Only Gujarat

Business TOP STORIES

USમાં ભારતના ટોચના બિઝનેસમેનની દીકરીનું કરવામાં આવ્યું અપમાન, કાળી કહીને હોટલમાંથી કાઢી મુકી

આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાની દીકરી અનન્યા બિરલાએ પોતાના પરિવારની સાથે અમેરિકામાં નસ્લીય ભેદભાવ થયાના ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે પરિવારના સભ્યોને લૉસ એન્જિલસના એક રેસ્ટોરન્ટથી બહાર કાઢી મુક્યા હતા.

શું છે ઘટના
ટ્વિટર પર આ સ્તબ્ધ કરી દેતી ઘટના શેર કરતા અનન્યાએ જણાવ્યું કે તે પોતાની માતા નીરજા અને ભાઈ આર્યમન સાથે Scopa રેસ્ટોરન્ટમાં ડિનર કરવા ગઈ હતી. પરંતુ ત્યાં કર્મચારીઓએ તેની સાથે નસ્લીય ભેદભાવ કર્યો અને એક રીતે રેસ્ટોરન્ટથી બહાર જ ફેંકી દીધા. 26 વર્ષીય ગાયિકા અને ઉદ્યમી અનન્યાએ કહ્યું કે આ ઘટના દુઃખદ છે અને એ સારી વાત નથી.

અનન્યા બિરલાએ આપી જાણકારી
અનન્યાએ ટ્વિટર પર લખ્યું છે, ‘આ રેસ્ટોરન્ટ સ્કોપાએ મને અને મારા પરિવારે એક રીતે પોતાના પરિસરમાંથી ફેંકી દીધા. આ કેટલી નસ્લીય ભેદભાવ વાળી અને દુઃખદ વાત છે.’

અનન્યા બિરલાએ આપી જાણકારી
અનન્યાએ ટ્વિટર પર લખ્યું છે, ‘આ રેસ્ટોરન્ટ સ્કોપાએ મને અને મારા પરિવારે એક રીતે પોતાના પરિસરમાંથી ફેંકી દીધા. આ કેટલી નસ્લીય ભેદભાવ વાળી અને દુઃખદ વાત છે.’

અનન્યાની માતાએ શું કહ્યું
અનન્યાની માતાએ પણ ટ્વીટ કરીને આ ઘટનાને ખૂબ જ સ્તબ્ધ કરી દેનારી ગણાવી. તેણે કહ્યું કે, ‘ખૂબ જ સ્તબ્ધ કરી દેનારી વાત છે..સ્કોપા રેસ્ટોરન્ટનો ખૂબ જ વાહિયાત વ્યવહાર. તમને કોઈ પણ ગ્રાહક સાથે આ રીતે વ્યવહાર કરવાનો અધિકાર નથી.’

અનન્યાના ભાઈ આર્યમન બિરલાએ ટ્વીટ કરીને કહ્યું કે, તે વાસ્તવમાં નસ્લવાદ હતો અને આ ઘટના અવિશ્વનીય છે. તેણે કહ્યું કે, ‘મે ક્યારેય પણ આવો અનુભવ નથી કર્યો. નસ્લવાદ આજે પણ અસ્તિત્વમાં છે અને તે સત્ય છે. આ અવિશ્વસનીય છે.’

મહત્વનું છે કે આ બાદ અનેક સેલેબ્સે આ ઘટનાની આલોચના કરતા અનન્યાનું સમર્થન કર્યું છે. એક્ટર રણવિજય સિન્હા અને કરણવીર બોહરાએ આ વિશે ટ્વીટ કરીને આ વ્યવહારની આલોચના કરી છે. આ પહેલા શિલ્પા શેટ્ટીથી લઈને પ્રિયંકા ચોપરા સુધી ભારતની અનેક પ્રખ્યાત હસ્તિઓને પણ આવા ભેદભાવનો શિકાર થવું પડ્યું છે.

You cannot copy content of this page