Only Gujarat

Gujarat

વ્યાજખોરના ત્રાસથી વધુ એક પરિવારનો માળો પિંખાયો, લખ્યું-‘બસ, હવે મારાથી સહન નથી થતું’

સુરતમાં વ્યાજખોરોએ વધુ એક વેપારીનો ભોગ લીધો છે. 12 દિવસથી ગુમ એક વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ. વેપારીનો મૃતદેહ હજીરામાંથી મળી આવ્યા બાદ પોલીસે તપાસ કરતા સુસાઇડ નોટ પણ મળી આવી. જેમાં વેપારીએ જણાવ્યું હતું કે, વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરે છે અને ચેનથી જીવવા દેતા નથી. વ્યાજ વસૂલવા માટે ઓફિસમાં આવી ધમકી આપે છે. તેથી હવે સહન નથી થતું એટલે જીવન ટૂંકાવી રહ્યો છું. આખરે વેપારીએ ઝેરી દવા ગટગટાવી મોતને ગળે લગાડી દીધું.

વ્યાજખોરોના ત્રાસથી અપઘાતના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. આવા જ એક બનાવે સુરતના લોકોમાં ખૌફ પેદા કર્યો છે. વાત એમ છે કે અડાજણના કેતન સોપારીવાળા અચાનક ગાયબ થઈ જતા પરિવારે આ અંગેની જાણ 12 દિવસ પહેલા પોલીસને કરી હતી. દરમિયાન કેતનનો મૃતદેહ હજીરા દરિયાકિનારેથી મળી આવ્યો હતો. સાથે જ સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં કેતને પોતાના મોત માટે 6 લોકોને જવાબદાર ગણાવ્યા હતા.

પોલીસનું માનીએ તો હજીરા વિસ્તારમાં કેતને ઝેર પી આપઘાત કરી લીધો હતો. પોલીસને ઘટનાસ્થળથી કેતનની બાઇક પણ મળી આવી છે અને ઝેરી દવા પણ હાથ લાગી હતી. સુસાઇડ નોટમાં ત્રાસ આપનાર મનહર ઘીવાળા, કૈલાશબેન ઘીવાળા, મિહિર વિરાણી, આશિષ તમાકુવાળા અને સંજયભાઈ નામની વ્યક્તિઓના ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ તમામના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું મૃતકે ચીઠ્ઠીમાં લખ્યું છે. કેતને આ લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા અને તેના વ્યાજની પઠાણી ઉઘરાણીના ત્રાસથી આત્યંતિક પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે.

કેતનભાઇએ જે ચીઠ્ઠી લખી છે તેમાં જણાવ્યું છે કે, ‘‘સોરી, મમ્મી પપ્પા આઈ એમ ગોઈંગ, મારા પર લોકાનું બહુ પ્રેશર છે. મને લોકો બહુ ટોર્ચર કરે છે. લોકો મને જીવવા નથી દેતા. આજે સવારે પણ મનહરભાઈનો ભત્રીજો જે બહુ માથાભારે માણસ છે વિપુલ ધીવાળાએ આજે સવારે મારી ઓફિસ પર મને મારી નાખવાની ધમકી આપીને ગયો છે. મેં મનહરભાઈના બધા રૂપિયા ચૂકવી દીધા છે. ખાલી 3.50 લાખ વ્યાજ આપવાનું બાકી છે. એ માટે મારી પર જુલમ અને મારી નાખવાની ધમકી આપીને ગયો છે.

બસ, હવે મારાથી સહન નથી થતું. હું જાઉં છું સુસાઈડ કરવા. માય ડિયર ફાધર સોરી, બોની અને હનીનું ધ્યાન રાખજો. આ લોકો મારા મોતના જવાબદાર છે- મનહર ઘીવાળા, કૈલાશબેન ઘીવાળા, મિહિર વિરાણી, આશિષ તમાકુવાળા અને સંજયભાઈ. આ લોકોને મેં રૂપિયા ચૂકવી દીધા છે તોપણ મને હેરાન કરે છે. આ ચીઠ્ઠીના આધારે પોલીસે તમામ લોકોના નિવેદન લેવા સહિત કાયદેસરની તપાસ શરૂ કરી છે.’’

 

You cannot copy content of this page