Only Gujarat

Sports

આ ખેલાડીએ એટલી બધીવાર સેક્સ માણ્યું કે પ્રાઈવેટ પાર્ટને ત્રણવાર થયું હતું નુકસાન!

નવી દિલ્હીઃ NBA લેજેન્ડ ડેનિસ રોડમેને ખુલાસો કરીને સૌને ચોંકાવી દીધા છે કે નિવૃતિ બાદ એશો આરામમાં વ્યસ્ત હોવાના કારણે 2 હજારથી વધુ છોકરીઓ સાથે તેણે વર્ષો સુધી અનેક રાતો વિતાવી. ડેનિસે દાવો કર્યો કે ભોગ વિલાસમાં આટલો સમય ગુમાવવાના કારણે તેના પ્રાઈવેટ પાર્ટ 3 વાર નુકસાન સહન કરી ચુક્યા હતા. પરંતુ હવે તે આમાંથી બહાર આવી ગયા છે.

શિકાગો બુલ્સ ટીમની તરફથી રમતા ડેનિસે જાણીતી મૉડેલ કાર્મેન એલેક્ટ્રા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પણ તે કાર્મેન સાથેની નિકટતા લોકોને બતાવવાથી અચકાતા નહોતા. હવે 59 વર્ષના થઈ ચુકેલા ડેનિસે કહ્યું કે, હા હું 2 હજારથી વધારે મહિલાઓ, જેમાંથી 500 જેટલી કૉલ ગર્લ્સ હતી તેમની સાથે સૂતો છું. ક્યારેક ટ્રેનિંગ સેન્ટરના વેઈટિંગ રૂમમાં તો ક્યારેક ટ્રેનિંગ કોર્ટ પર, હું ખૂબ જ ક્રેઝી હતો.

ડેનિસે પત્ની કાર્મેન સાથે વિતાવેલા પોતાના સમયને યાદ કરતા કહ્યું કે એ દિવસે તે મારી આંખો પર પટ્ટી બાંધીને ક્યાંક લઈ ગઈ. એ દિવસે બુલ્સની ટ્રેનિંગનો ઑફ ડે હતો. મારી પટ્ટીઓ ખુલી તો મે જોયું કે હું બુલ્સના ટ્રેનિંગ સેન્ટર પર હતો. આ ખૂબ જ ક્રેઝી હતું જેવું કે બે બાળકોને કેન્ડી સ્ટોરમાં એકલા છોડી મુક્યા હોય. અમે ફિઝિકલ થેરાપીનો ઉપયોગ કર્યો. એ દિવસો અલગ હતા.

ડેનિસે આ દરમિયાન બોટ પર અજાણી છોકરી સાથે વિતાવેલી રાતને પણ યાદ કરી. તેણે કહ્યું કે, એ છોકરી ખૂબ જ ક્રેઝી હતી. અમે બોટ પર કિંગ સાઈઝ બેડ પર હતા. તે કાંઈક નવું કરવાનું વિચારી રહી હતી. તે ઈચ્છતી હતી કે હું દોડું અને તેની પાસે આવું. મે એવું કર્યું પરંતુ હું પડી ગયો. હું લોહીથી લથપથ હતો. એ સમયે છોકરીએ વિચાર્યું કે હું તેને મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ ખરેખર હું જ ઘાયલ થયો હતો. ડેનિસના અનુસાર, મે એ છોકરીને ચૂપ કરાવી અને કહ્યું કે મને ઈજા થઈ છે. આવું એક નહીં, ત્રણ વાર મારી સાથે થયું છે.

You cannot copy content of this page