Only Gujarat

National

ચમત્કારઃ દફનાવતા પહેલાં જ જીવતું થયું 3 દિવસનું નવજાત, જેવો જ માનાં ખોળાથી દૂર થયું નવજાત રડવા લાગ્યો

ભોપાલઃ લૉકડાઉન દરમિયાન હોશંગાબાદ જિલ્લાના સિવનીના માલવા વિસ્તારની એક ઘટના સામે આવી છે. અહીં 3 દિવસના નવજાતને ડૉક્ટરોએ મૃત જાહેર કરી દીધું હતું, પરિજનો નવજાતને દફનાવવા જતાં હતાં તે દરમિયાન નવજાત અચાનક રડવાં લાગ્યું હતું. માસૂમને રડતાં જોઈ દરેક લોકો આશ્ચર્યમાં પડી ગયા અને પછી ખુશી મનાવવા લાગ્યા હતાં.

પતિ-પત્ની પગપાળાં નવજાતને ખોળામાં લઈ જતાં હતાં
3 દિવસ પહેલાં હોશંગાબાદ જિલ્લાના સિવની માલવા વિસ્તારની નિશા કોશામ નામની ગર્ભવતી મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો. નવજાતને ફેંફસામાં પ્રોબ્લેમ થતાં તે સ્તનપાન કરી શકતું નહોતું. સોમવારે નિશા તેના પતિ દિનેશ અને બાળકને લઈ એમ્બ્યુલન્સ દ્વારા ભોપાલના હમીદિયા પહોંચ્યા હતાં, પણ ત્યાં નવજાતમાં કોઈ હલનચલન ન જોતાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યું હતું.

વિશ્રામઘાટથી રવાના થતાં પહેલાં નવજાત જીવિત થયું
પતિ-પત્ની રડતાં-રડતાં નવજાતને ખોળાંમાં લઈ પગપાળાં ઘરે જતાં હતાં. પતિ-પત્નીને ઉદાસ જોઈ શહેરના પીરગેટ ચોકીના એક પોલીસકર્મીની તેમના પર નજર પડી. પોલીસકર્મીએ પૂછતાં પતિ-પત્નીએ સમગ્ર ઘટના કહી. પોલીસકર્મીએ સમાજસેવી સંસ્થાને જાણ કરી નવજાતને દફનાવાની તૈયારી શરૂ કરી હતી.

પોલીસકર્મીએ નગરપાલિકાની શબવાહિની અને ક્રિયાક્રમની દરેક સામગ્રી લાવવા પણ કહી દીધું હતું. પણ માનાં ખોળામાંથી નવજાતને લેતાં જ તે રડવાં લાગ્યું અને પતિ-પત્નીની આંખોમાં ખુશીનાં આંસુ છલકાવવા લાગ્યાં હતાં. ત્યાં હાજર દરેક લોકો એવું કહી રહ્યાં હતાં કે, આ કોઈ ચમત્કારથી ઓછી ઘટના નથી પછી, એએસપી મનુ વ્યાસે કર્મચારીઓને કહી નવજાત માટે મેડિકલ પાસ બનાવી એક સરકારી ગાડી દ્વારા તેમને ઘરે પહોંચાડી દીધા.

You cannot copy content of this page