Only Gujarat

Bollywood

95 વર્ષની ઉંમરમાં થયું મિથુનના પિતાનું નિધન, લૉકડાઉનમાં આ શહેરમાં ફસાયેલા છે એક્ટર

મુંબઈ: મિથુન ચક્રવર્તીના પિતા બસંત કુમાર ચક્રવર્તીનું નિધન થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ્સના પ્રમાણે બસંત ચક્રવર્તી ઘણા દિવસોથી બીમાર હતા અને કિડની ફેઈલ થવાના કારણે તેમનું મોત થઈ ગયું. મંગળવારે વસંત ચક્રવર્તીએ મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તો તેમના દીકરા મિથુન ચક્રવર્તી બેંગલુરુમાં ફસાયેલા છે. અહેવાલો મુજબ કોઈ શૂટ માટે બેંગલુરુ ગયા હતા. આ વચ્ચે કોરોના મહામારીના કારણે લૉકડાઉન થઈ ગયું, જેના કારણે તેઓ અત્યાર સુધી ત્યાં ફસાયેલા છે.

પિતાની વિશે જાણકારી મળ્યા બાદ મિથુન ચક્રવર્તી મુંબઈથી નીકળવાના પ્રયાસમાં છે. તો મિથુનના દીકરા મહાઅક્ષય ઉર્ફે મિમોહ ચક્રવર્તી મુંબઈમાં જ છે. એક્ટ્રેસ રિતુપર્ણા સેન ગુપ્તાએ ટ્વી કરીને મિથુનના પિતાને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું- મિથુન દા- તમારા પિતાને મારી શ્રદ્ધાંજલિ. હિંમત રાખો. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

જણાવી દઈએ કે મિથુન ચક્રવર્તીનો પરિવાર બંગાળ સાથે જોડાયેલો છે. મિથુનના પિતા બસંત કુમાર કલકત્તા ટેલીફોન્સમાં કામ કરતા હતા. તેમના ચાર બાળકો છે તેમાં મિથુન સિવાય ત્રણ દીકરીઓ છે. ટાઈમ્સમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, બસંત કુમારે જ મિથુનને મુંબઈ મોકલ્યા હતા. તેઓ તેમને બંગાળમાં થતી હિંસાથી બચાવવા માંગતા હતા.


આ પહેલા લૉકડાઉનમાં જ સલમાન ખાનના ભત્રીજા અબ્દુલ્લાહનું નિધન થઈ ગયું હતું. લૉકડાઉનના કારણે સલમાન અને તેનો પરિવાર ભત્રીજાના અંતિમ સંસ્કારમાં સામેલ નહોતો થઈ શક્યો.

You cannot copy content of this page