોમાં વ્યસ્તતા જણાય.
  • નાણાકીય: નાણાકીય રોકાણ સાચવીને કરવુ, આર્થિક મોકળાસ દુર થતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે મધ્યમ જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીના કારણે મન માં બેચેની જણાય.
  • આજનો મંત્ર: ॐ स्कन्दमात्रे नमः

તુલાઃ દામ્પત્ય જીવનમાં શાંતિ જળવાઈ રહેશે તેમજ પ્રિયજન સાથે સારો સમય પસાર થાય, આવકનું પ્રમાણ વધે સાથે જ સ્થાવર મિલકત અંગેની સામાન્ય ચિંતા જણાય, આર્થિક માર્ગો માં કઠિન સમય હળવો બનતો જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં બદલાવ કરવાનું મન થાય તેમજ વિશ્વાસઘાત અને છેતરામણીથી બચવુ.
  • પરિવાર: કૌટુંબિક સુખ સારું, અતિ ભાવુકતાથી સાવધ રહેવું.
  • નાણાકીય: આર્થિક પરિસ્થિતિ સુધરતી જણાય તેમજ પ્રગતિકારક તક મળતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: નવી કળા માં આગળ વધાય.
  • સ્વાસ્થ્ય: ઋતુજન્ય રોગોથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ स्कन्दमात्रे नमः

વૃશ્રિકઃ વિચારોને સકારાત્મક રાખવા, આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, એકાએક આવી પાડેલો પ્રશ્ન આપની બેચેનીમાં વધારો કરશે, આર્થિકક્ષેત્રે સાનુકુળ તક મળે, પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા.

  • કાર્યક્ષેત્ર: તમારા કરેલા કાર્યનું મધુર ફળ મળતું જણાય તેમજ મહત્વના નિર્ણયો લેવાય.
  • પરિવાર: પરિવાર તરફથી મહત્વના કાર્યોમાં સાનુકૂળતા જણાય અને પારિવારિક સુખ ઉત્તમ જણાય
  • નાણાકીય: આર્થિક પ્રશ્નો દૂર થતા જણાય સાથે આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ स्कन्दमात्रे नमः

ધનઃ વડીલથી મળેલ મદદ ફાયદાકારક પુરવાર થાય, કૌટુંબિક મતભેદ ટાળવા, કાર્યક્ષેત્રમાં આપને મનગમતી તક મળતી જણાય તથા ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો હિતાવહ, સ્થાવર મિલકત અંગેની સામાન્ય ચિંતા જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પરિવર્તન કે સ્થાનફેર જણાય તથા હરીફવર્ગથી લાભ જણાય.
  • પરિવાર: મહત્વના કામમાં સ્વજનનો સહકાર જણાય, ગૃહસ્થ જીવનમાં મધુરતા જણાય.
  • નાણાકીય: નવી યોજના પર કાર્ય આગળ વધે, મૂડી રોકાણ સાવધાનીથી કરવું હિતાવહ.
  • વિદ્યાર્થી વર્ગ: આપના મહેનતનું ફળ ચાખવા મળશે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યના બદલાવની અવગણના ન કરવી.
  • આજનો મંત્ર:  ॐ स्कन्दमात्रे नमः

મકરઃ વિચારોને સકારાત્મક રાખવા તથા નિર્ણય અને વાયદામાં સાવધ રહેવુ હિતાવહ, કાર્યક્ષેત્રમાં આશાઓ ફળતી જણાય તેમજ નવસર્જનના વિચારો આવે, પારિવારિક વાતાવરણ ઉલ્લાસમય રહેશે, દિવસ આનંદમય રીતે પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સંવાદિતા જણાય તથા નવી યોજના પર કાર્ય આગળ વધે.
  • પરિવાર: સામાજિક-વ્યવહારિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય, જૂના સંબંધો ફરીથી તાજા થાય.
  • નાણાકીય: આર્થિક આયોજનમાં મધુરતા જણાય તથા આર્થિક ક્ષેત્રમાં લાભ જોવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: માનસિક ચિંતાઓ દૂર થતી જણાય.
  • આજનો મંત્ર: ॐ स्कन्दमात्रे नमः

કુંભઃ આપના પ્રયત્નનાં ફળ ખાટા જણાય, માંગલિક પ્રસંગોનું આયોજન સંભવ, આર્થિક નવા માર્ગો મળતા જણાય તેમજ મનની મુરાદો પૂરી થતી જણાય, રાજકીય ક્ષેત્રે સફળતા જણાય, યાત્રા – પ્રવાસનું આયોજન સંભવ બને.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં તમારા કાર્યને સન્માન મળે અને મહત્વના કાર્યમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે.
  • પરિવાર: પારિવારિક કલેશ થી દુર રહેવું, ઉતાવળા નિર્ણય અને વાયદામાં સાવધ રહેવુ.
  • નાણાકીય: રોકાણ કરતાં પહેલાં તેનો પૂર્વ અભ્યાસ જરૂરી, શુભ કાર્યમાં ધન ખર્ચ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: આપના પ્રયત્નનાં ફળ ખાટા જણાય.
  • સ્વાસ્થ્ય: તબિયતની કાળજી લેવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ स्कन्दमात्रे नमः

મીનઃ કાર્યક્ષેત્રમાં પોતાનો હક માંગવામાં સંકોચ કરવો નહીં તથા આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, સામાજિક કાર્યોમાં દિવસ પરોવાયેલો જણાય તથા મુસાફરી ટાળવી, વાણી વર્તનમાં મર્યાદા જાળવવી હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વધારે જણાય, કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ તરફથી સાથ સહકાર મળી રહેશે.
  • પરિવાર: ગૃહજીવન ની પરિસ્થિતિ મધુર જણાય, તમારા ગુસ્સા પર કાબુ રાખવો હિતાવહ.
  • નાણાકીય: સમય-નાણાનો વ્યય કરવો હિતાવહ નથી, આર્થિક નવી તક જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિચારોને પોઝેટીવ રાખવા.
  • સ્વાસ્થ્ય: દિવસભર સામાન્ય થાકની અનુભૂતિ થાય.
  • આજનો મંત્ર:   ॐ स्कन्दमात्रे नमः
You cannot copy content of this page