Only Gujarat

Bollywood FEATURED

રણબીર કપૂરે પરિવાર સાથે ભાવી સાસુમાની માણી જન્મદિવસની પાર્ટી

મુંબઈઃ આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન રવિવારે 64 વર્ષના થયા. બર્મિંઘમ (યુકે)માં જન્મેલા સોનીએ આમ તો પોતાના જન્મદિવસ પર એક નાનકડી પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી. આ પાર્ટીમાં સામેલ થવા નીતૂ સિંહ પોતાના પરિવાર સાથે આલિયાના ઘરે પહોંચ્યા હતા. જેવા જ પોતાની બિલ્ડિંગ નીચે ભાવિ સાસુને જોયા કે આલિયાનો ચેહરો ખુશી ખીલી ઉઠ્યો હતો.

નીતૂ સાથે દીકરો રણબીર કપૂર અને દીકરી રિધિમા કપૂર પણ હતા. ઘણા સમયથી આલિયા અને રણબીરના લગ્ન અંગે ચર્ચા ચાલી રહી છે. જોકે હાલ તેમના પ્રોફેશનલ કમિટમેન્ટ્સના કારણે લગ્ન સતત ટળી રહ્યાં છે.

આલિયા બારીમાં જ ઊભી હતી અને પોતાના ભાવિ પતિ તથા અન્ય પરિવારજનોની રાહ જોઈ રહી હતી. તેણે નીતૂ સિંહ-રણબીર અને રિધિમાને આવતા જોયાને તાત્કાલિક તેનો ચેહરો ખીલી ઉઠ્યો હતો. રણબીર કેઝ્યુઅલ લુકમાં આલિયાના ઘરે પહોંચ્યો હતો.

સોશિયલ મીડિયા પર રણબીર, નીતૂ અને રિધિમા, આલિયા અને સોના રાઝદાનની સેલ્ફી વાઈરલ થઈ રહી છે. નીતૂ સિંહ સાથે દોહિત્રી સમાયરા પણ હતી. નીતૂ પોતાની દીકરી રિધિમાની સાથે એક જ કારમાં આવી હતી.

નીતૂએ આ સમયે વ્હાઈટ એન્ડ બ્લેક કલરની ચેક શર્ટ તથા જીન્સ પહેરી હતી. જ્યારે ચેહરા પર પણ બ્લેક માસ્ક પહેર્યો હતો.

રણબીર અલગ કારમાં આવ્યો હતો અને તેણે લાઈટ પિંક કલરની ટી-શર્ટ તથા જીન્સ પહેરી હતી. જોકે તેણે માસ્ક પહેર્યો નહોતો. નીતૂ સિંહે ફોટોગ્રાફર્સને જોઈ હાથ હલાવી અભિવાદન કર્યું હતું.

You cannot copy content of this page