Only Gujarat

National

મોબાઈલ પર યુવતી સાથે ટાઇમ પાસ કરતાં આ રીતે ફસાયો યુવક, હકીકત જાણીને આંખો થઈ ગઈ પહોળી

ઉત્તર પ્રદેશઃ લખનઉનના કૃષ્ણાનગર વિસ્તારમાં લૉકડાઉન દરમિયાન ડેટિંગ એપ પર એક યુવકને ચેટિંગ કરવું ભારે પડ્યું છે. યુવક યુવતીનો અવાજ સાંભળી ટાઇમ પાસ કરી પાંચમા દિવસે એવો ફસાયો કે, મુખ્યમંત્રી પોર્ટલથી લઈ પોલીસ સ્ટેશન સુધી મદદ માગવા લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પોલીસ અત્યારે યુવકની મદદ કરી રહી છે.

યુવક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. તેને લૉકડાઉન દરમિયાન ટાઇમપાસ કરવા 11 એપ્રિલે ગૂગલ પ્લે સ્ટોર પરથી એક એપ ડાઉનલૉડ કરી હતી. એપ ડાઉનલોડ કર્યા પછી યુવકના નંબર પર એક અશ્લિલ મેસેજ આવ્યો હતો. યુવકે તે નંબર પર કોલ કરી વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન વાતચીતમાં અશ્લિલ ઓડિયો અને વીડિયોની આપ લે પણ થઈ હતી.

વાતચીત શરૂ થયાનાં 5 દિવસ પછી યુવતીએ યુવકને કહ્યું કે, ‘તેણે દરેક અશ્લિલ ઓડિયો અને વીડિયો રેકોર્ડ કરી લીધા છે.’ યુવતી બદનામીનો ડર બતાવી યુવકને બ્લેકમેલ કરવા લાગી હતી. યુવતીએ રૂપિયા માગતા યુવકે ના પડી તો યુવતીએ દરેક ઓડિયો અને વીડિયો ક્લિપ યૂ-ટ્યુબ પર નાખવાની ધમકી આપી હતી.

બ્લેકમેલનો શિકાર થયેલાં યુવક મુખ્યમંત્રી ફરિયાદ પોર્ટલ આઈજીઆરએસ પર ફરિયાદ કરી. ત્યાંથી મામલો કૃષ્ણાનગર પોલીસ સ્ટેશન પાસે આવતાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ઇન્સ્પેક્ટર ડીકે ઉપાધ્યાય મુજબ, શરૂઆતની તપાસમાં સામે આવ્યું કે, સામે વાત કરનારી વ્યકિત યુવતી નથી, તેને પકડવાના પ્રયત્ન ચાલુ છે.

You cannot copy content of this page